જાપાનમાં ચલાવવામાં આવી બિલાડીઓ માટે સ્પેશીયલ ટ્રેઈન, જાણીને દંગ રહી જાશો….

0

રવિવારે જાપાનમાં બિલાડીઓ માટે સ્પેશીયલ ટ્રેઈન ચલાવવામાં આવી હતી.

જાપાન વિશે કહેવામાં આવે છે કે ત્યાના લોકો બિલાડીઓને ખુબ જ ચાહે છે. રવિવારે બિલાડીઓ માટે સ્પેશીયલ ટ્રેઈન ચલાવીને જાપાને આ બાબતની સાબિતી આપી દીધી છે.

કેન્દ્રીય જાપાનનાં ઓગાકીમાં રવિવારના દિવસે લોકોએ મળીને રેલ્વે ઓપરેટર સાથે મળીને એક લોકલ ટ્રેઈન ચલાવી હતી, જેમાં પહેલા દિવસે 40 મુસાફરોએ મુસાફરી કરી હતી. ખાસ વાત એ છે કે આં 40 યાત્રીઓએ 30 બિલાડીઓ સાથે સફર કર્યું હતું.

લોકોને જાગૃત કરવા માટે ચલાવવામાં આવી હતી આ ટ્રેઈન.

યાત્રીઓએ આ મૌકા પર બિલાડીઓની સાથે ખુબ મસ્તી કરી હતી. જાપાનમાં આ પ્રકારની ટ્રેઈન ચલાવવાનો ખાસ મકસદ બિલાડીઓની હત્યા રોકવા માટે લોકોને જાગૃત કરવા માટે કરવામાં આવ્યું હતું. આ આયોજનથી થયેલી કાઈ પણ કમાણી, તે શહેરની બિલાડીઓની દેખભાળ કરવા માટે ખર્ચ કરવામાં આવશે. પશ્ચિમી જાપાનના એક યાત્રી ‘મીકીકો હયાશી’ એ આ બાબતમાં કહ્યું કે, ‘મને એવું લાગે છે કે આ આયોજનથી મોટા ભાગના લોકો જાગૃત થશે અને બિલાડીઓની હત્યા નો પ્રયાસ પણ રોકી શકાશે’.

ટ્રેઈનમાં બિલાડીઓની સાથે મસ્તી કરતા મુસાફરો.

જાપાનમાં બિલાડીઓની રખરખાવ જાતીની સંખ્યા વર્ષ 2016 માં 72,624 હતી, જ્યારે 2004 માં 237,246 હતી. તેનાથી અનુમાન લગાવી શકાય છે કે વર્ષ 2004 થી લઈને 2016 સુધીની બિલાડીઓની સંખ્યા ખુબ ઓછી થઈ ગઈ છે. જાપાનમાં હાલ બિલાડીઓની સંખ્યા 9.8 મિલિયન જેટલી છે. જણાવી દઈએ કે આ કાર્યક્રમનું આયોજન યોરો રેલ્વે કંપની લીમીટેડ અને એક ગૈર-સરકારી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું.

Story Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.