જાણો આ 8 બોલીવુડ સુપર સ્ટાર્સ ટીવી શો પર આવવાનો કેટલો લે છે ચાર્જ, જાણીને હોંશ ઉડી જાશે….

0

TV રીયાલીટી શો કે જે સુપરસ્ટાર્સ માટે પોતાની મુવીને પ્રમોટ કરવાનું એક સારું એવું માધ્યમ છે. તેના માટે તેઓ પોતાનો કીમતી સમય કાઢે છે અને આવા શોમાં હાજરી આપે છે સાથે જ પોતાની આવનારી ફિલ્મનું પ્રમોશન પણ કરે છે. આ સ્ટાર્સ માત્ર પોતાની મુવીને જ પ્રમોટ નથી કરતા પણ ઘણીવાર તેઓ આવા રીયાલીટી શો ને હોસ્ટ કરતા પણ જોવા મળે છે. આવા શોના એક એપીસોડ્સની ફી ખુબ મોટી રકમની હોય છે જેની આપળે કલ્પના પણ ન કરી શકીએ. સલમાન ખાન, શાહરૂખ ખાન, અમિતાબ વગેરે જેવા કીરદારો રીયાલીટી શોને હોસ્ટ કરતા જોવામાં આવે છે. ચાલો તો જાણીએ આવા સુપર સ્ટાર માત્ર એક એપિસોડનો કેટલો લેય છે ચાર્જ.

1. સલમાન ખાન-‘બીગ બોસ 10’:

બીગ બોસ જેવા રીયાલીટી શોની સફળતા પાછળનું એક માત્ર કારણ સલમાન ખાન છે. તે જાણે છે કે પોતાના વગર આ શો કાઈ જ નથી અને માટે તેના માટે તેને પર એપિસોડ 6-8 કરોર જેટલી રકમ ચુકવવામાં આવે છે. આ સલમાન માટે પહેલી વાર શો હોસ્ટ નથી. તેની પહેલા તેમણે ‘દસ કા દમ’ જેવા શો ને પણ હોસ્ટ કરેલું છે. જો કે તેના એક એપિસોડની ફી માત્ર 80 લાખ હતી.

2. અમિતાબ બચ્ચન-‘KBC’:

બીગ B એ આ શો ને શરૂઆતથી જ હોસ્ટ કરેલો છે. આ શોની લોકપ્રિયતા તેના લીધે જ વધી છે અને આજે પણ એજ પોઝીશન છે. અમિતાબ કોન બનેગા કરોરપતિ ના એક એપિસોડ માટે 2 થી 3 કરોર જેટલી રકમ મેળવે છે.

3. અમીર ખાન-‘સત્ય મેવ જયતે’:

જો કે આ શોને દરેક રાષ્ટ્ર માં બતાવવામાં આવતો ન હતો પણ તે ઘણા લોકો દ્વારા આકર્ષિત થયેલો છે. આ શો નો અંત દરેકના એક પ્રિય શો તરીકે થયો હતો. અમીર ખાન માત્ર આ શો ને હોસ્ટ જ નોતો કરતો પણ તે પ્રમોશનલ ટ્રેઇલરમાં પણ ભાગ લેતો હતો જેના માટે તેને 2 લાખ આપવામાં આવતા હતા અને ઓવરઓલ એપિસોડ માટે અમીર ખાન 3 કરોર જેટલી રકમ મેળવતો હતો.

4. શાહરૂખ ખાન-‘ઝોર કા જટકા’:

બોલીવુડ ના કિંગ ખાન માટે આ શો સફળ રહ્યો ન હતો. જો કે શાહરૂખ ખાને KBC-3 સહિત અન્ય ઘણા રીયાલીટી શો હોસ્ટ કરેલા છે. પણ આ રીયાલીટી શો લાંબા સમય સુધી ટીવી પર ટકી શક્યો ન હતો. આ શો શાહરૂખ દ્વારા 2011 માં હોસ્ટ કરવામાં આવ્યો હતો જેની પર એપિસોડની ફી 2.75 કરોર માનવામાં આવે છે.

5. ઋત્વિક રોશન-‘જસ્ટ ડાન્સ’:

જો કે ઋત્વિકે ટીવી પર કાઈ વધારે રીયાલીટી શો હોસ્ટ કરેલા નથી પણ તે જસ્ટ ડાન્સ જેવા શો ને હોસ્ટ કરતો નજરમાં આવ્યો હતો જેનો ચાર્જ 2 કરોર માનવામાં આવે છે.

6. અક્ષય કુમાર-‘માસ્ટર શેફ ઇન્ડિયા’:

બોલીવુડનો ખિલાડી અક્ષય કુમાર એક સમયે આ શો હોસ્ટ કર્યો હતો અન તેણે ખુબ સારું પર્ફોમન્સ આપ્યું હતું. આ શો ની TRP પણ ખુબ સારી હતી. અક્ષય ની ફી આ શો માટે પર એપિસોડ માટે 1.5 કરોર હતી.

7. માધુરી દિક્ષિત-‘જલક દિખલા જા’:

માધુરી માટે આ શો એક મોટી ફેંચાઈસી રહી છે. ઘણા સમયથી આ શો હોસ્ટ કરનારી માધુરી નો પર એપિસોડ નો ચાર્જ 1 કરોર હતો.

8. સંજય દત્ત-‘બીગ બોસ-5’:

આકસ્મિક રીતે સંજુ બાબા એ એક સમયે બીગ બોસ-5 શો હોસ્ટ કર્યો હતો. જો કે તે સમયે આ શો ની TRP સારી ન હોવાને લીધે ફરીથી આં શો સલમાન દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. સંજુ બાબા ની આ શો માટેની પર એપિસોડ ફી 1 કરોર હતી.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.