જાણો શા માટે એક દીકરીએ કરાવ્યું તેમના જ પિતાને સ્તનપાન – વાંચો આગળ

એક એવી પેંટિંગ જેને આખા યૂરોપમાં ઈશ્વરી સત્તા, પવિત્રતા, માનવ મૂલ્ય અને પ્રેમના વચ્ચે વિવાદ કરી દીધો છે. આ પેંટીંગ યૂરોપના પ્રસિદ્ધ કલાકાર બારતોલોમિઓ એસ્તેબન મુરિલોએ બનાવી હતી અને આ તેમની ચર્ચિત પેંટીંગ્સમાંથી એક હતી. આ પેંટીંગમાં એક વૃદ્ધ માણસને એક મહિલાની સાથે સ્તનપાન કરતા બતાવાયુ છે.

આજે અમે આ પેંટીંગ  પાછળની સ્ટોરી પરથી પડદો ઉઠાવીને આપને માનવીય મૂલ્યોથી અવગત કરાવીશુ.  અમારુ માનવુ છે કે  વાસ્તવિકતા જાણ્યા પછી તમારા પણ વિચાર બદલાઈ જશે.

એક વૃદ્ધ માણસને જેલમાં આજીવન ભૂખ્યા રાખવાની સજા સંભળાવી. આ વૃદ્ધ માણસની એક દીકરી હતી જેણે પોતાના સજા મળેલ પિતાને રોજ મળવાની ઈચ્છા સરકારને બતાવી અને જેને સરકારે મંજૂર પણ કરી લીધી.  જેલમાં મળવાના સમયે જેલર છોકરીની ચકાસણી કરી લેતા હતા જેથી એ તેમના પિતા માટે ખાવા-પીવાનો સામાન ન લઈ જઈ શકે.

દરરોજ ભૂખ્યા રહેવાથી વૃદ્ધની હાલત દિવસોદિવસ ખરાબ થતી જઈ રહી હતી. પિતાની આ દશા દીકરીથી જોવાઈ નહી. બેહાલ થતા પિતાના મૃત્યુને નજીક આવતુ જોઈ છોકરી લાચારીના કારણે  ઉદાસ રહેતી.

પછી એક દિવસ તેને એક એવી વાત કરી જે જુદા-જુદા વિચારધારાના લોકો માટે પાપ અને પુણ્યનો મામલો બની ગયો. પ્રતિબંધના કારણે કઈક ન લઈ જવામાં અસમર્થ દીકરી લાચાર થઈ પિતાને સ્તનપાન કરાવવું શરૂ કરી દીધા. જેનાથી પિતાની હાલતમાં સુધાર થવા લાગ્યો. એક દિવસ પહેરેદારે તેને આવું કરતા પકડી લીધી અને શાસકની સામે રજૂ કરી.

આ ઘટનાએ સમાજમાં ખળભળાટ મચાવી નાખ્યો. લોકો બે જૂથોમાં વિભાજિત થઈ ગયા. એક જૂથ તેને પવિત્ર સંબંધનો દુરૂપયોગ કરી અપરાધ માની રહ્યું હતું. તો બીજુ જૂથ તેને પિતાના પ્રત્યે પ્રેમ અને સ્નેહની મહાન ભાવનાની મિશાલ બતાવી રહ્યું હતું. આખરે માન મૂલ્યની જીત થઈ અને બન્ને બાપ-દીકરીને મુક્ત કરી દીધા આ ઘટનાને પેંટરે કેનવાસ પર ઉતારી છે.

Source

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!