જયમાળા સમયે દુલ્હને દુલ્હામાં જોયું કઈક આવું, તરત જ લગ્ન માટે કરી દીધો ઇનકાર, દુલ્હન વગર જ પરત ફરી બારાત…..

0

એક અજીબ મામલો સામે આવ્યો છે, દુલ્હને વરમાળાના સમયે જેવો જ દુલ્હાને જોયો કે તે જ સમયે દુલ્હને લગ્ન કરવાનો ઇનકાર કરી નાખ્યો હતો. બારાતીઓને દુલ્હન વગર જ ઘર પરત ફરવું પડ્યું હતું.  એક રીપોર્ટની જાણકારી અનુસાર આ મામલો ઉત્તરપ્રદેશના મહોબા જીલ્લાનો છે. અહી ઈંદ્રાહટા ઇલાકામાં રહેતા જગદીશ અહિરવારે પોતાની દીકરીના લગ્ન ટીમકગઢના આલમપુરા ગામમાં રહેતા ધર્મેન્દ્ર અહિરવાર સાથે નક્કી કર્યા હતા, પણ છોકરી પક્ષનું કહેવું છે કે તેમની સાથી ધોખો થયો છે. લગ્ન પહેલા તેને કોઈ બીજો યુવક બતાવામાં આવ્યો હતો જ્યારે લગ્ન સમયે દુલ્હો બનીને કોઈ બીજો જ યુવક આવી ગયો હતો.        જો કે લગ્ન પહેલા યુવતીએ પોતાના થનારા દુલ્હાને જોયો જ ન હતો, પણ છોકરા પક્ષના લોકોએ લગ્ન નક્કી કરતી વખતે દુલ્હાની ફોટો જરૂર બતાવી હતી. તેને લીધે યુવતીને પણ દુલ્હાના ચેહરાની ઓળખ હતી. છોકરીના ઘરે બારાત પહોંચ્યા બાદ સૌથી પહેલા ટીકા કરવાની રસમ થઇ હતી. બાદમાં દુલ્હા અને દુલ્હનને વરમાળા માટે સ્ટેજ પર બોલાવામાં આવ્યા હતા.   દુલ્હાએ દુલ્હનને જયમાળા પહેરાવી, પણ જેવી જ દુલ્હને દુલ્હાને માળા પહેરાવવા માટે પોતાનું મસ્તક ઊંચું કર્યું તો તે એકદમ જ સ્તબ્ધ થઇ ગઈ. જેના બાદ દુલ્હને બધાની સામે માળા પહેરાવવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે હું આ લગ્ન નહિ કરી શકું. દુલ્હનની આ વાત પર જાણે કે અફરા-તફરી મચી ગઈ. તેના બાદ દુલ્હનને મનાવાની ખુબ કોશિશ કરવામાં આવી પણ તે એક ની બે ન થઇ. બાદમાં બારાત દુલ્હન વગર જ પરત ફરી હતી.    છોકરો અને છોકરી પક્ષની વચ્ચે ખુબ મતભેદ થયો, પણ યુવતી નાં લોકોએ એક વાત ન સાંભળી અને આરોપ લગાવ્યો કે તે લોકો ખોટું બોલ્યા છે અને દુલ્હાને બદલી નાખ્યો છે. દુલ્હો બદલવાને લીધે આ રિશ્તો તૂટી ગયો છે. આખરે બારાતને દુલ્હન વગર જ પોતાના ઘરે જવું પડ્યું હતું. તમને જણાવી દઈએ કે આ પહેલી ઘટના નથી. મોટાભાગે આવી ઘટનાઓ સામે આવતી રહે છે, જ્યાં દુલ્હો બદલી નાખવામાં આવતો હોય છે તો ક્યારેક દુલ્હન.   

લેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!