જાન્યુઆરી થી લઈને ડીસેમ્બર માં આ એક મહિનામાં જન્મેલી સ્ત્રીઓ હોય છે ખુબ જ આકર્ષક, જ્યાં જાય છે ત્યાં છવાઈ જાય છે, તમે કેવા?


ધર્મ ડેસ્ક,અમદાવાદઃ સ્ત્રી એક એવું પ્રાણી છે જેને જ્ઞાની-મહાજ્ઞાની પણ આજ સુધી સમજી શક્યા નથી તો માણસો ની વાત જ ક્યાંથી થઈ શકે. દરેક સ્ત્રી મા ભિન્નતા જોવા મળે છે જેમ કે તેમનો સવ્ભાવ, વિચાર, તેમના શોખ, બીજાઓ પ્રત્યે ની ભાવના વગેરે જેવી ચીજો સમજવામાં બહુ વાર લાગે છે. પણ ઘણી વાર એવું બને છે કે લોકો આ સમસ્યા માંથી બહાર નીકળવા અને એના સમાધાન માટે જ્યોતીષ લોકો નો સહારો લે છે અને જાણવાની કોશિષ કરે છે.

બીજી વાત એ કે મહિલાઓ ના આવા સારા કે ખરાબ સ્વભાવ તેના જન્મ ના આધારે નક્કી થાય છે. જેમ કે ક્યા મહિનામાં જન્મેલી સ્ત્રિઓ કેવી હોય છે, તેમના વિચાર, તેમની સમજ અને જીવનને લઇને તેમની પ્રાથમિકતાઓ શું હોય છે.


જાન્યુઆરી-ફેબ્રુઆરીમહિનામાંજન્મેલીસ્ત્રીઓઃ-
જે મહિલાઓનો જન્મ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં થયો છે તે મહિલાઓ દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે. ગોરા અથવા ઘઉવર્ણા રંગની આ મહિલાઓ અન્ય લોકોની વચ્ચે ખૂબ જ જલ્દી આકર્ષણુનું કારણ બની જાય છે. સામાન્ય રીતે આ મહિનામાં જન્મેલી મહિલાઓ ઘણી હદ સુધી પરાક્રમી હોય છે પરંતુ તેમને સૂવું અને આરામ કરવું પણ ખૂબ જ વધારે પસંદ હોય છે.
આ બંન્ને મહિનાઓમાંથી કોઇપણ એક મહિનામાં જન્મેલી સ્ત્રી ઉદાર વ્યક્તિત્વની હોય છે. તેમની અંદર શારીરિક સંબંધોને લઇને હમેશાં નિરાશાનો ભાવ રહે છે, જેના કારણે તેમની મેરિડ લાઇફમાં સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ મહિલાઓ માટે તેમનો પરિવાર સર્વોપરિ છે અને સાથે જ, ઘરે આવેલાં મહેમાનોના સત્કારમાં પણ તેઓ કોઇ પ્રકારની કસર નથી છોડતી. આ મહિલાઓની પીઠ પાછળ તેમના ખૂબ જ વખાણ થાય છે.
માર્ચ-એપ્રિલ મહિનામાં જન્મેલી સ્ત્રીઓઃ-

સંસ્કારી, વ્યવહાર કુશળ અને મૃદુભાષી આ સ્ત્રીઓ જ્યાં પણ જાય છે ખ્યાતિ પ્રાપ્ત કરે છે. આ સ્ત્રીઓ પોતાના હ્રદયમાં કોઇપણ વાત છુપાવીને નથી રાખતી, સ્પષ્ટ કહેવું અને સ્પષ્ટ સાંભળવું તેમની આદતોમાં સામેલ છે. આવી સ્ત્રીઓ ધનવાન તો હોય છે પરંતુ સાથે જ, પોતાના આકર્ષક સ્વરૂપને કારણે ખૂબ જ જલ્દી લોકો તેમને પસંદ પણ કરી લે છે.

આ સ્ત્રીઓ એક જ વાર પ્રેમ કરે છે અને પોતાના પ્રેમી માટે તે કંઇ પણ કરવા માટે તૈયાર થઇ જાય છે. આ સ્ત્રીઓ સ્વભાવથી જીદ્દી અને જટિલ હોય છે. આ સ્ત્રીઓને જો કોઇ વાત ખરાબ લાગ તો તે ક્યારેય ભૂલી શકતી નથી. જેના કારણે તેમના સંબંઘ ખરાબ થઇ જાય છે.
મે-જૂન મહિનામાં જન્મેલી સ્ત્રીઓઃ-

ભયંકર ગરમીવાળા આ બે મહિનાઓમાં જન્મ લેનાર મહિલાઓ પોતાના પરિવાર માટે જ જીવે છે. ગરમીમાં જન્મ લેવાના કારણથી તેમની અંદર ગુસ્સો ખૂબ જ વધારે હોય છે જે કોઇપણ સમયે બહાર નીકળી જાય છે. જો તેમને ગુસ્સો આવી જાય તો આ સ્ત્રીઓ કોઇપણની ચિંતા કરતી નથી.

