જેને શનિની સાડાસાતી ચાલતી હોય તેમને અમુક ઉપાયો કરવાથી તેની અસર ઓછી થાય છે… રાશી પ્રમાણે ઉપાયો વાંચો

0

👉🏻 શનિની સાડાસાતી ની અસર ઓછી કરવા માટે
👉🏻 શનિ દેવતાને પ્રસન્ન કરવા માટે
👉🏻શનિ અમાવસ્યાના દિવસે વ્રત કરીને પૂજા-અર્ચના કરીને શનિદેવની કૃપા મેળવી શકાય છે…

દરેક રાશિના જાતકોએ પોતાની રાશિ અનુસાર શનિની પૂજા કરવી.

દરેક રાશિના લોકોએ શનિના મંત્રનો 108 વાર જાપ કરવો..ખૂબ જ લાભ થાય છે

ॐ नीलांजन समाभासं रवि पुत्रं यमाग्रजम |
छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम ||

ચૈત્ર મહિનામાં કૃષ્ણપક્ષમાં આ વખતે ૧૭મી માર્ચે, શનિ અમાવસ્યા આવે છે. શનિવારે આવી રહેલી આ અમાસનો ખૂબ જ મહત્વ છે. તેને શનિશ્વરી અમાસ કહેવામાં આવે છે. શનિવાર અને અમાસ હોવાના કારણે આ બંને યોગ શનિ ને પ્રસન્ન કરવા માટે ખૂબ જ સારા દિવસ માનવામાં આવે છે. જેને શનિની સાડાસાતી ચાલતી હોય તેમને અમુક ઉપાયો કરવાથી તેની અસર ઓછી થાય છે.

1. મેષ રાશિ

મેષ રાશિના જાતકો શનિને તેલ ચઢાવે અને હનુમાન ચાલીસાના પાઠ કરે.

2. વૃષભ રાશિ

આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને આ રાશિના જાતકોએ સ્નાન કરી લેવું જોઈએ અને સવા કેળવ તુવેરની દાળ માટીના કળશમાં લઇ , સરસવના તેલનો દીવો કરવો. આસન પર બેસીને શનિદેવનું ધ્યાન કરવું.

3. મિથુન રાશિ

મિથુન રાશિના લોકોએ સૂર્યોદય પહેલા સ્નાન કરીને લીલા કલરના કપડા માં મગ લઈને સ્ટીલના વાસણમાં રાખી દેવા. અને તેને પૂજા સ્થાન પર રાખવું. ચાર બગડી વાળો સરસવના તેલનો દીવો કરવો અને શનિદેવનું ધ્યાન કરવું. પૂજા પછી આ સ્ટીલના વાસણ કોઈ ભિક્ષુકને દક્ષિણામાં આપી દેવું.

4. કર્ક રાશિ

અમાસના દિવસે પીપળાના ઝાડ ઉપર સવારે જળ ચડાવવું.

5. સિંહ રાશી

આ દિવસે સવારથી સવા કિલો ઘઉં લાલ કપડામાં બાંધીને પુજા સ્થાનો પર રાખવા . શનિદેવને ધ્યાન કરવું અને પોતાના દુઃખોનો નાશ કરવા માટે પ્રાર્થના કરવી.

6. કન્યારાશિ

આ રાશિના જાતકોએ શનિ અમાવસના દિવસે કાળી અડદની દાળ ભિક્ષુકને દાન કરવી.

7. તુલા રાશિ

કુષ્ઠ રોગ ના રોગીને ભોજન કરાવવું તથા કાળી વસ્તુનું દાન કરવું.

8. વૃશ્ચિક રાશિ

શનિ ના મંદિરે જઈને ત્યાં પૂજા અર્ચના કરવી તથા ત્યાં સ્થાપિત ઝાડની પૂજા કરવી.

9. ધનુરાશિ

આ રાશિના જાતકોએ પોતાની પૂજા પુરી કર્યા પછી પીળા કલરના કપડા માં સવા કિલો ચણાની દાળ લેવી.તેમાં 10 સિક્કા નાખવા અને આ પોટલી ઉપર શનિદેવનો ધ્યાન કરવું પૂજા-અર્ચના કર્યા પછી તેને બ્રાહ્મણને દાન કરવી.

10. મકર રાશિ

આ રાશિના જાતકોએ શનિદેવને પ્રસન્ન કરવા માટે અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

11. કુંભ રાશિ

આ રાશિના જાતકોએ શનિ અમાવસના દિવસે સાંજે પીપળાની નીચે દીવો કરવો.

12. મીન રાશિ

મીન રાશિના લોકોએ શનિ અમાવસના દિવસે સરસવ નું સવા કિલો તેલ શનિ મંદિરમાં દાન કરવું..

લેખક – નિરાલી હર્ષિત
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here