જાપાનીઝ પેનીસ ફેસ્ટિવલ.. એક અનોખો તહેવાર જ્યાં થયા છે પેનીસની પૂજા

0

દરેક દેશમાં અલગ અલગ ઉત્સવો ઉજવવામાં આવે છે, હોળી, દિવાળી, ક્રિસમસ જેવા તહેવારોને ધામધુમથી મનાવતા આપણે જોયા છે, પણ આજે અમે તમને એક એવા તહેવાર વિષે જણાવવા જઈ રહ્યા છે જે વાંચી તમને પણ થશે નવાઈ. ભારતમાં કદાચ આ તહેવાર તો શું એ તહેવારનું નામ પણ બોલતા અચકાઈ જવું પડે. પણ આ એક સત્ય હકીકત છે.

અમે વાત કરી રહ્યા છીએ જાપાનમાં ઉજવાતા એક અનોખા તહેવારની. જેનું નામ છે “જાપાનીસ પેનીસ (શિશ્ન) ફેસ્ટીવલ”. આપણને વિચિત્ર લાગતો આ તહેવાર જાપાનમાં ઘણી ધામધુમથી ઉજવવામાં આવે છે. અને આ તહેવારમાં માત્ર પુરષો જ નહિ સ્ત્રીઓ પણ ખુબ જ ઉત્સાહથી ભાગ લે છે.

આ તહેવાર ઉજવવા પાછળનું એક ખાસ કારણ સંતાન પ્રાપ્તિ તથા એચ.આઈ.વી. જેવા રોગો સામે રક્ષણ મેળવવાની પ્રાથના કરવાનું છે. આ તહેવારની ઉજવણી જોતાં આપણને ભારતમાં ઉજવાતા ગણેશ ચતુર્થીની યાદ ચોક્કસ આવે. કારણકે આ દિવસે ત્યાંના લોકો પેનીસ આકારની એક મોટી મૂર્તિ બનાવી તેને ખુબ જ ધામધુમથી શહેરની ગલીઓમાંથી લઈને એક મંદિર સુધી પહોચે છે. મંદિરની અંદર મંદિરનો ઘંટ (બેલ) પણ પેનીસ આકારનો જ રાખવામાં આવે છે. કેટલીક મહિલાઓ પેનીસ આકારની જ નાની મૂર્તિ બનાવી અને પોતાના ખોળામાં લઇ અને ચાલે છે, આજુબાજુ ઊભેલા લોકો પણ એ પેનીસ ઉપર હાથ ફેરવી શુભાશિષ (બ્લેસિંગ) આપતા હોય છે. અને મહત્વની વાત એ છે કે આ તહેવારમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહે છે, અને દૂર દૂરથી આ તહેવારનો આનંદ માણવા લોકો આવતા હોય છે.

આ તહેવાર દરવર્ષે એપ્રિલ મહિનામાં જાપાનમાં આવેલા કાવાસાકી સ્થિત ક્નામા ખાતે પહેલા રવિવારે ઉજવવામાં આવે છે, અને આ તહેવારની એક ખાસ વાત એ છે કે આ દિવસે બજારમાં વેચાતી ચોકલેટ, લોલીપોપ અને મીણબત્તી પણ પેનીસના આકારનો જ બનાવવામાં આવે છે, અને સ્ત્રીઓ પણ તેને રસપૂર્વક ખાતી હોય છે.

આ તહેવાર ઉજવવા પાછળ પણ એક દંત કથા રહેલી છે. ૧૭મી સદીની આ કથા છે. એ સમય દરમિયાન તિક્ષ્ણ દાંતવાળો એક રાક્ષસ એક સ્ત્રીની યોનીમો જ રહેવા લાગે છે, અને એ સ્ત્રી કોઈ પુરષ સાથે લગ્ન કરી જે રાત્રે સંબંધ બનાવવા જાય ત્યારે તે રાક્ષસ પુરુષના શિશ્નને પોતાના દાંતથી કાપી નાખતો હતો. બે પુરુષોના લિંગ આ રીતે એ રાક્ષસે તોડી નાખ્યા હતાં, આ રાક્ષસથી છુટકારો મેળવવા માટે સ્ત્રીએ એક યુક્તિ અજમાવી. એ સ્ત્રી એક લુહાર પાસે જઈ તેની મદદથી એક લોખંડનું લિંગ બનાવ્યું. જયારે એ લિંગનો સ્ત્રીની યોનીમાં પ્રવેશ થયો ત્યારે એ રાક્ષસના લિંગને કાપવા જતાં તેના જ દાંત તૂટી જાય છે, અને આ રીતે એ સ્ત્રી રાક્ષસથી છુટકારો મેળવે છે.

જાપાન પોતાનો એક આગવો સંસ્કૃતિક વારસો ધરાવે છે,જાપાની લોકો માટે તહેવારોનું પણ એક આગવું મુલ્ય રહેલું છે. તેઓ રીતી રીવાજો અને ધર્મોને ખુબ જ નિષ્ઠા પૂર્વક અનુસરે છે, અને આ દરમિયાન યોજાતા તહેવારોમાં પણ ખુબ જ ઉત્સાહથી ભાગ લેતા હોય છે.

લે. નીરવ પટેલ “શ્યામ”

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here