જાણો પાણી પીવાના આ 10 ફાયદાઓ, બચાવે છે હાર્ટ એટેક જેવી બીમારીઓથી….

0

મેટાબોલીઝમ્સ ઠીક કરે છે પાણી.

અમે જાણીએ છીએ કે આ આર્ટીકલનું ટાઈટલ વાંચીને તમને તમારા બાળપણની ટેક્સ્ટ બુક યાદ આવી ગઈ હશે. જેમાં અમુક સવાલો તો ઘૂમી ફેરવીને પૂછવામાં આવતા હોય છે. સાથે જ ટીચર પણ આપણને તે સવાલોને સોલ્વ કરવા માટે હોમવર્કમાં આપતા હોય છે. સારું તો બાળપણની વાત આવી છે તો બાળપણથી જ શરુ કરીએ.

 

શરૂઆતથી જ આપણને શીખવવામાં આવતું હોય છે કે વધુ પાણી પીવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. એજ સાંભળીને આપણે વધુ પાણી પીવા લાગતા હતા જેથી આપણે સ્વસ્થ અને સેહતમંદ રહી શકીએ. પણ શું તમે ક્યારેય એ જાણવાની કોશીસ કરી કે આખરે પાણી પીવાથી આપણા સ્વાસ્થ્યમાં એવું તે શું થાય છે, જેનાથી આપણને ફાયદો મળે છે.

તો ચલો આજે અમે તમને જણાવી દઈએ કે બાળપણથી લઈને આજ સુધી મળેલી પાણી પીવાની આ સીખની પાછળ અસલી કારણ શું છે.

1. દિમાગ રહે છે એક્ટીવ:

તમે મોટાભાગે ડોક્ટર્સને કહેતા સાંભળ્યું હશે કે આપણા શરીરમાં 70-80 % પાણી છે. જો કે આ વાત એકદમ સાચી છે. પાણી પીવાથી તમારા દિમાગમાં એકાગ્રતા આવી જાય છે જેનાથી તમારું દિમાગ ખુબ જડપે કામ કરવા લાગે છે.

2. સુંદર ત્વચા:

પાણી પીવાથી તમારી ત્વચા સાફ રહે છે અને તેમાં નમી બની રહે છે. જો તમે હર રોજ ખુબ પાણી પીઓ છો તો તેનાથી તમારી ત્વચા ખુબ મુલાયમ અને સ્વસ્થ બની રહેશે.

3. તેજીમાં વજન ઘટવું:

રોજ પીવામાં આવતા પ્રવાહી પદાર્થો જેવા કે ચા, કોફી, કોલ્ડ ડ્રીન્કસની જગ્યાએ તમે 10 દિવસ સુધી માત્ર ચા પીને જુઓ. તેનાથી તમારું વજન તેજીમાં ઓછુ થતું જોવા મળશે.

4. પાચન ક્રિયાનું વધવું:

રોજાના સવારે પાણી પીવાથી આપણા શરીરમાં પાચન ક્રિયા 25 થી 30 % જેટલી વધી જાય છે. જેના ફળ સ્વરૂપ શરીરને તાકાત મળવાની સાથે સાથે સ્ફૂર્તિનો પણ અહેસાસ થાય છે.

5. ઓવર ઇટીંગથી બચાવ:

તમે ક્યારેય નોટીસ કર્યું હોય તો ક્યારેય પણ તમે વધુ પાણી પીઓ છો તો તેનાથી ખોરાક ઓછો ખાઈ શકીએ છીએ. એવામાં તમે તેલતું જ ખાશો જેટલું તમારા માટે જરૂરી છે. આવી રીતે પાણી તમને ઓવર ઇટીંગથી બચાવે છે.

6. વિષ તત્વોને બહાર કાઢે છે:

તમે જટલું વધુ પાણી પીઓ છો તમારી ઉમર તેટલી જ ઓછી દેખાશે. આ તથ્ય બિલકુલ સત્ય છે. પાણી આપણા શરીરમાંનાં વિષેલા તત્વોને બહાર કાઢે છે. તેનાથી આપણે બુઢા થવાની સમસ્યાથી બચી જઈએ છીએ. સાથે જ અન્ય બીમારીઓથી પણ છુટકારો મળી શકે છે.

7. અન્ય બીમારીઓ:

તેના સિવાય શરીરમાં પાણી ની કમી થી ઘણી બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે. અને જો આ બધી બીમારીઓથી બચવું હોય તો ખુબ પાણી પીવું જોઈએ.

8. હાર્ટ એટેકની રોકથામ:

તમને જાણીને હેરાની લાગશે કે પણ રોજાના માત્ર 5 ગ્લાસ પાણી પીવાથી હાર્ટ એટેકની આશંકા પણ ઘણા હદ સુધી કમ થઇ જાય છે તો તરત જ પાણી પીવાનું શરુ કરી દો.

9. કોઈ ફાયદો નથી થતો:

રોજાના તમે ચા, કોફી, જ્યુસ અને એનર્જી ડ્રીન્કસ પાણી પીવાથી પૈસા તો ખર્ચ થાય જ છે. તેના સિવાય આ દરેકથી શરીરમાં કઈ ખાસ ફાયદો થતો નથી. પાણી પીવાથી તમારા પૈસા પણ બરબાદ નહિ થાય.

10. તો ક્યારથી શરુ કરી રહ્યા છો?:

આપણે ભારતીઓ થોડા આળસુ મિજાજના હોઈએ છીએ. આપણે જાણીએ તો છીએ જ કે પાણી પીવાથી ખુબ ફાયદો થાય છે પણ જયારે પાણી પીવાની વાત આવે તો આળસ કરી જતા હોઈએ છીએ. તો આજે ખુદને પ્રોમિસ કરો કે આજ અને અત્યારથી જ વધુ પાણી પીવાનું શરુ કરી દેશો.

લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આવી જ સ્વાસ્થ્યની ટીપ્સ/ફાયદેમંદ માહિતી વાંચવા માટે આપણું GujjuRocks પેઈજ લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!