નવરાત્રી સ્પેશિયલ : જાણો કેવી રીતે સિંહ બની ગયો માં દુર્ગાનું વાહન …

0

નવરાત્રીમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના અને પૂજા કરવામાં આવે છે. જોકે, દરેક માતાના સ્વરૂપ અલગ અલગ છે. પરંતુ સિંહ પર સવાર માતાની છબી હંમેશાં ભક્તોના હૃદયમાં વસી જાય છે. માતા સિંહ પર સવાર છે એ તો આપણે બધા બાળપણથી સાંભળતા આવ્યા છીએ પરંતુ ઘણા લોકો આનું કારણ જાણતા નથી. કેમ મા દુર્ગા સિંહ પર જ સવાર છે ? જો તમે આ હકીકતથી હજી અજાણ છો, તો ચાલો આજે અમે તમને તેની દંતકથા જણાવીએ.માતા દુર્ગાનું હૃદય ખૂબ જ કોમલ છે અને જેણે તેમની સાચ્ચા હૃદયથી પૂજા કરી છે તેની દરેક ભૂલને માતા માફ કરી દે છે.  જેનું હૃદય સૌમ્ય અને પ્રેમાળ હોય એવી માતા દુર્ગાનું વાહન ક્રૂર પ્રાણી કેવી રીતે હોઈ શકે ? ઘણી વખત મનમા આવો પ્રશ્ન થતો જ હશે. સાચું ને ?  માઆમ જોઈએ તો ભગવાન શિવ, ગણેશજી અને અન્ય કોઈ પણ હિન્દુ દેવતાઓને મળેલા વાહન પાછળ એક રસપ્રદ કહાની જોડાઈ જ છે. છે. આજે અમે તમને નવરાત્રી પ્રસંગે દેવી દુર્ગા અને તેમના વાહન સિંહ સાથે સંકળાયેલ દંતકથા વિશે વાત. 

પૌરાણિક કથા મુજબ, જ્યારે દેવી પાર્વતીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ કડક તપસ્યા કરી હતી, ત્યારે ભગવાન શિવ દેવી પાર્વતીની કઠોળ તપસ્યાથી માતા પાર્વતી પર પ્રસન્ન થયા.આ તપસ્યાથી ભગવાન શિવ તો મળી ગયા પરંતુ તેમનો વાન કાળો થઈ ગયો. એવામાં એક દિવસ માતા અને અહિવ બેઠા બેઠા મજાક કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શિવે માતા પાર્વતીના રંગની મજાક કરી જે દેવી પાર્વતી ને ખૂબ જ ખરાબ  લાગ્યું. અને તે  કૈલાશ છોડીને જંગલમાં જતાં રહ્યા છે.

જંગલમાં જઈને માતા પાર્વતી કઠોર તપમા લીન થઈ ગયા. તપસ્યામાં લીન પાર્વતીને જોઈને એક ભૂખ્યો સિંહ માતા પાર્વતીને ખાવાની ઇચ્છાથી ત્યાં આવે છે.અને એક ચમત્કાર થયો. જેવુ નજીક થઈને માતાને જોયા કે તરત જ સિંહ ચૂપચાપ માતા પાસે આવીને બેસી ગયો. અને માતાને વર્ષો સુધી જોયા જ કર્યા.  જ્યારે પાર્વતીએ કઠોર તપ કરવાનું ચાલુ જ રાખ્યું. ખરેખર દેવી પાર્વતી એ એવું નક્કી કર્યું હતું કજ્યાં સુધી તે ગોરી નહી થાય ત્યાં સુધી તે કઠોર તપ ચાલુ જ રાખશે. એવામાં ભગવાન શિવ પ્રસન્ન થયા અને માતાને ગોરી થવાનું વરદાન આપી અદ્રશ્ય થઈ ગયા.આ પછી માતા પાર્વતી ગંગામાં સ્નાન કરવા જાય છે. સ્નાન કરતી વખતે માતાના શરીરમાંથી બીજી એક દેવી માતાની શરીરમાંથી પ્રગટ થાય છે. અને ત્યારે જ દેવી પાર્વતી ગોરી થઈ જાય છે. જેના કારણે માતાનું નામ ગોરીપડ્યું. અને કાળા સ્વરૂપમાં બીજી દેવી જે પ્રગટ્યા તેમનું નામ કૌશિકી પડ્યું.જ્યારે દેવી સ્નાન કર્યા પછી બહાર આવે છે ને જોવે છે કે બહાર એક સિંહ બેઠો હતો અને તે ધ્યાનથી માતાને જોઈ રહ્યો હતો. ત્યારે  દેવી પાર્વતીને ખબર પદે છે  કે  આ સિંહ તેમના તપમા તેમની સાથે હતો. ત્યારે દેવી પાર્વતીએ સિંહની ભક્તિ જોઈને તેને પોતાનું વાહન બનવાનું વરદાન આપ્યું. ત્યારથી માતા પાર્વતીનું વાહન સિંહ બની ગયો.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!