જાણો મર્યા પછી શા માટે મૃતકનો જલ્દી કરી નાખવામાં આવે છે અગ્નિ સંસ્કાર, રહસ્ય જાણીને ચોંકી જાશો….

0

જો કોઈની મૃત્યુ થઇ જાય છે તો લોકો તે જલ્દી માં રહેતા હોય છે કે બને તેટલું જલ્દી તે વ્યક્તિનું અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે. વિશેષ પરિસ્થિતિઓને છોડીને લોકો જલ્દી આ કામ લિપટાવા માગતા હોય છે. પણ તેના અંતિમ સંસ્કાર ની જલ્દી તેના પરિવારના લોકો કરતા આસપાસના પળૉસીઓને વધુ રહેતી હોય છે. પણ શું તમને ખબર છે કે એવું શા માટે હોય છે કે મૃત્યુ પછી વ્યક્તિનો બને એટલું જલ્દી અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે? શા માટે આ કામમાં વધુ વાર ન કરવી જોઈએ? તેની પાછળ કોઈને કોઈ કારણ તો જરૂર હશે જ. માટે આજે અમે તમને કહેવા જઈ રહ્યા છે કે મૃત્યુ પછી લોકોને તેની લાશ ને ઠેકાણે લગાવાની જલ્દી શા માટે રહેતી હોય છે.ગરુડ પુરાણમાં લખ્યું છે કે જ્યાં સુધી કોઈના ઘરમાં મૃત વ્યક્તિ ની લાશ પડેલી હોય છે ત્યાં સુધી ઘરમાં પૂજા કરવામાં નથી આવતી. સાથે જ પુરાણના અનુસાર લોકો પોતાના ઘરોમાં રાંધતા પણ નથી. એટલે કે આ સ્થિતિમાં કોઈપણ શુબ કામ ન થઇ શકે. સાથે જ શવ રહેવા સુધી વ્યક્તિ સ્નાન પણ ન કરી શકે. જ્યા સુઘી અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી લોકો શવ ની દેખભાળ કરે છે કેમ કે જો કોઈ જાનવર તેને સ્પર્શ કરી લે તો તે અશુભ માનવામાં આવે છે.

અંતિમ સંસ્કાર કરવાનો ફાયદો મરનાર અને ઘરના લોકો એમ બંને ને થાય છે. દુષ્ટ કે પાપી વ્યક્તિ નો યોગ્ય રીતે અંતિમ સંસ્કાર કરવાથી તેની દુર્ગતિ નથી થાતી. મર્યા પછી તેની આત્મા ને પણ શાંતિ મળે છે. અંતિમ સંસ્કાર ના સમયે મૃતક ના હાથ-પગ બાંધી નાખવામાં આવે છે આવું એટલા માટે કેમ કે શરીર પર કોઈ પિશાચ કબ્જો ન કરી શકે. સાથે જ સળગાવવાના સમયે હંમેશા ચંદન અને તુલસીના લાકડાનો જ ઉપીયોગ કરવો જોઈએ. કેમ કે આ લાકડા ને શુબ માનવામાં આવે છે અને તેનાથી દુર્ગતિ માં બચાવ મળે છે.સનાતન ધર્મ અનુસાર વ્યક્તિ ના જન્મથી લઈને મૃત્યુ હોવા સુધી 16 સંસ્કાર જણાવામાં આવ્યા છે. 16 મુ સંસ્કાર તેમાનું છેલ્લું સંસ્કાર છે જેને અંતિમ સંસ્કાર પણ કહેવામાં આવે છે. આ સંસ્કાર માં વ્યક્તિની છેલ્લી વિદાઈ, દાહ-કર્મ થી લઈને ઘરની પુનઃ શુદ્ધિ સુધી કરવામાં આવતી દરેક ક્રિયા-કલાપ નો સમાવેશ હોય છે.

હિન્દૂ ધર્મમાં સૂર્યાસ્ત થયા પછી નથી થાતું અંતિમ સંસ્કાર:

હિન્દૂ ધર્મમાં સૂર્યાસ્ત પછી પણ અગ્નિ સંસ્કાર આપવામાં નથી આવતો. અને જો મૃત્યુ સૂર્યાસ્ત પછી થઇ છે તો તેને પછીની સવારે અગ્નિ દાહ આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી અગ્નિ સઁસ્કાર કરવાથી વ્યક્તિ ની આત્મા પરલોકમાં ભટકે છે અને આવનારા જન્મમાં પણ તેના શરીરના કોઈ અંગ માં દોષ હોઈ શકે છે.

એક કાણા વાળા માટલામાં પાણી ભરીને શવની પરિક્રમા:અગ્નિ સંસ્કાર ના સમયે એક કાણા વાળા માટલામાં પાણી ભરીને ચિતા પર રાખેલા શવની પરિક્રમા કરવામાં આવે છે અને છેલ્લે પાછળની તરફ માટલા ને પછાડીને ફોડી નાખવામાં આવે છે. આવું એટલા માટે કેમ કે તેનાથી મૃત વ્યક્તિ ની આત્માના તેના શરીર થી મોહ ભન્ગ થઇ જાય. આ ક્રિયા માં એક બીજું રહસ્ય પણ છુપાયેલું છે, જીવન એક કાણા વાળા માટલા ની જેમ છે જેમાં આયુષ્ય રૂપી પાણી ટપકતું રહે છે અને છેલ્લે જીવાત્મા બધું જ છોડીને ચાલ્યો જાય છે અને જીવન સમાપ્ત થઈને મૃત્યુ ને પ્રાપ્ત થાય છે જીવાત્મા. મૃત વ્યક્તિ ના પિંડ દાન થાય છે.

અંતિમ સંસ્કાર ના સમયે મૃત વ્યક્તિ ના પરિવારના પુરુષ પરિજનો મુંડન કરાવે છે:

આ ક્રિયા મૃત વ્યક્તિ ના પ્રતિ પરિજનો ને શ્રદ્ધા વ્યક્ત કરવાનું સાધન તો છે જ, પણ તેનો અર્થ એ પણ છે કે હવે તેઓના ઉપર જવાબદારી આવી ગઈ છે. અગ્નિ સંસ્કાર પછી 13 દિવસો દૂધી મૃતક ના પિંડ દાન કરવામાં આવે છે જેનાથી મૃત વ્યક્તિ ની આત્મા ને શાંતિ પ્રાપ્ત થાય છે.ગરુડ પુરાણ અનુસાર એ પણ કહેવામાં આવ્યું છે કે દેહ સંસ્કાર ના સમયે મૃતકનું માથું કઈ દિશામાં હોવું જોઈએ, ક્યારે રડવું જોઈએ, ક્યારે અસ્થિ સંચય કરવા વગેરે. માટે આ પ્રકિયા ને પૂરું કરવા માટે કોઈ યોગ્ય પંડિત ને રાખવા જરૂરી છે. લોકો અંતિમ સંસ્કાર ના નિયમોનું યોગ્ય રીતે પાલન નથી કરી શકતા જેના લીધે ઘણી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. જો કે મૃતક ના નાના કોઈ ચિતા ને અગ્નિ આપી શકે છે સાથે જ ભાઈ, ભત્રીજો, વગેરે પણ આ કામ માટે યોગ્ય કે. અને જો આમાના કોઈ ન હોય તો પત્ની કે દીકરી પણ ચિતા ને અગ્નિ આપી શકે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here