જાણો જાપાન દેશની અજબ-ગજબ 14 આદતો, તદ્દન ચોંકાવનારી….


જો કે જાપાની તેઓની આ આદતોને સામાન્ય માને છે.

તમે મોટાભાગે લોકોને કહેતા સાંભળ્યું હશે કે, ભારતીય સૌથી અલગ હોય છે. જો કે આ વાત સત્ય પણ છે. આટલું માત્ર આપળેજ નહિ પણ વિદેશીઓનું પણ આવુજ કઈક માનવું છે.

પણ અમુક બીજા દેશો પણ એવા છે જ્યાંની રહેણી-કરણી અને સંસ્કૃતિ એકદમ અલગ છે. અમે વાત કરી રહ્યા છીએ દેશ જાપાન ની. જાપાનની છબી હંમેશાથી ખુબ અનુશાસીત અને એક વ્યવસ્થિત દેશની રહી છે. તેમાં મોટો હાથતો અહીનું રહન-સહન અને નિયમ કાયાદાઓનો છે. અમુક નિયમ વાસ્તવમાં એવા છે જેને પહેલી વાર જોતા હર કોઈને અજીબ લાગશે.

1). કઈક આવી રીતે આપવામાં આવે છે બીઝનેસ કાર્ડ:

જાપાનમાં જો તમે કોઈની સાથે તમારું બીઝનેસ કાર્ડ એક્સચેંજ કરી રહ્યા છો તમારે ખુબ સાવધાની રાખવી જરૂરી છે. જાપાનમાં તેને ખુબ ગંભીરતાથી નોટીસ કરવામાં આવે છે. જાણો આ બીઝનેસકાર્ડનો તરીકો…

1. કાર્ડ આપવાના સમયે બન્ને હાથોનો ઉપયોગ કરવો. 2. કાર્ડ આગળ વધારતા એ વાતની ખાસ ધ્યાન રાખવું કે સામેવાળાને કાર્ડ સીધુજ નજરમાં આવી જાય. 3. જો તમે સામેવાળા કરતા આર્થીક રીતે નાના છો તો તમારું કાર્ડ તેના કાર્ડની નીચેના ભાગમાં જ રાખો. 4. કાર્ડ લીધા પછી તરત જ તેને વાંચવા માટે અમુક સેકન્ડ વિતાવો.

5. કાર્ડ જોયા બાદ તરતજ તેને કાર્ડ હોલ્ડરમાં મૂકી દો, ન કે પોતાના ખિસ્સામાં.

2). લીફ્ટમાં સૌથી પહેલા જવાથી કરવું પડે છે આ કામ:

લીફ્ટમાં સૌથી પહેલા જવા માટે તમારે લીફ્ટ ઇન્ચાર્જની ભૂમિકા નિભાવી પડે છે. જો તમે લીફ્ટમાં પ્રવેશ કરનારા પહેલા વ્યક્તિ છો તો લીફ્ટમાં કંટ્રોલ પૈનલની પાસે ઉભું રહેવું પડે છે. દરેકને આવવા સુધી લીફ્ટ ખુલી રાખવાની જવાબદારી પણ તમારી જ રહેશે. તેવું તમારે દરેક ફ્લોર પર કરવાનું રહેશે. સાથે જ લીફ્ટમાંથી છેલ્લે નીકળવાવાળા વ્યક્તિ પણ તમેજ હશો.

3). સબ-વે માં બેસવા માટેના નિયમો:

જાપાનમાં સબ-વે કે મેટ્રોમાં સફર કરવા માટેની શિસ્ટતાના અમુક નિયમ માનવા ખુબ જરૂરી છે. તમે મુસાફરી દરમિયાન વાત નહી કરી શકો. સાથે જ ફોન પર વાત કરવી પણ અમાન્ય છે. કોઈની સામે જોવું પણ માન્ય ગણવામાં આવતું નથી. મેટ્રોમાં કોઈ વૃદ્ધ માણસ ઉભેલો જોવા મળે તો તેના માટે જગ્યા કરવી એક સામાન્ય વાત છે. જો કે મહિલાઓ, વૃદ્ધો કે ગર્ભવતી મહિલાઓ માટે અલગ શીટ આરક્ષીત કરેલી હોય છે, જેમાં અન્યને બેસવાનું પરમીટ નથી હોતું.

4). જાપાનની મેટ્રોમાં એક રૂપ આવું પણ:

જાપાનમાં સૌથી વ્યસ્ત મેટ્રો સ્ટેશનોમાં ઓફીસ સમય દરમિયાન કઈક આવો નજારો જોવા મળે છે. તમને જાણીને હૈરાની થશે પણ જાપાનીઓ માટે આ એક સામાન્ય વાત છે. જેવી રીતે મુંબઈ માટે લોકલ ટ્રેઈનની ભીડ એક સામાન્ય વાત છે. અહી વધુ ભીડ હોવા પર સ્ટેશન સ્ટાફ લોકોને ટ્રેઈનની અંદર ધક્કો દઈને દરવાજો બંધ કરવામાં મદદ કરતા જોવા મળે છે.

5). મળવા પર ટચ કરવાથી:

જ્યારે તમે કોઈને મળો છો તો મોટા ભાગે હાથ મિલાવતા કે ગળે મળતા અભિવાદન કરે છે. પણ જાપાનમાં આવું કરવું માન્ય ગણવામાં આવે છે. અહી કોઈને પણ ટચ કરવું અશીસ્ટતા માનવામાં આવે છે.

