જાણો શા માટે કરવી પડે છે સિઝેરિયન ડિલેવરી…..બધી જ માહિતી વાંચો

સિઝેરિયન ડિલિવરી થી પેટ બહાર નીકળવા ની અને કમર દર્દ ની સમસ્યા નથી થતી.

પ્રેગનેન્સી ને દરમિયાન મહિલા એ ઈચ્છે છે કે એમની ડિલિવરી સામાન્ય થાય. પણ ઘણી વખત મા અને બાળક ના સ્વાસ્થ્ય ને ખતરા ને જોઈ ઓપરેશન કરવું પડતું હોય છે.આ છે પ્રક્રિયા:

આ પ્રક્રિયા માં પેટ પર ચીરા લગાવી ને બાળક ને ગર્ભાશય થી બહાર કાઢવા માં આવે છે. સામાન્ય પ્રસવ માં મહિલા ને 24 કલાક માં હોસ્પિટલ માંથી રજા આપી દેવા માં આવે છે પણ સિઝેરિયન માં ઓછા માં ઓછા 5 દિવસ હોસ્પિટલ રેહવું પડે છે.

1. ગર્ભવતી મહિલા નું બ્લડપ્રેશર વધવા કે દૌરા પડવા ની સ્થિતિ માં સિઝેરિયન ઓપરેશન કરવા માં આવે છે નહીં તો મગજ ની નશ ફાટી શકે છે અને લીવર કે કિડની ખરાબ થઈ શકે છે.

2. નાના કદ વાળી મહિલાઓ ના નિતંબ નું હાડકું નાનું હોવા ને કારણે બાળક સામાન્ય રીતે નથી થઈ શકતા.

3.ઘણી વખત દવાઓ ને કારણે બચ્ચેદાની નું મોઢું નથી ખુલી શકતું,એવા માં સર્જરી કરવી પડતી હોય છે. વધારે લોહી વહેવા પર પણ સિઝેરિયન ઓપરેશન કરવા માં આવે છે. બાળક ની ધડકન ઓછી હોવા પર કે ગર્ભનાળ ગળા માં વીંટળાયેલ હોવા થી, બાળક ઊંધું ,કમજોરી કે લોહી ઓછું હોવા પર પણ આ ઓપરેશન થાય છે .

4.બાળક પેટ માં જ જ્યારે ગંદુ પાણી છોડી દે જેને મિકોનીયમ કહે છે, આ સ્થિતિ માં તુરંત ઓપરેશન કરી ને બાળક ની જાન બચાવી શકાય છે.

ભ્રમ અને ચિકિત્સકીય તર્ક

1. વધુ ઘી અને ચીકણું ખાવા થી સર્જરી નો ખતરો નથી રહેતો?
એનો સર્જરી થી કોઈ સંબંધ નથી. પણ વધુ તળેલ ખાવા થી મહિલા ના શરીર ને નુકશાન થઈ શકે છે.

2. પહેલું બાળક સિઝેરિયન હોય તો બીજું સામાન્ય નહીં થાય?
એવા માં સિઝેરિયન ની સંભાવના વધી જાય છે કારણકે બીજી વખત ની પ્રસવ ના દુખાવા વખતે ટાંકા ફાટવા નક ડર રહે છે.

3. સિઝેરિયન થી માં તેમજ બાળક વચ્ચે લાગણીઓ ઓછી થઈ જાય છે?
માં અને બાળક પર એનો કોઈ અસર નથી પડતો .
સર્જરી પછી તુરંત બાળક ને એની માં પાસે રાખવા માં આવેે છે.

4. સિઝેરિયન થી પેેેટ બહાર નીકળવા નો અને કમર દર્દ ની સમસ્યા થઈ જાય છે?
સિઝેરિયન માં લાગેલ ટાંકા 6-7 દિવસ માં ભરાય છે પણ મહિલાઓ વધુ દર્દ ની કારણે ચાલતી ફરતી નથી અને એનું પેટ બહાર આવવા લાગે છે. એના થી બચવા માટે ડોકટર એક અઠવાડિયા પછી વોક અને હળવા વ્યાયામ ની સલાહ આપે છે. કમરદર્દ બાળક ને ખોટા પોસ્ચર માં દૂધ પીવડાવવા થી થઈ શકે છે. એવું થવા પર ડોકટર નો સંપર્ક કરો.

5. ઓપરેશન થી જન્મેલ બાળક બીમાર રહે છે?
બાળક ની બીમારી નું સર્જરી થી કોઈ લેવું દેવું નથી. અને સમસ્યા હોય તો પણ એ વાત પર નિર્ભર રહે છે કે કયા કારણો સર ઓપરેશન કરવા માં આવ્યું છે.

6. સર્જરી વખતે બ્લડ ની જરૂર હોય છે?
એવા માં મહિલા ને રક્તસ્ત્રાવ વધુ થાય તો એમાં બ્લડ ની જરૂર પડી શકે છે.

7 સર્જરી પછી મહિલા ને 6 મહિના સુધી આરામ ની જરૂર હોય છે?
એવું નાથી હોતું, મહિલા રોજ ના કામ સાથે ડોકટર દ્વારા કહેલ વ્યાયામ પણ કરી શકે છે.

ન કરો માલિશ
સામાન્ય પ્રસવ થવા પર બીજા દિવસ થી મહિલા ના શરીર ની માલિશ કરવા માં આવે છે પણ સિઝેરિયન ડિલિવરી થવા પર ઓછા માં ઓછું 45 દિવસ સુધી માલિશ ન કરવી જોઈએ કારણકે એના થી સર્જરી ના ટાંકા માં પ્રભાવ પડે છે.જો કે શરીર ના અન્ય હિસ્સાઓ માં ધીરી માલિશ કરી શકાય છે.

સાફસફાઈ નું ધ્યાન રાખો.
સામાન્ય રીતે ઓપરેશન પછી મહિલાઓ પ્રસૂતા ના ટાંકા પાકવા ના ડર ને કારણે નાહવા ની મનાઈ કરી દેવા માં આવે છે, જે ખોટું છે એના થી સંક્રમણ થવા નો ખતરો વધે છે. એટલા માટે ડોકટર દ્વારા કહેલ મુજબ સાફ સફાઈ કરો.

ઓપરેશન ના ટાંકા
એ સમય એ લગાવેલ ટાંકા 6 7 દિવસ માં ભરાવવા લાગે છે. પણ લગભગ 6 મહિના સુધી ભારી વજન ઉઠાવવા થી બચવું જોઈએ. એ ટાંકા જલ્દી ભરાવવા માટે મોસંબી ,લીંબુ જેવી વિટામિન સી વાળી વસ્તુ ઓ ખાવી જોઈએ.

કામકાજ
ઓપરેશન ના ચાર પાંચ દિવસ પછી મહિલાઓ ઘર નું કામ કરી શકે છે પણ વજન ઉપાડવા જેવા કામ છ મહિના કરો.

નિયમિત દવાઓ

ડિલિવરી પછી મહિલા ને આયરન અને કેલ્શિયમ ની દવાઓ આપવા માં આવે છે. એને નિયમિત રૂપે મહિલાઓ એ લેવી જોઈએ નહીં તો કમરદર્દ ની તકલીફ થવા નો ડર રહે છે.

પૌષ્ટિક ખાણી પીણી
મા બનવા ઉપર દાળ, દહીં ,ટોફુ, સોયાબીન, પનીર ,બીન્સ અને અંકુરિત અનાજ જેવી પ્રોટીન યુક્ત વસ્તુઓ ડાઈટ માં ઉમેરવી જોઈએ.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!