આ મહિનામાં જન્મ લેનાર સ્ત્રીઓ અપેક્ષાકૃત વધારે કામુક, ચતુર અને મિલનસાર હોય છે. તેમનો વ્યવહાર પહેલી વારમાં જ લોકોને એટલો જોડી દે છે, જેના કારણે તેમના સંબંધ ખૂબ જ જલ્દી બની જાય છે. પરંતુ જેટલી જલ્દી આ સંબંધો બનાવે છે તેનાથી પણ વધારે તે પોતાના સંબંધોને ખરાબ પણ કરી લે છે.

જૂલાઈ-ઓગસ્ટ મહિનામાં જન્મેલી સ્ત્રીઓઃ-

વરસાદની ઋતુમાં જન્મ લેનાર આ સ્ત્રીઓ સર્વગુણ સંપન્ન અને પોતાના પરિવારનું ધ્યાન રાખનાર હોય છે. તેમના જીવનકાળમાં લગભગ બધી જ સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને દરેક જગ્યાએ તેમનો આદર પણ કરવામાં આવે છે.

ગૃહ કાર્યમાં દક્ષ આ મહિલાઓ સાફ રંગની હોય છે અને સાથે જ શાંત હોવાની સાથે ધૈર્યવાન પણ હોય છે. તેમની માટે નિયમ, કાયદા અને અનુશાસન જીવનની પ્રમુખ જરૂરિયાતો છે.

સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં જન્મેલીસ્ત્રીઓઃ-

શરદ ઋતુમાં જન્મ લેનાર આ સ્ત્રિઓ સૌભાગ્યશાળી હોય છે, જેમને જીવનનું લગભગ દરેક સુખ પ્રાપ્ત હોય છે. આ સ્ત્રીઓનો રંગ સામાન્ય કાળાશ અથવા ઘઉવર્ણો હોય છે. આ મહિનાઓમાં જન્મેલી મહિલાઓ ધનવાન તો હોય જ છે સાથે જ, કોઇપણ પ્રકારનો પરિશ્રમ કરવાથી ક્યારેય પાછળ પડતી નથી.

આ મહિલાઓ પોતાની કામ ભાવનાને દબાવીને રાખે છે જેના કારણે તેમને પેટ, લીવર સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકે, આ મહિલાઓ હસમુખ સ્વભાવની હોય છે પરંતુ તેમને ગુસ્સો પણ ખૂબ જ જલ્દી આવી જાય છે. જો તેમનું કોઇ કાર્ય પૂર્ણ ન થાય તો આ મહિલાઓ તે વાતને સહન કરી શકતી નથી.

નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં જન્મેલીસ્ત્રીઓઃ-

આ મહિનામાં જન્મ લેનાર મહિલાઓનું કદ, તેમની ગરદન નાની હોય છે અને સાથે જ, તેમનો રંગ પણ કાળાશ પડતો હોય છે. તેમની અંદર એક અજીબ પ્રકારનો ભય હમેશાં બરકરાર રહતો હોય છે જે તેમને ક્યારેય ફ્રી થવા દેતો નથી.

શારીરિક સંબંધો પ્રત્યે તેમનો રસ ખૂબ જ ઓછો હોય છે જેના કારણે તેમનો પાર્ટનર તેમનાથી નિરાશ રહે છે. મહેમાનોની આવભગત કરવી આ મહિલાઓને પસંદ આવતી નથી, આ માટે ક્યારેક-ક્યારેક તેમનો વ્યવહાર અપ્રિય થઇ જાય છે. આ મહિલાઓ ધન એંકઠું કરવામાં માહેર હોય છે, જેના કારણે તેમના પરિવારમાં પૈસાની તંગી ખૂબ જ ઓછી આવે છે. પોતાના પ્રિયજનો માટે તે ઢાલ બનીને ઉભી રહે છે.

Content Reference: DivyaBhaskar

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
1
Love
LOL LOL
1
LOL
Omg Omg
2
Omg
Cry Cry
1
Cry
Cute Cute
1
Cute

જાન્યુઆરી થી લઈને ડીસેમ્બર માં આ એક મહિનામાં જન્મેલી સ્ત્રીઓ હોય છે ખુબ જ આકર્ષક, જ્યાં જાય છે ત્યાં છવાઈ જાય છે, તમે કેવા?

log in

reset password

Back to
log in
error: