જસોદાબેને આપ્યું પ્રધાનમંત્રી ને લઈને આ મોટું મંતવ્ય, ભાષણ સાંભળીને લોકોએ વગાળી તાળી…..

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન હાલના દિવસોમાં ઉત્તરાખંડના હલ્દ્વાની શહેરમાં આવેલા છે. અહીં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે પ્રધાનમઁત્રીને લઈને એક મોટું મંતવ્ય આપ્યું છે.
ભારત માતા કી જય, વંદે માતરમ ઉદ્ઘોષની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ધર્મપત્ની જસોદાબેન મોદીએ કહ્યું કે દેશ આગળ વધે, મોદી આગળ વધે બસ એજ કામના છે, કહ્યું-બેટી બચાઓ, બેટી ભણાવો સંદેશને લોકો સુધી પહોંચાડીને દીકરીઓ ને સમ્માન અપાવો. તેના ભાષણ પર લોકોએ ખુબ જ તાળીઓ પાડી હતી.
અહીં કલાઢુંગી રોડ પર સ્થિત સમાજ સંસ્થા ના બીજા સ્થાપના દિવસ સમારોહની મુખ્ય અતિથિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પત્ની જસોદાબેને ગુજરાતી ભાષામાં લોકોને સંબોધીને આ વાત કહી હતી. તેના ગુજરાતી ભાષામાં કરવામાં આવેલા સંબોધનનું હિન્દી રૂપાંતરણ તેના ભાઈ અશોક મોદીએ કર્યું હતું.
જસોદાબેને કહ્યું કે ‘એક સમાજ શ્રેષ્ઠ સમાજ, સમાજ સેવા નું જે કામ કરી રહ્યા છે તેને આગળ વધારવા માટે સમાજના લોકોને પણ તેઓનો સહયોગ કરવો જોઈએ. દરેકનો એક જ સૂત્ર હોવો જોઈએ કે બેટી બચાઓ, ને ભણાવો જેથી નારી શક્તિ આગળ વધે. તેમણે પોતાના મંતવ્યની શરૂઆત બે વાર ભારત માતા કી જય અને વંદે માતરમ ની સાથે કરી હતી.
સમાજ સેવી તનુજા જોશી એ જશોદાબેનનું સ્વાગત કુમાઉંની રીત રિવાજો થી કર્યું હતું. તેમણે જશોદાબેન અને અન્ય પરિવારની મહિલા સદસ્યો ને તિલક, ચંદન લગાવીને કુમાઉંની રંગોળી ઓઢણી પહેરાવીને સમ્માનિત કર્યા હતા.
બપોરના  એક વાગે તે ભાઈ અશોક મોદી, ભત્રીજી તૃષ્ણા મોદી અને ભાભી યશોદા મોદી ની સાથે કારથી અહીં પહોંચી હતી.જસોદાબેને મંદિરમાં પૂજા અર્ચના કરી અને હનુમાન ચાલીસા નો પાઠ કર્યો. આ મૌકા પર દિનેશ અગ્રવાલ, અતુલ અગ્રવાલ, સંગીતા અગ્રવાલ, પવન અગ્રવાલ, રાજેન્દ્ર ગોયલ, પ્રેમ જૈન, અતુલ અગ્રવાલ, અર્પણ અગ્રવાલ, અમિતા,સંજીવ જિંદલ, કેએમ સતી વેગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here