જાણો કેટલી સંપત્તિના માલિક હતા અટલ જી, બેન્ક માં જમા કરી રાખ્યા હતા આટલા પૈસા, ખુદ આપી હતી જાણકારી…

0

ગઈ કાલના રોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ જી નું નિધન થઇ ચૂક્યું છે. લાંબા સમયથી બીમારી થી પીડિત અટલ જી એ કાલે એમ્સ માં છેલ્લા શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે અટલ જી એ છેલ્લી વાર 2004 માં લખનૌ થી ચૂંટણી જીતી હતી.આયોગને આપેલા એફીડેવીડમાં તેમેણે પોતાની પ્રોપર્ટીની જાણકારી પણ આપી હતી. જેમાં તેમાં સંપત્તિની પુરી જાણકારી હતી. જેના આધારે અમે જણાવી રહ્યા છીએ કે અટલ જી પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ને ગયા છે. જો કે આ સંપત્તિ નું આંકલન 2004 ના હિસાબે છે, તો તેના ચાલતા આજે તેની સંપત્તિ માં અનેક ગણો વધારો થયો છે.2004 માં અટલ જી એ એફિડેવિડ આપ્યું હતું, જેના આધારે તેની પાસે 20 હજાર રૂપિયા કેસ હતા. બેન્ક માં કુલ 29,58,450 રૂપિયા જમા હતા, જેમાં 3,82,888 રૂપિયા એસબીઆઈ દિલ્લી અને 25,75562 રૂપિયા એસબીઆઈ ની સાંસદ ભવન બ્રાન્ચ માં જમા હતા.

એનએસએસ અને પોસ્ટ સેવિંગ જેવા સ્કીમ માં  1,20,782 રૂપિયા જમા હતા. જવેલરી માં તેની પાસે કઈ જ ન હતું.

અસેસટ્સ કેટલી હતી:

દિલ્લી માં 22 લાખ રૂપિયાનો એક ફ્લેટ છે. ગ્વાલિયરમાં 180 સ્કવેયર ફૂટ નો 6 લાખ રૂપિયા નું પૈતૃક ઘર છે. તેની કોઈપણ દેનદારી શેષ ન હતી.

અટલજીની સંપત્તિ અધિકાર:

હિન્દૂ ઉત્તરાધિકાર કાયદા મુજબ બધી જ સંપત્તિ તેમની દત્તક દીકરી નમિતા અને જમાઈ રંજન ભાટચાર્ય ને મળવાની આશા છે 

જમીન કેટલી હતી:
તેની પાસે કોઈ જ જમીન ઉપલબ્ધ ન હતી. બીજાની કૃષિ ભૂમિ પણ ન હતી.

Author: GujjuRocks Team
સંકલન:વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!