જાણો એવું તે વળી શું ખાસ છે કે, અમિતાભ થી લઈને અંબાણી સુધીના મહાનુભાવો પીવે છે આ ડેરીનું દૂધ……

દૂધની જરૂર તો દરેક વ્યક્તિને પડે જ છે. તમારા ઘરમાં પણ દૂધ કોઈ દૂધ વાળા કાકા લાવતા હશે કે પછી તે ડેરી માંથી આવતું હશે. દૂધના ભાવ તો તમે જાણો જ છો ને! પણ શું તમને ખબર છે કે જે સેલિબ્રિટીઝ કરોડો રૂપિયાની કમાણી કરે છે તેઓ પણ આ જ દૂધ પીવે છે? તો આજે અમે તમને ભારતના સેલિબ્રિટીઝ અક્ષય કુમાર, અમિતાબ બચ્ચન, સચિન તેંડુલકર, મુકેશ અંબાણી, ઋત્વિક રોશન જેવા ઘણા મોટા સેલિબ્રિટીઝ વિશે જણાવીશું કે તેઓ કયું દૂધ પીવે છે. આ બધા નું દૂધ ‘ભાગ્યલક્ષ્મી’ ડેરી માંથી આવે છે આ ડેરી ખુબજ હાઈટેક છે અને અહીં ઉચ્ચ ગુણવતા વાળું દૂધ મળે છે જેને લીધે આ સેલિબ્રિટીઝ લોકોએ આ ડેરીને પસંદ કરી છે.

26 એકડ માં બનેલું છે આ ડેરી ફાર્મ:
મહારાષ્ટ્રના પુણે માં સ્થિત ભાગ્યલક્ષ્મી ડેરી ફાર્મ ના માલિક નું નામ છે દેવેન્દ્ર શાહ. દેવેન્દ્ર ખુદને ભારતના સૌથી મોટા ગોવાળ માને છે. એક સમયે કપડાનો બિઝનેસ કરી રહેલા દેવેન્દ્રએ આજે ડેરીનો આવળો મોટો વ્યવસાય શરૂ કર્યો છે. પ્રાઇડ ઓફ કાઉ ના નામથી 145 કસ્ટમર ની સાથે દેવેન્દ્રએ આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. દવેન્દ્રની પાસે આજે મુંબઈ અને પુણેમાં લગભગ 22000 કસ્ટમર છે. તેના ડેરીના દૂધની ઉચ્ચ ક્વોલિટી ને લીધે દૂધની કિંમત પ્રતિ લીટર 90 રૂપિયા છે. દેવેન્દ્ર શાહે પોતાના 26 એકડ માં બનેલા ડેરી ફાર્મ પર 150 ક્રોસ રૂપિયાનું ઈન્વેસ્ટ કર્યું છે.
એક ગાયની કિંમત છે આટલી:દેવેન્દ્ર શાહના ફાર્મ પર 4000 ડચ હોલ્સટીયન ગાયો છે. ભારતીય ના આધારે ગાયોની કિંમત જ્યા 80 થી 90 હજાર હોય છે જયારે આ ડચ હોલ્સટી ગાયોની કિંમત 1.75 થી 2 લાખ રૂપિયા સુધીની છે. ડેરીમાં દરેક દિવસ લાભગબ 25 હજાર લીટર દૂધ નું પ્રોડક્શન થાય છે. આ ડેરીમાં ગાયોને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે છે, અહીંની ગાયો માત્ર આરો નું જ પાણી પીવે છે. અહીં ગાયો માટે રબ્બર મૈટ પણ પાથરેલું છે, અને તેને રોજના 3 વાર સાફ કરવામાં આવે છે.

મશીનો દ્વારા થાય છે દરેક કામ:આ ડેરી ફાર્મ પર દરેક કામ ઓટોમેટિક થાય છે. દૂધ નીકળવાથી લઈને પૈકેજીંગ સુધીના કામમાં ઈન્સાની મદદ લેવામાં નથી આવતી અને બધું જ કામ ઓટોમેટિક મશીનો દ્વારા થાય છે. સાથે જ ગાયો ના વજન અને તેના ટેમ્પ્રેચર પર પણ નજર રાખવામાં આવે છે. રોજનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે. અને કોઈ સમસ્યા પર તેને તરતજ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે. દૂધ પાઇપ દ્વારા સાઈલોજ માં અને પછી પોશ્ચ્યુરાઇઝડ થઈને બોટલોમાં બંધ કરવામાં આવે છે. અહીં મશીનો દ્વારા એકવારમાં 50 ગાયોનું દૂધ નીકાળવામાં આવે છે અને તેમાં 7 મિનિટનો સમય લાગે છે.

દીકરી છે માર્કેટિંગ હૈડ:આ કંપનીની માર્કેટિંગ હેડ દેવેન્દ્ર શાહની દીકરી ‘અક્ષાલી’ છે તે જણાવે છે કે પુણેની ડેરીથી દૂધને ફ્રીઝીંગ ડિલિવરી દ્વારા 163 કિમિ દૂર મુંબઈ પહોંચાડવામાં આવે છે. સાથે જ પ્રાઇડ ઓફ કાઉ ના દરેક કસ્ટમર ને એક અલગ લોગીન આઈડી આપવામાં આવે છે જેના દ્વારા તે પોતાના ઓર્ડર માં બદલાવ કરી શકે છે કે રદ્દ પણ કરી શકે છે. સાથે જ જગ્યા બદલવા માટેનો ઓપશન પણ ઉપલબ્ધ છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!