આજે જાણો ભગવાન ગણેશનાં વ્યક્તિત્વ વિશે….વાંચો સુંદર લેખન

0

ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે સિધ્ધી વિનાયક ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશના રૂપ માં ભગવાન વિષ્ણુ શિવ-પાર્વતિના પુત્ર રૂપે જન્મ્યા હતા. તેમનો જન્મ થયો ત્યારે બધા દેવતાઓ આશીર્વાદ દેવા આવ્યા હતા. ત્યારે વિષ્ણુ એ તેને જ્ઞાન ના, બ્રહ્મા એ યશ અને પૂજન ના, ધર્મદેવે ધર્મ અને દયા ના આશીર્વાદ આપ્યા. શિવે ઉદારતા, બુધ્ધિ, શક્તિ અને આત્મ સંયમ ના આશીર્વાદ આપ્યા. લક્ષ્મીજી એ કહ્યું કે જ્યાં ગણેશ રહેશે ત્યાં હું રહીશ.

સરસ્વતી એ તેને વાણી, સ્મૃતિ અને વકૃત્વ શક્તિ પ્રદાન કરી. સાવિત્રી એ બુધ્ધિ પ્રદાન કરી. ત્રિદેવો એ ગણેશ ને અગ્રપૂજ્ય, પ્રથમ દેવ એવં રિધ્ધિ-સિધ્ધિ  ના પ્રદાતા એવું વરદાન આપ્યું. આમ ગણેશ એ સાર્વભૌમ, સાર્વકાલિક અને સાર્વદૈશિક લોકપ્રિય દેવ છે. ગણેશ ભારતથી લઈ સિંધ અને તિબ્બત થી લઈ જાપાન અને શ્રીલંકા સુધી લોકપ્રિયતા પ્રાપ્ત દેવ છે. ગણેશ જૈન સંપ્રદાય માં જ્ઞાન ના સંકલન દેવ છે તો બૌધ્ધ ધર્મ ની વજ્રયાન શાખા માં વિશ્વાસ છે. નેપાળ અને તિબ્બત માં વજ્રયાન બૌધ્ધ પોતાના આરાધ્યની મુર્તિની બાજુમાં ગણેશ ની સ્થાપના કરે છે.

વાસ્તવ માં ગણેશ સુખ-સમૃધ્ધિ, રિધ્ધિ-સિધ્ધિ, વૈભવ, આનંદ, જ્ઞાન અને શુભતા ના દેવ છે. તેઓ સાત્વિક દેવતા છે અને વિઘ્ન હરતા છે. તે માત્ર ભારતીય સંસ્કૃતિ માં જ નહિ પરંતુ વિદેશ માં પણ ઘર, કાર્યાલયો તેમજ ઉત્પાદન કેન્દ્રો માં વિદ્યમાન છે.

ભગવાન ગણેશ ની આકૃતિ વિચિત્ર છે, પણ આ આકૃતિ ના આધ્યાત્મિક સંકેતો ના રહસ્યો ને જો સમજવા માં આવે તો સનાતન લાભ પ્રાપ્ત થાય છે. ગણેશ અર્થાત શિવ પુત્ર એટલે કે શિવત્વ મેળવવું પડે, નહીં તો ક્ષેમ અને લાભ ની કામના સફળ નથી થતી.

ગજાનન ગણેશ ની વ્યાખ્યા કરીએ તો જ્ઞાત થાય છે કે ગજ બે વ્યંજનો થી બનેલો છે, ‘જ’ નો અર્થ જન્મ નું પ્રતિક છે અને ‘ગ’ પ્રતિક છે ગતિ અને ગંતવ્ય નું. એટલે કે જે શબ્દ ઉત્પતિ અને અંત નો સંકેત આપે છે કે જ્યાં થી આવ્યા છો ત્યાં જ જવાનું છે. બ્રહ્મ અને જગત ના યથાર્થ ને બનાવવા વાળા ગજાનન ગણેશ જ છે.

ગણેશજી ની સંપૂર્ણ શારીરિક રચના ની પાછળ ભગવાન શિવ ની વ્યાપક વિચારધારા રહી છે. એક કુશળ, ન્યાયપ્રિય, અને સશક્ત શાસક તેમજ દેવ ના બધા ગુણો તેમાં સમાહિત કરવા માં આવ્યા છે. ગણેશજી નું મસ્તક ગજ છે એટલે કે તે બુધ્ધિ ના દેવતા છે. તેઓ વિવેકશીલ છે. તેમની સ્મરણ શક્તિ અત્યંત કુશાગ્ર છે. હાથી ની જેમ તેમની પ્રવૃતિ પ્રેરણા નું ઉદગમ સ્થાન ધીર, ગંભીર, શાંત અને સ્થિર ચેતના માં છે. હાથી ની આંખો ઘણી નાની છે અને તેમની આંખ ના ભાવો ને સમજવા ઘણા કઠિન છે. વાસ્તવ માં ગણેશ તત્વવેતા ના આદર્શ છે. તેમના સ્થૂળ શરીર માં ગુરુતા નિહિત છે. ગણેશ નું વિશાળ શરીર સદૈવ સતર્ક રહેવા અને બધી પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓ સામે લડવા માટે તત્પર રહેવા ની પ્રેરણા આપે છે. તેમનો લંબોદર નામ એ બીજા ની વાતો ની ગોપનીયતા, ખામીઓ, કમજોરી ને પોતાના માં સમાવિષ્ટ કરવા ની શિક્ષા આપે છે. આ ઉપરાંત બધી પ્રકાર ની નિંદા, આલોચના ને પોતાના ઉદર માં રાખી પોતાના કર્તવ્ય પથ પર અડીગ રહેવાની પ્રેરણા આપે છે. નાનું મુખ ઓછું, તર્કપૂર્ણ, તથા મૃદુભાષી હોવાનું દ્યોતક છે.

ગણેશ નું વ્યક્તિત્વ રહસ્યમય છે, જેને સમજવું દરેક માટે સંભવ નથી. વાસ્તવ માં ગણેશ શૌર્ય, સાહસ અને નેતૃત્વ ના પ્રતિક છે. તેમના હેરાંબ સ્વરૂપ માં યુધ્ધ પ્રિયતા ના, વિનાયક રૂપ માં યક્ષો જેવી વિકરાળતા ના અને વિઘનેશ્વર રૂપ માં લોકરંજક અને પરોપકારી સ્વરૂપ ના દર્શન થાય છે. ગણ નો અર્થ થાય છે સમૂહ. ગણેશ સમૂહ ના સ્વામી  છે, આ માટે તેમને ગણાધ્યક્ષ, લોકનાયક, ગણપતિ વગેરે નામો થી પૂજવા માં આવે છે.

ગજ મુખ પર ના કાન પણ એ વાત નું પ્રતિક છે કે શાસક જનતા ની વાત ને સાંભળવા માટે કાન સદૈવ ખુલ્લા રાખે છે. ગણેશજી સાત્વિક દેવતા છે. તેમના પગ નાના છે જે કર્મેન્દ્રિય ના સૂચક અને સત્વ ગુણો ના પ્રતિક છે. મૂષક ગણપતિ નું વાહન છે જે ચંચળતા અને બીજા ની છીંદ્રાન્વેષણ પ્રવૃતિ ને નિયંત્રિત કરવા માટે પ્રેરક છે. મૂષક ને પોતાનું વાહન બનાવી ગણેશજી એ સંદેશ આપ્યો છે કે ગણનાયક એ નાના થી નાના વ્યક્તિ ને પ્રત્યે પણ સ્નેહભાવ રાખવો જોઈએ. ગણેશજી ની ચાર ભુજાઓ ચાર પ્રકાર ના ભક્તો, ચાર પ્રકાર ની સૃષ્ટિ અને ચાર પુરુષાર્થ નું જ્ઞાન કરાવે છે. ગણેશજી ને પ્રથમ લિપિકાર માનવા માં આવે છે. તેમણે જ દેવતાઓ ની પ્રાર્થના પર વેદ વ્યાસજી દ્રારા રચિત મહાભારત ને લિપિબધ્ધ કર્યું હતું.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here