માસી મટી માં બની આ ‘દીકરી’, બહેનના અવસાન પછી બહેનના દીકરાના ભવિષ્યને અંધકારમય થતું બચાવવા લીધો નિર્ણય..ને બની તૂટતાં પરિવારનો આધાર !!

0

જેતપુરમા આવેલી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરી રહેલ કોમલ એ સાવલીયા પરિવારની સૌથી નાની ને લાડકી દિકરી હતી. જેતપુરની બાજુમાં આવેલા નવાગઢ ગામમાં રહેતા ચન્દુ ભાઇ સાવલીયાને ચાર સંતાનો એમાં આ કોમલ બધા કરતાં નાની ને ખૂબ જ વહાલી..કોમલ બાળપણથી જ સમજદાર. કોમલ રૂપાળી પણ એવી કે કોઈ પણ વ્યક્તિ તેને જોતાં વેંત જ મોહીત થયા વગર ન રહે.
હજુ કોમલનો અભ્યાસ પૂરો થાય ને તેને સાસરે વળાવે એ પહેલા જ કોમલના પિતાનું અવસાન થયું ને હજી એ દુખ ને આઘાતમાથી કોમલ બહાર આવી ન હતી. ત્યાં જ તેના જીવનમાં બીજી દુખદ ઘટના ઘટે છે. તેની બહેન તેના એક ના એક દીકરાને લઈને તેના ભાઈ સાથે પિયર આવી રહી હતી. ત્યાં રસ્તામાં એક અવસાન થયું ને તેની બહેન અવનીનું અવસાન થયું. ભગવાને આ આઘાત ટી આપ્યો પણ એના કરતાં મોટો આઘાત તેની બહેનનો દીકરો જે હજી આ દુનિયાદારીથી સાવ અજાણ હતો તેનો આ અકસ્માત મા જમાનો હાથ જ કપાઈ ગયો.
આખા પરિવાર પર જાણે કુદરત પ્રહાર કરતું હોય એમ એક પછી એક માઠા સમાચાર મળતા ગયા. તેની બહેનના જીજુ તેની બહેન અને તેના દીકરાને ખૂબ જ પ્રેમ કરતાં હતા. તેની બહેનનું મૃત્યુ ને તેના જીજાજીની ઉંમર સાવ હજી નાની જ હતી…એટ્લે સમય જતાં ઘરના લોકો ભાવેશના બીજા લગ્ન માટે પણ વિચારી શકે. તો નાનકડા સ્મિત નું શું ? શું તેને આવનાર બીજી પત્ની સગી માતા જેમ સાચવશે ? ને કુદરતે માતા તો છીનવી પણ સાથે સાથે આખી જિંદગી યાદ રહે એવી ખોત આપી સ્મિતને.. તેનો જમણો હાથ….જો ગુમાવવો પડ્યો હતો.
આ બાજુ કોમલની બહેનના સાસરીવાળા પણ ચિંતામા હતા ને તેના જીજાજી પણ ચિંતામાં હતા. આ બધાના આ બધાની લાડકી ને સમજદાર કોમલે રસ્તો શોધી કાઢ્યો.

કોમલે બને પરિવારને ભેગા કરીને કહ્યું કે જો તમે બધા રાજી થાવ ને મને સંમતી આપો તો હું સ્મિતને માતા મળી જાય ને સ્મિતના ભવિષ્ય માટે એક વાત કરવી છે..હું સ્મિતની સગી માસી છુ ને સ્મિતને માતાની જેમ જ વ્હાલ બે પ્રેમ કરું છુ. એટ્લે આજે હું એક માસી મટી મા બનવાનું વિચારી રહી છુ.
આખા પરિવારને કોમલના આ સમર્પણની વાત સાંભળી પહેલા તો ચોકી જ ગયું ને પછી આંખો ભીની થઈ ગઈ કે આ નાનકડી કોમલ જેને હજી પોતાના રાજકુવરના સપના જોવાના પણ ચાલુ નહી કર્યા હોય સપનામાં..એ પોતાની બહેનના દીકરા માટે આટલું બધુ બલિદાન આપવા માટે તૈયાર થઈ છે. આવી દીકરી પામીને કોમલની માતાની છાતી ગદગદ ફૂલી ગઈ ને આંખે હરખના આસું આવી જાય છે.

પરંતુ પોતાની દીકરીના ભવિષ્યની વાતનું શું,,તેના સપનાનું શું ? જ્યારેકોમલને સમજાવવામાં આવી તો તેણે પ્રેમથી બધાને જવાબ આપ્યો કે એવું ન સમજતા કે હું હજી નાની જ છુ. મારા માટે મારા સપના કરતાં મારુ કુટુંબ ને મારી સાથે જોડાયેલા મારા સ્નેહીનું સુખ મહત્વનુ છે. ને અત્યારે મને સ્મિત સિવાય કોઈનો વિચાર આવતો નથી. મારે તેનું જીવન ઘડવું છે મારા વિચારોથી.
બીજું કે મને જીજાજી પર પણ વિશ્વાસ છે જે પ્રેમ અને હૂંફ તેમણે દીદીને આપી અને દીદીને બધી જ પરિસ્થિતીમાં જેમ સમજતા હતા તેમ તે મને પણ સમજવાનો પ્રયત્ન કરશે ને મને પણ ભવિષ્યમાં પત્નીનું સ્થાન આપશે.

રહી વાત એજ ડિફરન્સની તો આપણાં ભગવાન શિવ અને પાર્વતી માતા વચ્ચે તો એક યુગનું અંતર હતું ને ?
પછી કોમલનો મક્કમ નિર્ણય અને તેની બલિદાનની ભાવના જોઈને બને પરિવારે કોમલના નિર્ણયને વધાવ્યો ને કોમલે ભાવેશની પત્ની બની સ્મિતની મમ્મી બની નવી જિંદગીમાં ડગ ભર્યા. આ લગ્ન સાવ સાધારણ રીતે જ થયા ને આ લગ્નની ખાસિયત એ હતી કે તે તેના મમ્મી પાપાના લગ્ન પોતાની આંખે જોઈ રહ્યો હતો. હાજર બધા જ પરિવાર જનોએ કોમલને તેની સમર્પણની ભાવના જોઇને ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા.
આજકાલ કરતાં આ લગ્નને ચાર વર્ષ થવા આવશે..આજે પણ કોમલ ભાવેશ અને સ્મિત સાથે સુખી સંસાર માણી રહી છે ને તેનો આખો પરિવાર આનદથી બધા જ વાર તહેવારો ઉજવી હળી મળી પ્રેમથી સાથે રહે છે ને એકબીજાને સમજે છે.

આજનો માણસ સવારથી બની ગયો છે..જો કોમલની જેમ બીજાની જરૂરિયાત એ સમજી નિસ્વાર્થ ભાવે જીવન જીવવાનો પ્રયત્ન કરે તો જરૂર તેણે જીવનમાં કલ્પના પણ ન કરી હોય એટલી ખુશી કુદરત આપી દેતો હોય છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here