જાણો હળદર અને કાળા મરી એક સાથે ચમત્કારિક ખાવાના ફાયદા – વાંચો માહિતી

0

હળદર અને કાળા મરી સ્વાસ્થ માટે લાભદાયક હોય છે. હળદરમાં ઘણા એન્ટીમાઇક્રોબિયલ અને એન્ટી-ઇનફ્લેમેટરી ગુણ હોય છે. જ્યારે કાળા મરી કેન્સરથી લડવામાં, વજન ઓછું કરવા, ગેસમાં રાહત મેળવવા, ત્વચાને સાફ રાખવા કામ આવે છે. આ બંનેના મિશ્રણથી આપને સંપૂર્ણ સ્વાસ્થ લાભ થાય છે. હળદરમાં જોવા મળતા કેમિકલ તત્વ ક્યુરક્યુમિનમાં ચિકિત્સીય ગુણ હોય છે.

આ રીતે કાળા મરીમાં જોવા મળતું તત્વ પીપરિન એના ટેસ્ટ અને સ્વસ્થ્ય લાભ માટે જાણીતું છે. હળદરમાં એન્ટીમાઇક્રોબિયલ અર્થાત જીવાણુઓનો નાશ કરનારું અને એન્ટી-ઇનફ્લેમેટરી અર્થાત સોજો ઓછું કરનાર જેવા ગુણ જોવા મળે છે. જ્યારે કાળા મરીમાં વજન ઓછું કરવાની, કેન્સરથી લડવાની તાકાત હોય છે. હળદરમાં ક્યુરક્યુમિન અને કાળા મરીમાં પેપરિન નામના રસાયણ હોય છે, જે એના ગુણો માટે જાણીતા છે. જ્યારે ક્યુરક્યુમિનને પીપરિન સાથે છોડવામાં આવે છે ત્યારે ફાયદા વધારે થાય છે.

હળદર અને કાળા મરીને આવી રીતે મિક્સ કરીને ખાઓ.

હળદર અને કાળા મરીને મિક્સ કરવા માટે આખી હળદર 100 ગ્રામ અને કાળા મરી 50 ગ્રામ લો. આ મિશ્રણને વધારે માત્રામાં પણ રાખી શકાય બસ એ ધ્યાન રાખવાનું કે કાળા મરીના સામે હળદરની માત્રા ડબલ હોય. આ બન્નેને ખાંડણીમાં કુટી દો અને કરકરું કરી દ અથવા ગ્રાઈન્ડ કરી પાવડર બનાવી લો. આ પાવડરને કોઈ કાચના ડબ્બામાં કે એર ટાઈટ ડબ્બામાં રાખો અને દરરોજ આ પાવડર ત્રણ ગ્રામ પાણી સાથે લો.

હળદર અને કાળા મરી મિશ્રણના ફાયદા

કાળા મરીમાં આવેલ પીપરિન તમારા લીવરને ક્યુરક્યુમિન હટાવવાથી રોકે છે, આના પહેલા તમારા શરીરને પૂરો લાભ મળે. આ પેટમાં ક્યુરક્યુમિન રાખવાનો સમય વધારીને મેટાબોલિઝમ રેટ સ્લો કરે છે. આ સિવાય એન્ઝાઇમોને રોકે છે જે આને જલ્દી મેટાબોલાઈઝ કરી શકે છે. આ શરીરને અવશોષિત કરવામાં મદદ કરે છે.

હળદરમાં આવેલ પોલીફેનોલ ક્યુરક્યુમિન ઓક્સીડેટિવ તણાવને ઓછો કરીને તંત્રિકાઓની રક્ષા માટે જાણવામાં આવે છે. પણ આની ખરાબ બાયોએબીલીટીના કારણે હળદર પોતાની જાતે આ નથી કરી શકતી.

એન્ટી એજિંગ

હળદર અને કાળા મરીને મિક્સ કરીને નિયમિત લેવાથી ફ્રી રેડીકલ્સથી લડવામાં મદદ મળે છે. જેનાથી ઉંમરની શરીર પર અસર ધીમે ધીમે થાય છે.

લોહી સાફ કરે છે.

હળદર અને કાળા મરીનું મિશ્રણ દરરોજ લેવાથી લોહી સાફ થાય છે અને ત્વચાના વિકારોમાં પણ લાભ મળે છે.

પેટની સમસ્યા દૂર કરે છે.

પેટમાં ગેસની સમસ્યામાં આ ચૂર્ણ વિશેષ રૂપથી લાભદાયક છે અને સાથે જ માંસપેશીઓના દુખાવામાં અને ઘૂંટણના દુખાવામાં પણ આ ચૂર્ણ લાભદાયક છે.

શરીરને ડિટોક્સ કરે છે.

શરીરને ડિટોક્સ કરવામાં મદદગાર છે. શરીરને ડિટોક્સ કરવા માટે ગરમ પાણીમાં લીંબુ, હળદર અને મધ ભેળવીને પીવો. આ શરીરના ટોક્સિક તત્વોને બહાર કાઢવામાં વિશેષ કામ કરે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here