જાણો ગરમીઓમાં કેવી રીતે આપી શકો છો એલર્જીને માત 8 વસ્તુઓ થી … ખાસ માહિતી વાંચો

0

એલર્જી એક એવી સમસ્યા છે જે ક્યારેય સમય જોઇને નથી આવતી. તે કોઈને પણ ગમે ત્યારે થઇ શકે છે. ખાસ કરીને ગરમીઓમાં સનબર્ન, રિસપિત્તિ ત્વચા સંબંધિત અન્ય એલર્જીઓનું હોવું એક સામાન્ય વાત છે. મોટાભાગે સ્વસ્થ ઇન્સાન પણ એલર્જીની જપેટમાં આવી જતા હોય છે. નાની એવી દેખાતી આ એલર્જી ત્યારે ગંભીર થઇ જાય છે જ્યારે તેનો સમય પર ઈલાજ કરવામાં ન આવે. કુદરતે આપણને ઘણા એવા કિંમતી તોફાઓ આપેલા છે જેના પ્રયોગથી કોઈપણ પ્રકારની એલર્જી મિટાવી શકાય છે. અમે તમને અમુક એવા જ પ્રાકૃતિક તરીકાઓ બતાવા જઈ રહ્યા છીએ, જેને ગરમીઓમાં પ્રયોગથી થનારી એલર્જીની સમસ્યાથી બચી શકો છો.

1. એલોવેરા: ગરમીઓમાં મોટાભાગે ધૂપમાં નીકળવાથી ત્વચા સંબંધિત ઘણા પ્રકારની એલર્જી થતી હોય છે. તેનાથી થનારી ખુજલી, જલન કે રેશીજ ને દુર કરવા માટે એલોવેરા એક કારગર ઉપાય છે. એલોવેરાને લીવ્સને કાપીને તેની જેલ ખુજલી વાળી જગ્યા પર થોડીવાર લગાવીને રાખો અને બાદમાં તેને ધોઈ લો. તેનાથી એલર્જીમાં તરત જ રાહત મળી જાશે.

2. મધ:

એક ચમચી મધ અને અળધુ લીંબુનો રસ એક ગ્લાસ નવશેકા પાણીમાં મિલાવીને રોજ સવારે પીઓ. આવી ઘણા મહિનાઓ સુધી કરવાથી એલર્જી તમારી આસપાસ પણ નહિ ભટકે.

3. તુલસી:

તુલસી એક એવો છોડ છે જે હર ઘરમાં આસાનીથી ઉપલબ્ધ છે. મોસમના બદલવા પર થનારી સર્દી કે દુખારમાં તુલસીનો છોડનો કાળો લેવાથી એલર્જીમાં રાહત મળી શકે છે.

4. લસણ:     

રોજ સવારે ખાલી પેટ એક લસણ ખાવાથી શરીરમાં પૈદા થતા બૈકટેરીયા ખત્મ થઇ જાય છે અને જેનાથી એલર્જીથી પણ બચી શકો છો. કેમ કે લસણ એક એન્ટીબીકટેરીયલની જેમ કામ કરે છે.

5. ગ્રીન ટી:

જે લોકો ખુબ જલ્દી એલર્જીની સમસ્યાથી સુજ્તા હોય છે, તેઓએ રોજાના બે કપ ગ્રીન ટી પીવી જોઈએ. તેનાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા વધે છે જેનાથી એલર્જીથી બચવામાં મદદ મળે છે.

6. હળદર:

હળદરમાં  તાકાતવર એંટીઓક્સીડેંટ મળી આવે છે જે એલર્જીથી બચવા માટે ખુબ પ્રભાવી છે. એક ગ્લાસ ગરમ દૂધ માં હળદર મીલાવીને પીવાથી પણ એલર્જીમાં આરામ મળે છે.

7. લીંબુ:

ત્વચાની એલર્જી માટે લીંબુના રસને નારિયેળ તેલમાં મિલાવીને સુતા પહેલા લગાવો અને સવારે આ નીમના પાણી થી ધોઈ લો. એન્ટી બૈકટેરિયલ થવાને લીધે કોઈપણ ત્વચા સંબંધિત એલર્જીને દુર કરી શકાય છે.

8. ગોળ:

સર્દી કે ખાંસીની સમસ્યા માત્ર સરદી જ નહી પણ ગરમીઓમાં પણ થઇ જાય છે. તેને દુર કરવા માટે ગોળ એક રામબાણ તરીકો છે. તેના માટે ઉકાળેલા પાણીમાં ગોળને કાળી મિર્ચ અને જીરા ની સાથે મિલાવીને સેવન કરો.

લેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!