જાણો એલોવેરા ના અદભૂત ચમત્કારિક ફાયદાઓ….એક વાર વાંચશો તો રોજ યુઝ કરવા માંડશો

0

એલોવેરા ના અગણિત ફાયદાઓ છે. જેમાં ના ઘણા ફાયદા વિશે તમે જાણતા હશો. પરંતુ આજે અમે તમને આ છોડ ના ગુણ અને લાભ ની ખૂબ લાંબી સૂચી આપી તેના ફાયદાઓ જણાવીશું. એલોવેરા ને સંજીવની નું નામ આપીએ તો પણ અતિશયોક્તિ નથી. આખા વિશ્વ ની અંદર આની 400 થી પણ વધુ પ્રજાતિ પ્રાપ્ત થાય છે. ચાલો તો તેના ફાયદા વિશે જાણીએ.

 1. એલોવેરા નો પ્રયોગ એક પૌષ્ટિક ખોરાક ના રૂપ માં પણ થાય છે. વિભિન્ન મિનરલ્સ, વિટામિન થી યુક્ત એલોવેરા થોડી ગરમી ની સાથે પોતાના નો પ્રભાવ આપે છે.
 2. દરરોજ સવારે આનો લગભગ એક નાનો ગ્લાસ પીવા થી આખો દિવસ શક્તિ અને સ્ફૂર્તિ નો અહેસાસ થાય છે.
 3. બવાસીર જેવા કષ્ટદાયી રોગ માં આરામ આપે છે.
 4. મધુપ્રમેદ માં રોગી માટે એલોવેરા ફાયદાકારક છે.
 5. ગર્ભાશય ના વિભિન્ન રોગો માં આ ચમત્કારી લાભ આપે છે.
 6. પેટ ને સંબંધિત સમસ્યાઓ માટે એલોવેરા રામબાણ ઉપાય છે.
 7. સાંધા ના દુખાવા માં પણ ઘણો ફાયદો કરે છે.
 8. ચામડી ની દરેક સમસ્યા જેવી કે ખીલ, સૂકી ત્વચા, કરચલીઓ, મોઢા પર ના દાગ, આંખ પાસે ના કાળા સર્કલ, ફાટેલી એડી વગેરે માં ખૂબ જ ફાયદાકારક છે./li>
 9. એલોવેરા શરીરમાં લોહી ની ઉણપ ને દૂર કરે છે અને શરીર ની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.
 10. દાઝવા પર, વાગ્યા પર, તેમજ શરીર ની અંદર ના વાગ્યા પર એલોવેરા પોતાના એન્ટિ બેક્ટરીયા અને એન્ટિ ફંગલ ના ગુણ ને કારણે રૂઝ જલ્દી લાવે છે.
 11. આ લોહી માં શુગર ના લેવલ ને નિયંત્રિત કરે છે.
 12. એલોવેરા નો ઉપયોગ જેલ, બોડી લોશન, હેર જેલ, સ્કીન જેલ, શેંપૂ, સાબુ, ફેશિયલ ફોમ, બ્યુટી ક્રીમ, હેર સ્પા વગેરે બનાવવા માટે પણ થાય છે.
 13. એલોવેરા ના જેલ માં કે રસ માં મહેંદી ને ભેળવી વાળ માં લગાવવા થી વાળ ચમકદાર અને સ્વસ્થ બને છે.
 14. એલિવેરા ના રસ માં થોડું નારિયેળ નું તેલ મિક્સ કરી કોણી, ઢીંચણ, અને પગ ની પાની પર લગાવી થોડીવાર પછી ધોઈ નાખવા થી ચામડીના કાળો નો ભાગ દૂર થાય છે.
 15. એલોવેરા ના રસ નું સેવન કરવા થી કબજીયાત  ની સમસ્યા માં રાહત મળે છે.
 16. ગુલાબજળ માં એલોવેરા નો રસ ભેળવી ચામડી પર લાગવા થી ચામડી ની નમી પાછી આવે છે.
