જાણો કોણ કોણ સામેલ છે દિપીકા પાદુકોણના સાસરીમાં, વાંચો રણવીર સિંહના પરિવાર વિશે

0

ઇટલીના લેક કોમોમાં દિપીકા અને રણવીર સિંહના લગ્નની વાત હોય કે સભ્યસાચીના ટ્રેડીશનલ કપડા પહેરાવવાની વાત હોય, આ સ્ટાર વેડિંગની દરેક ડીટેઇલ એક પછી એક બહાર આવી રહી છે. હવે જયારે બંને લગ્નના બંધનમાં બાંધવા જઈ રહ્યા છે અને ગણતરીના કલાકો જ બાકી છે દરેક લોકો આ લગ્ન વિષે બહુ એકસાઈટેડ છે. દિપીકા વિષે તો બધા જાણે છે કે તેના પિતા બેડમીન્ટન પ્લેયર પ્રકાશ પાદુકોણ છે. મોડેલીંગ પછી તેણે એક્ટિંગના વિશ્વમાં પગ મુક્યો. આવો આજે અમે તમને આ વર રાજા રણવીર સિંહના પરિવાર વિષે જણાવીએ.

“પદ્માવત” એક્ટર રણવીરનું પૂરું નામ એ રણવીર સિંહ ભવનાની છે. રણવીરનો જન્મ એ ૧૯૮૫માં થયો હતો. તેના પિતા એ જગજીત સિંહ ભવનાની એક બિઝનેસમેં છે. રીયલસ્ટેટની દુનિયામાં જગજીત સિંહ એ બહુ મોટું નામ છે. જયારે રણવીરે બોલીવુડમાં પગ મુક્યો ત્યારે તેના પિતાએ તેમને સાથ આપ્યો હતો. રણવીરની માતા અંજુ ભવનાની હોમમેકર છે. અંજુ લો પ્રોફાઈલ રાખવું પસંદ કરે છે અને તેઓ બહુ ઓછી વાર પબ્લિકમાં જોવા મળે છે.

રણવીર સિંહની એક મોટી બહેન પણ છે. તેમનું નામ એ રિતિકા ભવનાની છે. રિતિકા પણ એક અભિનેત્રી છે તેમના લગ્ન થઇ ગયા છે. રણવીર સિંહ ઘણા પ્રસંગો પર તેની બહેનનો ઉલેખ્ખ કરે છે. બાળપણથી તેઓ બંને બહુ નજીક છે. રણવીર સિંહ એ જણાવે છે કે રિતિકા એ રાખડી મોકલતી ત્યારે બહુ સાવધાની રાખતી હોય છે. તે તેની પસંદની ડીઝાઇન અને રંગ પસંદ કરતી હતી.

રણવીર સિંહ એ અનિલ કપૂર સાથે સંબંધ ધરાવે છે. રણવીર, અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂર ભવનાનીનો ભાણિયો છે. આમ તે સોનમ અને રિયા એ કઝીન પણ થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here