જાણો એ વ્યક્તિ વિશે જે પાકિસ્તાનથી લાવ્યો હતો કપાયેલી લાશોથી ભરેલી ટ્રેન….

0

ભારત-પાકિસ્તાન ના દરમિયાન ટ્રેનના માધ્યમથી પાકિસ્તાન થી હિંદુઓ-સીખોને ગ્રેસથી બચાવીને ફિરોજપુર લાવનારા રેલવે ગાર્ડ 94 વર્ષીય બાલ કૃષ્ણ ગુપ્તા આજે ગુમનામી ભર્યું જીવન જીવી રહ્યા છે. ગુપ્તા ને સ્વતંત્રતા દિવસ પર ન તો જિલ્લા પ્રશાશને અને ન તો રેલવે એ સન્માનિત કર્યા. ગુપ્તા કહે છે કે સતલુજ દરિયા પર બંને केसरी-ए-हिंद (डबल पुल) પર ટ્રેન દોડાવીને તેઓએ ઘણા લોકોનો જીવ બચાવ્યો હતો.

બાલ કૃષ્ણ ગુપ્તા 25 એપ્રિલ 1945 માં રેલવે માં ગાર્ડ નિયુક્ત થયા હતા અને લાહોર-ફિરોજપુર-બઢીંડાની વચ્ચે ટ્રેન ચલાવ્યા કરતા હતા. 22-23 સપ્ટેમ્બર 1947 માં તેને રેલ ઓફીસરોનો આદેશ મળ્યો કે કપૂરથલા થી દસ હજાર મુસલમાન સેના ની નિગરાની માં ચાલીને આવે છે તેઓને મકખું રેલવે સ્ટેશન થી ટ્રેન પર બેસાડીબે પાકિસ્તાન સુરક્ષિત મૂકીને આવવાનું છે. તેની સાથે ટ્રેન પાઇલટ પંડિત રતન લાલ હતા. 24 ડબ્બા વાળા ટ્રેનને લઈને મકખું રેલવે સ્ટેશન પહોંચ્યા, તો ત્યાં પર કોઈ જ ન હતું. પછી જાણ થઇ કે જિદ્દદપિંડી પુલની પાસે અમુક શરારતી તત્વો એ જથ્થા પર ભયાનક હુમલો કરી નાખ્યો છે.અમુક લોકો મકખું સ્ટેશન પહોંચ્યા જેને ટ્રેનમાં બેસાડીને પાકિસ્તાન ના ગંડા રેલવે સ્ટેશન માટે રવાના થયા. ટ્રેનમાં તેની સુરક્ષા માટે ડોગરા રેજિમેન્ટ ના જવાન હતા. ટ્રેન ફિરોજપુર છાવણી રેલવે સ્ટેશનથી લગભગ બે કિમિ પાછળ હતી. નિમાજદિન વસ્તી ની પાસે હુમાલાના લીધે ઘણા લોકો મર્યા અને અમુક લોહીમાં લથપથ લોકોની ભરેલી ટ્રેન છાવણી સ્ટેશન પહોંચી. તે સમયે રેલવે ના ડીઆરએમ દયા ચંદ હતા. ટ્રેન માંથી લોહીને સાફ કરવામાં આવ્યું અને ટ્રેન પાકિસ્તાન ના ગંડા સિંહ રેલવે સ્ટેશન રવાના થઇ.સાથે જ આદેશ મળ્યો કે પાકિસ્તાનના મિંટ ગુબરીથી આવેલા હિન્દૂ-શીખો ને ગંડા સિંહ રેલવે સ્ટેશન થી ભારત લાવવાના છે. ટ્રેનમાં સવાર મુસલમાનોએ પાકિસ્તાન પહોંચતા જ અધિકારીઓએ કહ્યું કે ટ્રેન ના પાઇલોટ અને ગાર્ડે ટ્રેન રોકાવીને મુસલમાનોને મરાવી નાખ્યા, પાકિસ્તાની અધિકારીઓએ બંનેને ત્યાં જ રોકી લીધા, એક અંગ્રેજ મેજર ગંડા સિંહ પહોંચ્યો તો તેને આ પુરી ઘટના જણાવી. લાહૌરથી ભારતીય લોકોની ભરેલી ટ્રેન ગંડા સિંહ પહોંચવાની હતી.ગુપ્તા એ કહ્યું કે તે જ સમયે આદેશ મળ્યો કે પોતાની ટ્રેન ફિરોજપુર લાઈન પર લઇ જાઓ. અમારે અમારો જીવ જોખમમાં નથી મુકવો. ફિરોજપુર લાઈન પર લઈને અમે ખાલી ટ્રેન જ ભગાડીને ફિરોજપુર લઇ આવ્યા. ફિરોજપુર છાવણી રેલવે સ્ટેશન પહોંચવા પર પછી કહેવામાં આવ્યું કે પાકિસ્તાન થી હિંદુ-સીખો ને લઈને આવવાનું છે, માટે ફરીથી જવું પડશે. આ પર ગુપ્તા એ અધિકારીઓને કહ્યું કે અમને ગમે તે સજા આપી દો, પણ ફરીથી પાકિસ્તાન ટ્રેન લઈને નહિ જઈએ. તેઓએ કહ્યું કે હજારો હિન્દૂ શીખ ભૂખ્યા તરસ્યા કસૂર રેલવે સ્ટેશન પર બેઠા છે, તેઓને સુરક્ષિત લઈને આવવાનું છ.
27 ડિસેમ્બરના રોજ ફિરોજપુરથી ટ્રેન લઈને કસૂર પહોંચ્યા. ટ્રેનના 24 ડબ્બા હતા, લોકોની સંખ્યા વધુ હતી. ટ્રેનની અંદર-બહાર અને ઉપર સુધી પણ લોકો ચઢી ગયા.ગંડા રેલવે સ્ટેશન પાર કરવાનું હતું જ્યા પર મુસલમાનો તલવારો, કાપા જેવા હથિયારો લઈને ઉભા હતા. કસુરથી ટ્રેન ચાલીને જેવી જ ગંડા સિંહ પહોંચી, મુસલમાનોંએ હુમલો બોલાવી દીધો. ઘણા લોકો મરી ગયા અને લોહી ટ્રેન માંથી વહેવા લાગ્યું. ગુપ્તા એ જણાવ્યું કે ગંડા સિંહ રેલવે સ્ટેશન ક્રોસ કરતા જ તેમણે ટ્રેન केसरी-ए-हिंद પર પુરી રફ્તારથી દોડાવી અને ફિરોજપુર પહોંચ્યા. ગુપ્તાએ જણાવ્યું કે ગાર્ડની નોકરી 1965 સુધીની હતી. તેના પછી કન્ટ્રોલ ઓફિસમાં ચીફ કંટ્રોલના પદ પર કામ કરવા લાગ્યા અને 31 મૈં 1984 ના રોજ ચીફ કંટ્રોલ ના પદ પરથી કૃષ્ણ ગુપ્તા સેવાનિવૃત્ત થયા.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here