6). પબ્લિક માં ‘ચુંબન’ કરવું પણ ખરાબ માનવામાં આવે છે:

તમને યુરોપિયન દેશોમાં ખુલ્લેઆમ ‘ચુંબન’ કે રોમાંસ કરતા કપલ નજરમાં આવશે. પણ જાપાનમાં આ બાબત થોડી અલગ છે. અહી સન 1945 સુધી પબ્લિકમાં અ બાબત ઉલ્લંઘન માનવામાં આવે છે.

7). પીવાની બાબતમાં ખુબ આગળ છે જાપાની:

દિવસના સમયે તમે જે બીઝનેસ એગ્ઝીકયુંટીવની સાથે દરેક ફોર્માલીટી કરીને વાત કરો છો રાતે તે જ વ્યક્તિ તમારી સાથે આરામથી બેસીને પી શકો છો. અહી તેને એક સામાન્ય વાત માનવામાં આવે છે. કોલેજના વિદ્યાર્થી પોતાના ટીચરની સાથે પણ પૈગ લગાવી શકે છે.

8). પૈસાની બાબતમાં છે શર્મિલા:

જાપાની પોતાના પૈસા અન્યની સામે બતાવવાનું પસંદ નથી કરતા. માટે અહી પૈસાની લેવળ-દેવળ માટે અલગ-અલગ પ્રકારના કવરનું ચલણ છે. ઉપર તસ્વીરમાં તમને અલગ-અલગ મૌકા માટેના કવર નજરમાં આવશે. સાથે જ સુપર માર્કેટમાં બીલ ભરવાના સમયે પણ પૈસા સીધા કેશિયરના હાથમાં નહિ પણ કોઈન બકેટમાં આપવામાં આવે છે.

9). કાઈક આવી રીતે બેસે છે જાપાની:

જાપાનીઓમાં સૌથી વધુ આકર્ષિત કરતી વસ્તુ છે તો, તેઓની બેસવાની રીત. પોતાની બન્ને પગને જાંઘોની તરફ નીચે તરફ વાળીને બેસવાની આ અનોખી રીતને ‘seiza’ કહેવામાં આવે છે. તમને જાણીને હૈરાની લાગશે કે તેઓ કોઈ તકલીફ વગર આરામથી કલાકો સુધી બેસી શકે છે.

હર કોઈ માટે આ રીતે બેસવું સંભવ નથી.

જાપાની તો આ રીતે બેસી શકે છે પણ તમારા માટે કદાચ આ અસંભવ રહેશે. જો તમને આ વાત આસાન લાગે છે તો એક વાર ટ્રાઈ જરૂર કરો.

10). માન આપવા માટે કઈક આવી રીતે અપનાવે છે:

આ દેશમાં નીચે જુકીને ગ્રીટ કરવાનું અલગજ મહત્વ છે. કોઈને સન્માન આપવું હોય કે માંફી માંગવી હોય તો આ રીતને ફોલો કરવામાં આવે ચેછે. તમને કદાચ જાણ નહિ હોય પણ આ રીતે જુક્વાનું અલગ-અલગ મહત્વ છે.

1. 15 ડીગ્રી માં જુકવું: સામાન્ય અભિવાદન. 2. 30 ડીગ્રી સુધી જુકવું: સન્માન સાથે ટીચર કે બોસ સામે જુકવું. 3. 45 ડીગ્રી માં જુકવું: રાજાની સામે કે માફી માંગવાના સમયે.

11). આ છે, ‘બેગીંગ બો’:

જો તમેં કઈક વધુ પડતીજ મોટી ભૂલ કરી છે તો, આ રીતે જુંકીને માફી માગવી પડે છે. જેને ‘બેગીંગ બો’ કહેવામાં આવે છે.

12). આવી રીતે કરે છે અન્યને સંબોધિત:

જાપાનમાં લોકોને અન્યને સંબોધિત કરવાનો તરીકો પણ કઈક અલગ છે. અહી માત્ર નામથીજ કોઈને સંબોધિત કરવામાં નથી આવતું. નામની સાથે સાથે અમુક શબ્દ પણ જોડવામાં આવે છે. જે સામેવાળા વ્યક્તિ પર આધારિત છે.

સંબોધિત કરવામાં આવેલા સામાન્ય શબ્દ:

1. ‘-kun’ – સામાન્ય નામ ‘મિત્ર’ છે. 2. ‘-chan’ – સામાન્ય નામ બાળકો, મહિલા સદસ્ય, પ્રેમી , કે ખાસ દોસ્ત માટે. 3. ‘-sama’ – સામાન્ય શબ્દ સન્માન આપવા માટે વપરાય છે.

4. ‘-shi’ – સામાન્ય શબ્દ શિસ્ટતાપૂર્વક લખવા માટે વપરાય છે.

13). ગૈમ્બ્લીંગ માટે ખાસ નિયમ:

જાપાનમાં ગૈમ્બ્લીંગના સમયે અસલી પૈસાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તમે કસીનોમાં ચિપ્સ ની સાથે ગૈમ્બ્લીંગ રમત પણ જીતી શકો છો. પણ અફસોસ આ ચીપ્સને અસલી પૈસામાં બદલી નથી શકાતું.

14). જાપાન જવા પર યાદ રાખો આ વાત:

આ બાધી બાબત જાપાનના લોકો સાથે હળવા મળવા માટે ખુબ કામ લાગશે. જો તમને પણ જાપાન જાવાનો મૌકો મળે તો આ બધી વાતોને જરૂર યાદ રાખો.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

જાણો જાપાન દેશની અજબ-ગજબ 14 આદતો, તદ્દન ચોંકાવનારી….

log in

reset password

Back to
log in
error: