જાણો છો K3G ફિલ્મમાં નાની કરીના નો રોલ કરનારી બાળકી કોણ છે? જાણીને વિશ્વાસ નહિ આવે…

કભી ખુશી કભી ગમ એક સમયે ફિલ્મ આવી હતી જે એટલી શાનદાર હતી કે ઇચ્છવા છતાં પણ તેને ભૂલી નથી શકાતી. જો કે આ ફિલ્મના દરેક કિરદારો એ બેસ્ટ એક્ટિંગ કરી છે પણ આ બધા માં સૌથી વધુ યાદ રહે છે તો એ છે કાજોલ ની નાની બહેન પૂ. એટલે કે પૂજા. ફિલ્મમાં એક નાની છોકરી એ નાની કરીનાનો રોલ નિભાવ્યો હતો. પણ શું તમે જાણો છો કે આખરે આ છોકરી કોણ હતી અને અત્યારે તે શું કરી રહી છે?
મોટાભાગની પહેલાની ફિલ્મોમાં એક એક્ટર જે હંમેશા પોલીસ નો રોલ કરતા હતા. તેમણે 144 જેટલી ફિલ્મોમાં પોલીસ નો રોલ પ્લે કર્યો છે. નાની કરીના એટલે કે માલવિકા રાજ તેની જ નાતિન છે. કભી ખુશી કભી ગમ ના પહેલા માલવિકા એ શિકાર નામની ફિલ્મથી ચાઈલ્ડ આર્ટિસ્ટ ના રૂપમાં કામ કર્યું હતું. પણ કભી ખુશી કભી ગમ પછી તેના પિતા એ તેને ફિલ્મોમાં કામ કરવા માટેની પરવાનગી ના આપી.કારણ એ હતું કે માલવિકા ખુબ જ શરારતી અને રમતિયાળ છોકરી હતી, જો તેનું ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રહેતું તો તે અભ્યાસ માં પુરી રીતે ધ્યાન ન આપી શકતે. પોતાના અભ્યાસ પછી જ તેણે એક્ટિંગ માં ફરી એન્ટ્રી લીધી હતી.
માલવિકા એ મોટા થયા પછી તેલુગુ સિનેમા માં કમબેક કર્યું છે. ગયેલા વર્ષે જ તેની ફિલ્મ ‘જયદેવ’ આવી હતી.માલવિકા દીપિકા પાદુકોણ પાસેથી પ્રેરણા લે છે, અને હાલ બૉલીવુડ માં લોન્ચ થવાની તૈયારીમાં છે. તેની ફિલ્મ ‘કેપ્ટ્ન નવાબ’ જલ્દી જ આવવાની છે. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશ્મી જોવા મળશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!