જાણો કીબોર્ડ પર આપવામાં આવેલા F1 થી F12 બટનોનો અસલી ઉપીયોગ….

કોમ્પ્યુટર પર કામ કરવાના સમયે કીબોર્ડ આપનો ઘણો એવો સમય બચાવે છે જેમાં આપવામાં આવેલા ઘણા શોર્ટકટ આપણું કામ સહેલું કરી નાખે છે. કીબોર્ટ પર એવી જ શોર્ટકટ keys હોય છે F1 થી F12 સુધી જે અમારું કામ ખુબ જ આસાન કરી દેતી હોય છે. પણ મોટાભાગે લોકો આ દરેકનું ફંક્શન keys નો ઉપીયોગ કરવાનું જાણતા હોતા નથી. આવો તો આજે અમે તમને જણાવીશું આ કીબોર્ડ પર આપવામાં આવેલી આ F1 થી F12 ફંક્શન keys નો અસલી ઉપીયોગ, જેના પછી તમારી પણ કોમ્પ્યુટર પર કામ કરવાની સ્પીડ પહેલા કરતા અનેકે ગણી વધી જાશે. 1. F1 – લગભગ દરેક પ્રોગ્રામ માટે help સ્ક્રીન ઓપન કરવા માટે કામ આવે છે આ F1 Key.

2. F3 – કોઈ એપ્લિકેશન માં સર્ચ ફીચર ઓપન કરવા માટે  F3 Key વાપરવામાં આવે છે.

3. F4 – કોઈપણ વિન્ડો ને બંધ કરવા માટે Alt+F4 Key દબાવો.

4. F5 – કોઈ વિન્ડો કે પેજ ને રિફ્રેશ કરવા માટે  F5 Key દબાવો.

5. F6 – ઇન્ટનરેટ બ્રાઉઝર નું એડ્રેસ બાર કર્સલ લઇ જાવા માટે  F6 Key દબાવો.

6. F7 – MS Word માં “spell check and grammar check”  ફીચર નો ઉપીયોગ કરવા માટે F7 Key દબાવો.

7. F8 – કોમ્પ્યુટર ઓન કરવાના સમયે boot મેનુ પર જાવા માટે F8 Key દબાવો.

8. F9 – MS Word માં ડોક્યુમેન્ટ ને રિફ્રેશ કરવા અને Microsoft Outlook માં ઈમેલ ના “Send and receives” ઓપ્સન માટે F9 Key દબાવો.

9. F10 – કોઈ એપ્લિકેશન માં મેનુ બાર ઓપન કરવા માટે F10 Key દબાવો, જેવું કે માઉસનું રાઈટ ક્લિક હોય છે.

10. F11 – ઇનરનેટ બ્રાઉઝર ને full screen mode પર કરવા અને હટાવા માટે F11 Key નો ઉપીયોગ થાય છે.

11. F12 – MS Word માં  Save as… ડાઈલોગ બોક્સ ઓપન કરવા માટે F12 Key દબાવો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!