જાણો લાલ અને મીઠા તરબૂચ ઓળખવાનો સાચી પદ્ધતિ….ફાયદાકારક માહિતી વાંચો ક્લિક કરીને

0

તરબુચનું નામ આવતા જ દિમાગમાં તરો-તાજગીનો અહેસાસ થવા લાગે છે. ગરમીની શરૂઆત થતા જ આપણે તરબૂચનાં માર્કેટમાં આવવાની વાટ જોવા લાગીએ છીએ. તરબૂચમાં પાણી સૌથી વધુ માત્રામાં મળી આવે છે. તરબૂચ શરીરને હાઈડ્રેટ રાખે છે અને તમારા શરીરમાં પાણીની કમી પણ થવા દેતું નથી અને તમારા વજનને પણ ઓછુ કરવામાં મદદ કરે છે. ગરમીની સીજનમાં તરબૂચ ઘણી બીમારીઓથી પણ બચાવે છે,પણ એક સારું મીઠું, લાલ, અને સ્વાદિષ્ટ તરબુચને ઓળખવું હર કોઈના બસની વાત નથી. તરબૂચ જો મીઠું ન હોય તો બધો જ સ્વાદ બગડી જાય છે. તો આજે અમે તમને એવી અમુક ટીપ્સ આપીશું જેનાથી લાલ અને મીઠું તરબૂચ ખરીદવામાં તમને આસાની રહેશે.પીળા દાગ વાળું તરબૂચ સારૂ માનવામાં આવે છે.જ્યારે પણ તમે ક્યારેય તરબૂચ ખરીદો તો તેના પર પીળા દાગ જોવાનું ન ભૂલો. ઘણા લોકો પૂરું લીલું તરબૂચ ખરીદી લેતા હોય છે અને સમજતા હોય છે કે આવા તરબૂચ એક્દમ સ્વાદિષ્ટ હોય છે. પણ લીલું તરબૂચ ઘણીવાર અંદરથી કાચું નીકળતું હોય છે અને લાલ નથી હોતું. તરબૂચ પર પીળા દાગ હોવાનો મતલબ એ છે કે તેને ખેતરના તડકામાં સારી રીતે પકાવામાં આવ્યું છે.

ભારે તરબૂચ પણ અંદરથી સારું નીકળે છે. તરબુચને ખરીદતી વખતે બે એક જ સાઈજનાં તરબૂચને બંને હાથોમાં લઈને તેનો ભાર જોઈ લો, તમને જેનો ભાર વધુ લાગે તેને જ ખરીદો, કેમ કે જે તરબૂચ લાલ અને મીઠું હશે તે હંમેશા ભારે હોય છે. જો પીળા દાગ વાળા તરબૂચ નથી મળી રહ્યા તો ઘેરા લીલા રંગના તરબુચને ખરીદવા જોઈએ. ધ્યાન રાખો કે તરબૂચ દેખાવમાં ભદ્દા લાગી રહ્યા હોય તેને જ ખરીદો, ચમકદાર દેખાતા તરબૂચ હંમેશા અંદરથી કાચા હોય છે. જ્યારે ભદ્દા દેખાતા તરબૂચ વધુ રસીલા અને મીઠા હોય છે. ઓવલ શેપમાં તરબૂચ હંમેશા સારા અને મીઠા હોય છે, જ્યારે અન્ય શેપના તરબૂચ કાચા અને અસ્વાદીષ્ટ હોય છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here