જે ગાડી નું સપનું દરેક કોઈ જોતા હોય છે, આજે પડેલી છે કચરામાં, જાણો શા માટે?

0

આજકાલ ના યુવાઓ માં બાઈક નો ખુબ જ ક્રેઝ છે અને બાઈક જો રૉયલ એનફિલ્ડ હોય તો વાત પોતાની જાતે જ ખાસ બની જાતિ હોય છે. દુનિયાભરમાં આ બાઈક ખુબ જ ફેમસ છે. ખુબ લાંબા સમય થી આ બાઈક લોકો ની પહેલી પસંદ બની ગઈ છે. અમુક સમય પહેલા રૉયલ એનફિલ્ડ કલાસિક 500 પેગાસન ના લગભગ 250 મૉડેલ ભારતમાં વહેંચાયા હતા. જેવું કે તમે જાણો છો કે લોકો ને આ બાઈક કેટલી હદ સુધી પસંદ છે જેને લીધે જ આ બાઈક માર્કેટ માં આવતા જ વહેંચાઈ ગઈ છે. રૉયલ એનફિલ્ડ ના આ મૉડેલ ની કિંમત 2.50 લાખ રૂપિયા છે. એવામાં જો આટલી કિંમત ચૂકવીને ખરીદેલી બાઈક ની સાર સંભાળ પણ લોકો કરતા જ હોય છે. પણ આજે અમે તમને એક વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાની બાઈક ની દેખભાળ કરવાને બદલે આટલી મોંઘી બાઈક ને ઉકરડા ના ઢગલા માં ફેંકી દીધી.

સાંભળવા માં તમને થોડું વિચિત્ર જરૂર લાગશે, પણ આ એકદમ સાચી વાત છે. જણાવી દઈએ કે આ વ્યક્તિ નું નામ ધીરજ જરુઆ છે. ધીરજ હાલના દિવસો માં સોશિયલ મીડિયા પર પોતાના આ કિસ્સા ને લીધે ખુબ વાઇરલ થઇ રહ્યો છે. જયારે લોકોને બાઈક ને આ પ્રકારે ફેંકવા નું કારણ જાણવા મળ્યું તો લોકો વધુ હેરાન થઇ ગયા હતા.એનફિલ્ડ ના આ મૉડલ ની વહેંચણી એટલી વધી ગઈ કે કંપની ની વેબસાઈટ જ ક્રેશ જ થઇ ગઈ જેના લીધે તેની વહેંચણી માટે બીજી તારીખ ની ઘોષણા કરવામાં આવી હતી.

પણ તેના અમુક દિવસ પછી કંપની એ એક બીજા મૉડેલ ક્લાસિક સિગ્નલ્સ 350 એડિશન બહાર પાડ્યું જેનાથી પેગાસસ ને લઈને લોકોની દીવાનગી ઓછી થવા લાગી. જેવું કે અમે પહેલા જ જણાવી દીધું હતું કે પેગાસસ ની કિંમત લગભગ 2.50 લાખ રૂપિયા છે જયારે ડ્યુએલ ચેનલ એબીએલ ની કિંમત તેનાથી 60 હજાર રૂપિયા ઓછી છે.

બસ આને લીધે જે ધીરજ ને લાગ્યું કે તેને નુકસાન થયું છે. તે ખુદને છેતરાઈ ગયેલો સમજવા લાગ્યો અને ગુસ્સા માં તેમણે પોતાની બાઈક ને ઉકરડા ના ઢગલા માં ફેંકી દીધી.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here