 17. જો કે આ એલોવેરા ખૂબ જ ઓછા પાણી અને ઓછી માટી માં સહેલાઈ થી ઊગી શકે છે, આથી તમે પોતાના ઘર માં ખૂબ સહેલાઈ થી નાના- નાના કુંડા માં પણ વાવી શકો છો.
 18. આ ઉપરાંત એલોવેરા ને લોહી શોધન, પાચન ક્રિયા માટે ખૂબ ગુણકારી ને સહાયક માનવા આવે છે.
 19. એલોવેરા નો પ્રયોગ કરવા થી તેનો પ્રભાવ માત્ર એક અઠવાડીયા ના સમય દરમિયાન જ દેખાવા લાગે છે.
 20. નિયમિત રૂપે એલોવેરા નું જ્યુસ પીવા થી શરીર માં નવી ઉર્જા નો સંચાર થાય છે.
 21. એલોવેરા ના જ્યુસ નું સેવન કરવાથી ચામડી નો નિખાર વધે છે. તેમજ તમારી ત્વચા લાંબા સમય માટે જવાન અને ચમકદાર બને છે.
 22. એલોવેરા માં બેક્ટરીયા અને ફંગસ સામે લડવા ની અદભૂત ક્ષમતા રહેલી છે. તે માથા ના ડેન્દ્રફ (ખોડા) ને દૂર કરવા માં ખૂબ જ ઉપયોગી છે.
 23. એલોવેરા નો કોઈ આડ પ્રભાવ નથી પડતો. શરીર માં રક્ત કોશિકાઓ ની સંખ્યા વધારી લોહી ની ઉણપ ને પૂરી કરે છે.
 24. તેનો નિયમિત રૂપ થી પ્રયોગ કરવા થી લાંબી ઉંમર માટે સ્વસ્થ રહી શકાય છે. તમે સરળતાથી પોતાનું સ્વસ્થ આરોગ્ય મેળવી શકો છો.
 25. એલોવેરા નો નિયમિત રૂપ થી ઉપયોગ કરવા થી વજન ખૂબ જ સરળતા થી ઘટાડી શકાય છે.
 26. તેનો તમે ઘરે ફેસપેક બનાવી ને પણ ઉપયોગ કરી શકો છો.
 27. એલોવેરા માં થોડી હળદર ભેળવી માથા પર લગાવવા થી તમે માથા ના દુખાવા માં આરામ મેળવી શકો છો.
 28. ઘણા ઓછા લોકો જાણે છે કે એલોવેરા નું જ્યુસ કમળા માં પર ફાયદો કરે છે.
 29. ગર્ભાવસ્થા દરમ્યાન પેટ પર આવતા સ્ટેચ માકર્સ ને દૂર કરવા માટે એલોવેરા ખુબ જ લાભકારી છે.
 30. આજકાલ નાની ઉંમર ના બાળકો માં ચશ્મા જોવા મળે છે. ત્યારે આંબળા અને જામુન ની સાથે એલોવેરા નો ઉપયોગ કરવા થી આંખ ની કમજોરી દૂર કરી શકાય છે. શેવ કર્યા પછી ચહેરા પર વાગે કે જલન થાય ત્યારે એલોવેરા નું જેલ લગાવા થી શીતળતા મળે છે.
 31. એલોવેરા નો સૂર્ય ના પારજાંબલી કિરણો થી બચવા માટે સનસ્કીન લોશન ક્રીમ ના રૂપ માં પણ ઉપયોગ થાય છે.
 32. તેનો ઉપયોગ મોઈશ્ચરાઈજર ના નિર્માણ માં કરવા થાય છે. કારણ કે તે દરેક પ્રકાર ની ત્વચા માટે ઉત્તમ છે.

Author: GujjuRocks Team
માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here