જાણો શા માટે અને કેવી રીતે મનાવામાં આવે છે વેલેન્ટાઈન ડે, વાંચો વર્ષો પહેલાની આ સાચી કહાની….ક્લિક કરી વાંચો

0

ફેબ્રુઆરી મહિનો શરુ થતા જ યુવાઓ વેલેન્ટાઇન ડે મનાવાની તૈયારીઓ તેજ થઇ જાતી હોય છે. 14 ફેબ્રુઆરી નાં પહેલાનાં સાત દિવસ વેલેન્ટાઇન વીક મનાવામાં આવે છે. તેની શરૂઆત રોઝ ડે થી શરુ થાય છે. અને છેલ્લો દિવસ ‘કિસ ડે’ મનાવામાં આવે છે. આ 7 દિવસો બાદ 8 મો દિવસ વેલેન્ટાઈન ડે મનાવામાં આવે છે. દુનિયાભરમાં મનાવાતા આ ખાસ દિવસની શરુઆત ક્યારે અને કેવી રીતે થઇ અને શા માટે મનાવામાં આવે છે તેની જાણકારી અમે લાવ્યા છીએ.

વેલેન્ટાઇન ડે, એટલે કે પ્રેમ અને પ્રેમ કરનારાઓને સમર્પિત પ્યાર ભરેલો આ દિવસ ખુશીયોનું પ્રતિક માનવામાં આવે છે અને દરેક પ્રેમ કરનારા વ્યક્તિઓ આ ખાસ દિવસની કઈક અલગ જ અહમીયત રાખતા હોય છે. પ્રેમના ઈઝહારના તૌર પર પોતાના જજ્બાતોને શબ્દોમાં બયા કરવા માટે આ દિવસની પ્રેમ કરનારાઓને ખુબ આતુરતાથી વાટ જોતા હોય છે.

શા માટે મનાવામાં આવે છે વેલેન્ટાઇન ડે:

કહેવામાં આવે છે કે વેલેન્ટાઇન ડે નું નામ રોમ નાં એક પાદરી સંત વેલેન્ટાઈન નાં નામ પર રાખવામાં આવ્યું હતું. રોમ સામ્રાજ્ય માં ત્રીજી સદી માં કલોડીયસ નામનો એક રાજાનું શાસન હતું. કલોડીયસનું માનવું હતું કે લગ્ન કરવાથી પુરુષોની શક્તિ અને બુદ્ધિ ખત્મ થઇ જાતી હોય છે. પોતાની આ સોચને લીધે પુરા રાજ્યમાં આદેશ કરવામાં આવ્યો કે તેના રાજ્યમાં કોઈ પણ સૈનિક કે અધિકારી લગ્ન નહી કરે. પણ સંત વેલેન્ટાઈને કલોડીયસનાં આ આદેશનો સખ્ત વિરોધ કર્યો હતો અને પુરા રાજ્યમાં લોકોને લગ્ન કરવા મારે પ્રેરિત કર્યા હતા. સંત વેલેન્ટાઇને ઘણા એવા સૈનિકો અને અધિકારોના લગ્ન કરાવ્યા હતા.

જ્યારે રાજા સુધી આ વાતની ખબર પહોંચી, તો તેને ખુબ ગુસ્સો આવ્યો. પોતાના આદેશનો વિરોધ થતો જોઇને કલોડીયસે સંત વેલેન્ટાઈન ને બંદી બનાવાનો આદેશ આપ્યો હતો. તેના બાદ તેને ગિરફ્તાર કરીને રાજાનાં આદેશ પર 14 ફેબ્રુઆરી સન 296 નાં રોજ ફાંસી પર ચઢાવી દેવામાં આવ્યા હતા. ત્યારથી જ તેમની યાદોમાં વેલેન્ટાઇન ડે નો તહેવાર મનાવામાં આવે છે.

કેવી રીતે મનાવામાં આવે છે વેલેન્ટાઈન વિક?:

વેલેન્ટાઈન વિક માં હફ્તામાં અલગ-અલગ દિવસને અલગ-અલગ તરીકાથી મનાવામાં આવે છે. 7 ફેબ્રુઆરીએ ‘રોઝ ડે’ પર એક બીજાને ગુલાબનું ફૂલ ભેંટ આપવામાં આવે છે. 8 ફેબ્રુઆરી પર ‘પ્રપોઝ ડે’ પર પોતાના પ્રેમનો ઈઝહાર કરવામાં આવે છે. 9 ફેબ્રુઆરી નાં રોજ પ્રેમી કપલ્સ એક-બીજાને ચોકલેટ આપીને ‘ચોકલેટ ડે’ નાં રૂપમાં મનાવામાં આવે છે. તેના બાદ ‘ટેડી ડે’ મનાવામાં આવે છે, જેમાં ટેડી બીયર કે પછી તેને મળતા સોફ્ટ ટોયસ ભેટમાં આપવામાં આવતા હોય છે.

11 ફેબ્રુઅરીએ પ્રોમિસ ડે પર પ્રેમ ભરી કસમો ખાવામાં આવે છે, અને એક-બીજાનો સાથ નિભાવાની પ્રોમિસ કરાવામાં આવે છે. હવે આટલું બધુ કર્યા બાદ પોતાના પ્રેમી સાથે એક હગ કરવું તો બને જ છે. માટે 12 ફેબ્રુઆરી નાં રોજ ‘હગ ડે’ મનાવામાં આવે છે, અને ઠીક તેના પછીના દિવસ 13 ફેબ્રુઆરી નાં રોજ ‘કિસ ડે’ મનાવામાં આવે છે, અને આખરે અંતે 14 ફેબ્રુઆરી નાં રોજ ‘વેલેન્ટાઈન ડે’ ની કપલ્સ પુરા જોશમાં ઉજવણી કરે છે.

તમે શું વિચાર્યું છે, કેવી રીતે ઉજવશો તમારો વેલેન્ટાઇન ડે તમારા પ્રેમી સાથે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!