.. જ્યારે ખાવાનુ છોડીને પ્લેન યાત્રીઓ નો જીવ બચાવવા પહોંચ્યા હતા અટલ બિહારી વાજપેય

0

છ દાયકા સુધી ભારતીય રાજનીતિ ના સ્તંભ રહેલા ભારત ના પૂર્વ પ્રધાનમંત્રી રહેલા અટલ બિહારી વાજપેય દિલ્હી ની એઇમ્સ હોસ્પિટલમાં છે જ્યાં તેની હાલત ગંભીર છે. દેશ ના સૌથી લોકપ્રિય રાજનેતાઓ માં થી એક અટલ બિહારી વાજપેયી ના રાજનીતિક જીવન ના એવા ઘણા દિલચસ્પ કિસ્સાઓ છે જે આજે પણ તેના સાથીઓ પાસે સાંભળવા મળે છે. અટલજી ના ખાસ મિત્ર અને રાજનીતિક સાથી લાલજી ટંડન એ તેના કિસ્સાઓ કહ્યા. અટલજી મહાન વ્યક્તિ હતા

લાલજી ટંડને કહ્યુ, ‘મને એક માણસ પણ એવો નથી મળ્યો જેણે એમ કહ્યુ હોય કે હું અટલજી પાસે ગયો અને તેને મળી ન શક્યો. તેણે એક પ્રસંગ ને યાદ કરતા કહ્યુ કે તે દિવસો માં દેશ માં રામ જન્મભૂમિ આંદોલન ચાલી રહ્યુ હતુ અને અટલજી લખનઉ ના સાંસદ હતા.’

યુપી માં રાષ્ટ્રપતિ શાસન લાગ્યુ હતુ

વાજપેયી મીરાબાઈ રોડ ના ગેસ્ટહાઉસ માં રોકાતા હતા. એક વખત અટલજી જે રૂમ માં હતા, તેની બહાર લાલજી ટંડન અને બીજા બીજેપી નેતા ઉભા હતા.
તે દરમ્યાન લખનઉ ના તત્કાલીન ડીએમ અને રાજ્યપાલ મોતીલાલ વોહરા ના સલાહકાર ગભરાઈ ને ગેસ્ટહાઉસ પહોંચ્યા. ડીએમ એ ગભરાહટ માં લાલજી ટંડન ને કહ્યુ કે તેને અટલજી સાથે મુલાકાત કરવી છે. બીજેપી નેતાઓ એ કહ્યુ કે અટલજી ભોજન કરે છે પછી મુલાકાત થઈ શકશે પણ આપાત સ્થિતિ હોવાને લીધે તેઓ દરવાજો ખોલી ને અંદર દાખલ થઈ ગયા. અચાનક પહોંચેલા ડીએમ ને જોઈ ને અટલજી બોલ્યા, ‘કેમ આવ્યા ડીએમ સાહેબ, કાંઈ વિશેષ.’

વિમાન હાઇજેક થયા વિશે જણાવ્યુ

ડીએમ એ કહ્યુકે એમોસી એરપોર્ટ પર એક યુવકે વિમાન હાઇજેક કરી લીધુ છે અને તેના હાથ માં બૉમ્બ જેવી કંઈક વસ્તુ છે. અને તેણે વિમાન ઉડાવા ની ધમકી આપી છે અને કહ્યુ કે અટલ બિહારી વાજપેયી આવશે તો હું બધા યાત્રીઓ ને છોડી દઈશ.
ડીએમ કાંઈ બોલે તે પહેલા અટલજી ખાવાનુ છોડી અને ડીએમ સાથે જવા તૈયાર થઈ ગયા. તે સમયે લખનઉ માં ફક્ત એક હવાઈ પટ્ટી હતી તેથી અટલજી બધા સાથે એરપોર્ટ ના એક ટાવર પર પહોંચ્યા. ત્યાં થી વિમાન માં સંપર્ક થયો એટલે અટલજી એ હાઇજેક કરવા વાળા યુવક સાથે વાત શરૂ કરી.

કાર માં હાઇજેકર ને મળવા પહોંચ્યા

હાઇજેકરે અટલજી નો અવાજ સાંભળ્યો અને કહ્યુ કે તમે અટલ બિહારી વાજપેયી નથી. અટલજી કંઈ વિચાર્યા વિના ડીએમ ને વિમાન પાસે જવાની વ્યવસ્થા કરવા કહ્યુ. એક કાર માં અટલજી, લાલજી ટંડન, રાજ્યપાલ ના સલાહકાર અને જિલ્લાઅધિકારી ના ચાર લોકો વિમાન સુધી પહોંચ્યા જે એરપોર્ટના કિનારે ઉભુ હતુ.

લાલજી ટંડન એ યુવક સાથે વાત કરી અને અટલજી ને વિમાન માં બોલાવ્યા. અટલજી પહોંચ્યા તો લાલજી ટંડન એ કહ્યુ કે વાજપેયી આટલા દૂર થી તને મળવા આવ્યા છે તેને પગે તો લાગ. આટલુ કહેતાજ યુવક અટલજી ને પગે લાગવા ઝુક્યો, તુરંત ત્યાં રહેલા પોલીસ અધિકારી એ તેને જકડી લીધો. તે દરમ્યાન એ યુવકે તેના હાથ માં રહેલ સુતેણી ના ગુછા ને ફેંકતા કહ્યુ કે તેની પાસે કોઈ બૉમ્બ નથી, તે ફક્ત તેને બતાવવા માંગતો હતો કે દેશ માં રામ જન્મભૂમિ આંદોલન ને લઇ ને કેટલો આક્રોશ છે.

વિમાન માં ગભરાયેલા મળ્યા સીતારામ કેસરી

યુવક ની ધરપકડ પછી, અટલજી વિમાન માં બેઠેલા અન્ય યાત્રીઓ ની સ્થિતિ સમજી ચુક્યા હતા. તેમણે વિમાન માં રહેલા બધા લોકો ને મળવાનુ શરૂ કર્યુ તો એક સીટ પર વરિષ્ઠ કોંગ્રેસ નેતા સીતારામ કેસરી પણ બેઠેલા હતા. ગભરાયેલા સીતારામ કેસરી ના હાથ-પગ ધ્રુજતા હતા, તે દરમ્યાન અટલજી પહોંચ્યા અને તેની હિંમત બંધાવી. કેસરીજી એ જ્યાં પોતાની દિલ્હી ની યાત્રા રદ કરી દીધી ત્યાં અટલજી આ પુરા ઘટનાક્રમ ની વચ્ચે ટ્રેન છૂટી જવાને લીધે દિલ્હી ન જઈ શક્યા.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here