કેટલાય રોગોનો ઈલાજ છૂપાયો છે જેઠીમધના લાકડામાં, જાણો એને ખાવાની સાચી રીત …ચમત્કારિક ફાયદાઓ વાંચો આર્ટિકલમાં

સ્વાદમાં મીઠું જેઠીમધમાં કેલ્શિયમ, ગ્લિસરાઇઝ એસિડ, એન્ટિ ઓક્સિડંટ, એંટીબાયોટિક, પ્રોટીન, અને કાર્બોહાઇટ્રેડ જેવા ગુણોથી ભરપૂર છે. આનો ઉપયોગ આંખોના રોગો, મોઢાને લગતા રોગો, કંઠને લગતા રોગો, પેટના રોગો, શ્વાસ ચડવો, હૃદય રોગ, તેમજ ઘાવ વગેરે માટે શિયાળામાં ખાસ પ્રયોગ કરવામાં આવે છે. તેમજ આ વાત કફ, વાયુ અને પિત એમ ત્રિદોષને શાંત કરવા માટેનો આ રામબાણ ઈલાજ છે

પતંજલી આયુર્વેદ હરિદ્વારના આચાર્ય બાલાકૃષ્ણના કહેવા અનુસાર, જ્ઠીમધના પાઉડર વાળા પાણીથી આંખો ધોવાથી આંખના રોગમાં રાહત થાય છે. જેઠીમધના ચૂર્ણમાં વરિયાળીનું ચૂર્ણ અથવા પાઉડરને બરાબર માત્રામાં એક એક ચમચી સવારે અને સાંજે ખાવાથી આંખોમાં થતી બળતરા મટે છે. તેમજ આંખોનું તેજ વધે છે. જેઠીમધને પાણીમાં પીસીને કે લસોટીને એમાં રૂ બોળીને પછી આંખો પર બાંધવાથી આંખોમાં નમી આવે છે ને આંખને લગતી તકલીફમાં રાહત થાય છે. એ ઉપરાંત એમને જણાવ્યુ કે, જેઠીમધ કાન અને નાકનાં રોગો માટે ખૂબ જ ગુણકારી ને અસરકારક છે. જેઠીમધ અને દ્રાક્ષામાં ઉકાળેલ દૂધના ટીપાને કાનમાં નાખવાથી કાનના રોગોમાં રાહત થાય છે.  3 – 3 ગ્રામ જેઠીમધ અને 3-3  ગ્રામ જેઠીમધ અને શુંડીમાં છ નાની નાની એલચી તેમજ એમાં 25 ગ્રામ સાકર ઉમેરીને એનું કાવો બનાવીને એના નાકમાં 1- 2 ટીપાં નકવાથી નાકના રોગોનું શમન થાય છે.

મોઢામાં પડેલ ચાંદાને દૂર કરવા માટે જેઠીમધના લાકડાના ટૂકડાને મોઢામાં રાખીને ચૂસવાથી મોઢાના ચાંદા મટે છે. જેઠીમધનેના લાકડાને ચૂસવાથી ઉધરસ અને ગાળાના રોગો પણ મટે છે.  સૂકી ખાંસીમાં કફ ઉત્તપન્ન કરવા માટે 1 ચમચી માત્રમાં માધાની સાથે દિવસમાં ત્રણ વાર ચાટવાથી કફ બને છે. તેમજ 20, 25 ઉકાળો બનાવી સવાર સાંજ પીવાથી શ્વાસનળી એકદમ સાફ થઈ જાય છે. તેમજ જેઠીમધ ચૂસવાથી આવતી હીંચકી બંધ થઈ જાય છે.

આચાર્ય બાલાકૃષ્ણએ જણાવ્યુ કે, જેઠીમધ હૃદયરોગમાં પણ લાભ દાયક છે. 3-5 ગ્રામમાં કૂટકી ચૂર્ણને મેળવીને એમાં 15-20 ગ્રામમાં સાકરનું પાણી ભેળવીને રોજ નિતમિત રૂપથી તેનું સેવન કરવાથી હૃદય રોગમાં રાહત અનુભવાય છે. જેઠીમધનો કાવો બનાવીને 10 થી 15 મિલીમાં પીવાથી પેટનો દુખાવો પણ મટે છે.

ત્વચાના રોગો માટે પણ જેઠીમધ લાભદાયક છે. સ્કીન પર કે ખીલ પર જેઠીમધનો લેપ લગાવવાથી ખીલ જલ્દી જ પાકી જાય છે અને ફૂટી જાય છે. જેઠીમધ અને તલને પીસીને ઘાવ પર લગાવવાથી ઘાવમાં જલ્દી રાહત થાય છે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!