જાણો A નામ વાળા વ્યક્તિ નો સ્વભાવ, આ ખૂબીઓની સાથે હોય છે અમુક અવગુણો, જાણો વિગતે….

0

જે લોકો ના નામ નો પહેલો અક્ષર ઈંગ્લીશ અક્ષર એ થી શરૂ થાય છે, તે લોકો આકર્ષણ ના સ્વામી હોય છે. શારીરિક રચના એ રીતની હોય છે કે લોકો તેના તરફ ખૂબ જલ્દી આકર્ષિત થઈ જાય છે. ‘એ’ અક્ષર વાળા સુંદરતા ને પણ પસંદ કરે છે અને ખુદ પણ ગુડ લૂક ની શ્રેણી માં આવે છે તે લોકો સ્માર્ટ હોય છે.

‘A’ અક્ષર વાળા વ્યક્તિ નો સ્વભાવ (નેચર) –

જે લોકો ના નામ નો પહેલો અક્ષર ઈંગ્લીશ અક્ષર ‘એ’ થી શરૂ થાય છે, તે જાતક સ્વભાવ થી ખૂબ ભાવુક હોય છે, પણ એ લોકો જલ્દી થી આવેશ માં પણ આવી જાય છે. તે લોકો ની ઇરછા હોય છે કે ઘર-પરિવાર અને સમાજ માં બધા સરખી રીતે રહે અને તેનુ કહેવુ પણ માને. જ્યારે તેની વાત પૂરી નથી થઈ શકતી તો તેને ખોટુ લાગે છે અને તે કારણે તે લોકો નિરાશ પણ થઈ શકે છે.

‘A’ અક્ષર વાળા જાતકો નુ કેવુ હોય છે કરિયર –

ભણતર થી લઈ ને તેના કરિયર સુધી આ જાતક ખૂબ જ ગંભીર રહે છે. જે કામ કરવાનુ વિચારી લે છે તે કામ ને પૂર્ણ કરી ને જ જંપે છે. તેને બધી વસ્તુઓ જીવન માં મોડે થી કે રોકાઈ-રોકાઈ ને મળે છે, પણ જ્યારે આ નામ ના લોકો ને સફળતા મળે છે તો તે સફળતા ચરમ સીમા પર હોય છે. તેના જીવન માં સંઘર્ષ થાય છે, પરંતુ તે પોતાના લક્ષ્ય ને મેળવી જ લે છે.

‘A’ અક્ષર વાળા જાતકો નો પ્રેમ –

જો આપણે તેના માટે પ્રેમ ની વાત કરીએ તો એ અક્ષર વાળા પ્રેમ અને સંબંધ ને ઘણુ મહત્વ આપે છે, પણ ખૂબ વધારે રોમાન્ટિક નથી હોતા. પ્રેમ ની બાબત માં આ લોકો ખૂબ લકી હોય છે. જેટલુ ઇરછે છે તેના કરતા કેટલાય ગણુ મેળવે છે. પણ પ્રેમ પ્રત્યે તેનુ વલણ થોડુ ઓછુ હોય છે. પણ આ જાતક સંબંધ ને હદ થી વધુ મહત્વ આપે છે. અને જે સંબંધ માં એક વાર જોડાઈ જાય છે, તો કોશિશ કરે છે કે તેને જીવનભર નિભાવે.

‘A’ અક્ષર વાળા જાતકો ના ગુણ –

1. આવા લોકો ન તો દગાબાજ હોય છે અને ન તે દગાબાજી પસંદ કરે છે. આવા જાતકો ને દગાબાજી કરવા વાળા લોકો થી સખ્ત નફરત હોય છે. જો એક વાર તે કોઈ ની દગાબાજી થી અવગત થઈ જાય છે પછી તે જીવનભર તેના પર ભરોસો નથી કરતા.

2. તેને પાર્ટીઓ અને લોકો સાથે ખૂબ જ સારુ લાગે છે પણ આ તે એ બધી વસ્તુઓ ના બંધાણી નથી હોતા. મોકા ની નજાકત ને સમજવા વાળા અને પરિસ્થિતિ ના હિસાબ થી નિર્ણય લેવા ને કારણે તે દરેક દિલ ના અજીજ હોય છે.

3. ‘એ’ અક્ષર વાળા લોકો તમને જણાવી દઈએ કે તેના મનગમતા પ્રેમ ને મેળવવા માટે કઠોર પડકાર નો સામનો કરી શકો છે. અને તમે જેટલા દેખાઓ છો તેના કરતા ઘણા વધારે હિમ્મત વાળા હોવ છો. જોકે તમે તમારા ગુણો ના વખાણ નથી કરતા, પણ તમે સૌથી પહેલા તમારી શારીરિક જરૂરિયાતો પર ધ્યાન આપો છો.

4. આમ તો આ લોકો માં જન્મ થી જ ઘણા ગુણ હોય છે. આ ગુણો ને કારણે આ લોકો સમાજ માં ખાસ મુકામ હાસિલ કરે છે. અને ઘર-પરિવાર માં પણ તેને પુરુ માન-સમ્માન મળે છે. તે સામાન્ય રીતે હિમ્મત નથી દેખાડતા નથી પણ જરૂરત પાડવા પર તે એ કામ પણ કરી લે છે જેની કોઈ ઉમ્મીદ ના કરી શકાય. આવા જાતકો તેની વાતો દરેક સાથે શેર નથી કરતા.

અમે તમને તેના એક અવગુણ થી પણ પરિચિત કરાવીએ જે તેના માટે ખૂબ જ નુકશાનકારક છે.

‘A’ અક્ષર વાળા જાતકો ના અવગુણ-

‘એ’ નામ વાળા અક્ષર ના જાતક માં એક અવગુણ હોય છે જે તેની ઇમેજ ને બગડી ને રાખી દે છે અને તે અવગુણ ક્રોધી સ્વભાવ છે. વાત વાત પર ગુસ્સો કરવો તેની આદત થઈ ગઈ છે. તો તેનો એક અવગુણ તેના બધા ગુણ ને ખતમ કરી દે છે.

તો દોસ્તો આ છે ‘એ’ અક્ષર વાળા જાતકો નો સ્વભાવ. તેને જાણી ને તમે તમારી આસ-પાસ અને સ્વયં સાથે જોડાયેલા લોકો ની આદતો અને સ્વભાવ ને જાણી શકો છો. તેનાથી તમને સામેવાળા ને સમજવા માં સરળતા થશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here