જે કામ અંગે કહેવામાં આવતી હતી શરમ, તેની બનાવી વિશ્વની સૌથી મોટી કંપની …

મોટા ભાગે લોકો પોતાના બિઝનેસ વિશે ગર્વથી કહેતા હોય છે. જોકે આ વ્યક્તિ સાથે મામલો કઈક જુદો હતો. અમે અહીં મલેશિયાની કોન્ડમ કંપની કૈરેક્સના માલિકની વાત કરી રહ્યાં છે. એક સમય એવો હતો કે લોકો જયારે તેમના બિઝનેસ વિશે પૂછે ત્યારે તે કહતા હતાં કે તેમનો બિઝનેસ રબર પ્રોડકટનો છે. આજે તેમની કંપની કોન્ડમ બનાવનારી વિશ્વની સૌથી મોટી કંપની બની ગઈ છે. ચાલો જાણીએ તેમની સ્ટોરી.

ફેમિલિ બિઝનેસને પહોંચાડયો નવા સ્તરે

કૈકેસ કંપનીની સીઈઓ ગો મિયાહ કેટનો આ ફેમિલિ બિઝનેસ છે. જોકે શરૂઆતમાં તેમની કંપની કૈરેકસ વધુ મોટી ન હતી.

ગો મિયાહ જયારે નાના હતા ત્યારે પોતાની ફેકટરીમાં કોન્ડમને બનતા જોઈને ખુબ જ નવાઈ પામતા હતા. તેમને લાગતું હતું કે કોઈ રબરનો સામાન તૈયાર થઈ રહ્યો છે.

એક વર્ષમાં 500 કરોડ કોન્ડમનું પ્રોડકશન

ગોએ ફોર્બ્સ મેગેઝીનને જણાવ્યું કે જયારે તેમણે ફેમિલિ બિઝનેસ જોઈન કર્યો તો તેમને લોકોને બિઝનેસ વિશે કહેતા શરમ આવતી હતી. આ સવાલથી કટાળી જઈને તેમણે નક્કી કર્યું કે આ બિઝનેસનો વ્યાપ સમગ્ર વિશ્વમાં કરીશું. હાલ કૈરેકસ એક વર્ષમાં 500 કરોડ કોન્ડમ્સનું પ્રોડકશન કરે છે. કંપની 120 દેશોમાં કૈરેક્સનું એકસપોર્ટ કરે છે. 2017 સુધીમાં કંપનીની યોજના પ્રોડકશન વધારીને 700 કરોડ કરવાની યોજના છે.

કંપનીના નફામાં 65 ટકાનો ગ્રોથ

ગોનો ફેમિલિ બિઝનેસ લગભગ 30 વર્ષ જૂનો છે. ગોએ કૈરેકસનું ઓપરેશન સંભાળતાની સાથે જ બિઝનેસ પ્રોફિટમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. તેમના નેતૃ્ત્વમાં કંપનીનો નફો 65 ટકા વધી 121 કરોડ થઈ ગયો છે. જયારે કંપનીની રેવન્યૂ વધીને 612 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ આંકડો કંપનીના 30 જૂને પુરા થયેલા કવાર્ટરના રિઝલ્ટમાં બહાર આવ્યો છે. વર્ષ 2014થી અત્યાર સુધીમાં કંપનીની રેવન્યુ અને પ્રોફીટ સતત વધી રહ્યા છે. 30 જૂને પુરા થયેલા કવાર્ટર બાદ કેરૈકસ વિશ્વની નંબર વન કોન્ડમ બનાવનારી કંપની બની ગઈ છે.

સરકારી ઓડર્સે કરાવ્યા માલામાલ

કૈરેક્સ, ડયુરેક્સ સહિત વિશ્વની ઘણી કોન્ડમ કંપનીઓ માટે કોન્ડમ તૈયાર કરે છે. ગત વર્ષે કંપનીને ગ્લોબલ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી બલ્ક ઓર્ડર મળ્યો, જેના કારણે કંપનીનું પ્રોડકશન ત્રણ ગણું વધ્યું. પોતાના હરિફને ટક્કર આપવા માટે કંપનીએ પ્રોફીટ ઓછો રાખવાનું નક્કી કર્યું છે. બલ્કમાં સરકારી ઓર્ડર મળવાને કારણે કૈરેકસે ઓછા નફામાં સારી કમાણી કરી. ગોના જણાવ્યા પ્રમાણે કૈરેકસે પ્રોડકટની ક્વોલિટી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરી નથી.

મોટી કંપનીઓનું અધિગ્રહણ

કૈરેકસ સીઈઓ ગોએ કંપનીને આગળ લઈ જવા માટેની રણનીતી પર કામ શરૂ કર્યું છે. તેના ભાગરૂપે મોટી કોન્ડમ કંપનીઓનું અધિગ્રહણ કરવાનું શરૂ કર્યું છે. કૈરૈકસે હાલમાં જ યુકેની મોટી કોન્ડમ બ્રાન્ડ પૈસેનેટનું અધિગ્રહણ કર્યું છે. કંપનીની યોજના હવે થાઈલેન્ડ અને શ્રીલંકાની મોટી કોન્ડમ કંપનીને ખરીદવાની છે. કૈરેકસનો દાવો છે કે પ્રોડકટની સારી ક્વોલિટી હોવાને કારણે કંપનીને વર્લ્ડવાઈડ સારો રિસપોન્સ મળી રહ્યો છે.


Courtesy: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!