જાણો કોણ છે મિથુન ચક્રવર્તીની ભાવિ વહુ, બોયફ્રેન્ડ પર બળાત્કારનો આરોપ હોવા છતાં કર્યા લગ્ન….વાંચો અહેવાલ

0

બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા મિથુન ચક્રવર્તી ના દીકરા ‘મહાક્ષય મિમોહ ચક્રવર્તી’ હાલ માં ખુબ જ ચર્ચાનો વિષય બન્યા છે. તેના પર એક ભોજપુરી એક્ટ્રેસે લગ્નનો વાયદો આપીને બળાત્કારનો આરોપ લગાવ્યો છે. આ આરોપના ચાલતા જ તેમણે પોતાની ગર્લફ્રેન્ડ ‘મદાલસા શર્મા’ સાથે 9 જૂન ના રોજ લગ્ન કરી લીધા છે.પહેલા આ લગ્ન 7 જુલાઈ ના રોજ થવાના હતા, પણ ભોજપુરી એક્ટ્રેસના રેપ કેસમાં ફસાવાને લીધે લગ્નને ટાળવા પડ્યા હતા, તેને દુષ્કર્મ ના મામલામાં 7 જુલાઈ ના રોજ જમાનત મળી હતી. જમાનત મળ્યા ના તરત જ પછી તે લગ્નના બંધનમાં બઁધાઈ ગયા, મહાક્ષયે પોતાના લગ્નની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. તમિલનાડુના નીલગીરી જિલ્લા ના ઉમળમંડલમ(ઉટી) માં આ અભિનેતા ના લગ્ન કરવા આવ્યા.કહેવામાં આવે છે કે આ બંને લાંબા સમયથી એક-બીજાને ડેટ કરી રહ્યા હતા, આ લગ્નમાં અમુક કરીબી લોકો જ શામિલ થયા હતા.

જાણો કોણ છે મિથુન ચક્રવર્તી ની વહુ મદાલસા શર્મા:મદાલસા એ પોતાના કેરિયરની શરૂઆત 2009 માં આવેલી તેલુગુ ફિલ્મ ‘ફિટિંગ માસ્ટર’ દ્વારા કરી. બોલીવુડમાં મદાલસા શર્માએ 2011 આવેલી ફિલ્મ ‘એંજલ’ દ્વારા એન્ટ્રી કરી હતી.આ ફિલ્મને કોરિયોગ્રાફર ગણેશ આચાર્યે ડાયરેક્ટ કરી હતી. તે હિન્દી, તેલુગુ, કન્નડ, તમિલ, જર્મન અને પંજાબી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.મદાલસા બાળપણથી જ એક્ટ્રેસ બનવા માગતી હતી અને તેના માતા-પિતા પણ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા છે. મદાલસા બોલીવુડના ફેમસ એક્ટ્રેસ શીલા શર્મા અને ડાયરેક્ટર સુભાષ શર્માની દીકરી છે.જણાવી દઈએ કે બૉલીવુડ અને ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચુકેલી એક એક્ટ્રેસે આરોપ લગાવ્યો હતો કે એપ્રિલ 2015 માં તે મુંબઈ માં મિમોહ ના સંપર્ક માં આવી હતી. મૈં 2015 માં તે પોતાને પોતાના એક ફ્લેટ પર લઈને ગયા જ્યા તેણે શારીરિક સંબંધ બનાવ્યા હતા. મિમોહ તેને લગ્ન નો વાયદો આપતા રહ્યા, પણ પછી તેણે લગ્ન માટે ઇન્કાર કરી દીધો. આ ફરિયાદ પછી અદાલતના આદેશ પર આ મામલામાં એક એફઆઈઆર દર્જ કરવામાં આવી હતી. આ મામલામાં મિમોહની સાથે જ મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા બાલી પર પણ એફઆઇઆર દર્જ છે. એક્ટ્રેસે મહાક્ષય અને તેની માં યોગિતા બાલી પર રેપ અને જબરન ગર્ભપાતનો આરોપ લગાવ્યો છે.દિલ્લીની એક અદાલતે મિથુન ની પત્ની અને દીકરા ને રાહત આપતા તેને અગ્રીમ જમાનત આપી છે. તેના પછી મહાક્ષય અને તેની માં યોગિતા પર લટકેલી ગિરફ્તારીની તલવાર હટી અને મહાક્ષયે લગ્ન કર્યા.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!