ભાત બપોરે ખવાય કે રાત્રે? જાણો શું છે આ 10 ચીજોને ખાવાનો સાચો અને ખોટો સમય……માહિતી વાંચો

દરેક કોઈનું ધ્યાન પોતાના સ્વસ્થ આહાર પર હોવું ખુબ જ જરૂરી છે. ઘણા લોકો આવું કરતા પણ હોય છે પણ તેઓને જાણ નથી હોતી કે કયો ખોરાક ક્યાં સમયે ખાવો જોઈએ જેનાથી તેઓને બે ગણો વધુ ફાયદો પહોંચે.

જેમ કે ઘણા લોકોનું માનવું છે કે ચોખા ને રાતના સમયે ખાવા ન જોઈએ કેમ કે તેને પચાવવું થોડું મુશ્કિલ હોય છે, પણ જણાવી દઈએ કે ચોખા જલ્દી જ પછી જાય છે અને તેને ખાવાથી ઊંઘ જલ્દી આવી જાય છે. આજે અમે તમને જણાવીશું કે તમારે ક્યાં સમયે કયો આહાર લેવો જોઈએ જેનાથી તમને ફાયદો જ ફાયદો થાય.

1. ચોખા:

ચોખા ને રાતે ખાવા જોઈએ કેમ કે તે આરામથી પચી પણ જાય છે અને તેને ખાવાથી ઊંઘ પણ સારી આવે છે. પણ વધુ પડતા ચોખા ખાવાથી બચવું જોઈએ. ચોખા ને બપોરે ખાવા ન જોઈએ કેમ કે તેનાથી બ્લડ શુગર અચાનક જ વધી જાય છે અને ઊંઘ આવવા લાગે છે.

2. દહીં:

દહીં હંમેશા દિવસમાં જ ખાવું જોઈએ જેનાથી પેટ હંમેશા દુરસ્ત રહે. તેને રાતે ખાવાથી બચવું જોઈએ કેમ કે તેનાથી શરદી-જુખામ અને કફ થવાનો ડર રહે છે.

3. ખાંડ:

ખાંડ ને દિવસમાં ખાવ કેમ કે ઇન્સ્યુલિન ખાંડ ને પ્રભાવી રૂપથી ગ્રહણ કરવાની ક્ષમતા રાખે છે અને આપણે તેને આરામથી પચાવી પણ શકીએ છીએ. પણ રાતે ખાવાથી બ્લડ શુગર લેવલ વધી જાય છે જેનાથી રાતે ઊંઘ યોગ્ય રીતે નથી આવતી.

4. કેળા:

તેને વર્કઆઉટ પછી ખાવું જોઈએ કેમ કે તે ખુબ જ એનર્જી આપે છે. તેને તમે બપોરમાં પણ ખાઈ શકો છો કેમ કે તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે. તેને સુતા પહેલા ન ખાઓ કેમ કે ઘણા લોકોને તેને ખાવા પર શરદી થઇ જાય છે.

5. દાળ અને કઠોળ:

સવારે અને બપોરે તેને ખાવાથી તેને આરામથી પચાવી શકાય છે અને ગેસ પણ નથી બનતો. તેને રાતે ખાવાથી પચવામાં મુશ્કેલી આવે છે સાથે જ ગેસ પણ બનવા લાગે છે.

6. અખરોટ:

તેને રાતે સુવાના સમયે સ્નૈક ના રૂપમાં ખાઓ કેમ કે તે મેલાટોનિન હોર્મોનના બનવાનું કામ કરે છે,જે ઊંઘ ઉત્પન્ન કરનારું હોર્મોન હોય છે.

7. અંજીર અને જલદારું:
તેને સવારે ખાવાથી શરીરનું મેટાબોલિઝમ્સ વધે છે અને પેટને ગરમી મળે છે. તેને રાતે ખાવું ન જોઈએ કેમ કે આ પેટમાં ગેસ બનાવે છે.

8. ચીઝ: તેને સવારે ખાઓ. કેમ કે સાંજના સમયે તેને ખાવાથી તેનું પાચન જલ્દી નથી બનતું.
9. દૂધ: તેને રાતે પીવું જોઈએ કેમ કે તેને પીવાથી ઊંઘ સારી આવે છે. જો કે તેને કોઈપણ સમયે પીવું બેસ્ટ માનવામાં આવ્યું છે.

10. કોફી:
તેને સવારે પીવું જોઈએ કેમ કે તે શરીરમાં ઉર્જા ભરી દે છે અને ઊંઘ ને ગાયબ કરી નાખે છે. તેને સાંજે 7 પછી પીવું તમારી ઊંઘને દૂર કરી શકે છે માટે તેને સાંજના સમયે પિવાનું ટાળો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!