જાણો 9 મહિના માતાના ગર્ભમાં આખરે બાળક શું કરતું હોય છે, જાણો આ 7 હકીકત, દરેક થનારી માંતાએ જાણવા જેવી ખાસ માહિતી….

0

પહેલી વાર માં બનવું ખુદ પરિવાર માટે ખુબ ખુશીની પળ હોય છે. આ દુનિયામાં એક નવા જીવને લાવવો અને પોતાના ગર્ભમાં નાના જીવને પાળવાનો અહેસાસ શબ્દોમાં વર્ણવી ન શકાય. ઘણી મહિલાઓને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે તેનું બાળક ગર્ભમાં શું કરી રહ્યું છે. એટલા માટે અમે આવી માતાઓ માટે એક આસ જાણકારી લાવ્યા છીએ કે આખરે માતાના ગર્ભમાં બાળક શું કરી રહ્યું હોય છે.રિસર્ચની જાણકારી આધારે બાકળ માત્ર આંગળીઓ, પગ અને અંગોને ચલાવાનું શીખે છે સાથે જ તે સપનાઓ પણ જોવે છે અને આંગળાઇઓ પણ લે છે, અંગુઠો પણ ચુસે છે અને એવી અન્ય ઘણી એવી ચીજો કરતુ હોય છે જેને જાણીને તમેને નવાઈ લાગશે.

જો તમે અલ્ટ્રા સાઉન્ડ ના દરમિયાન નજીકથી જોશો તો તમે ગર્ભની અંદર તમે તામારા નાના બાળકને જોઈ શકો છો. ઘણી વાર બાળક લગાતાર ફરતું રહે છે અને પેટમાં લાત પણ મારતું હોય છે.

જો તમે પહેલી વાર માં બનવા જઈ રહી છો તો જાણીલો આ ખાસ બાબતો…

1. ગર્ભમાં રડવું:

એ જાણીને તમારું દિલ તૂટી શકે છે પણ અલટ્રાંસાઉન્ડ દ્વારા એ વાત સામે આવી છે કે બાળક ગર્ભની અંદર રડતું પણ હોય છે.

2. ગર્ભમાં બોન્ડિંગ:

જો તમે જુડવા બાળકોની માં બનવા જઈ રહી છો તો ગર્ભની અંદર બંને બાળકોની બોન્ડિંગ થઇ જશે. જો કે આ બોન્ડિંગ માતાની સાથે પણ હોય છે. ગર્ભાવસ્થાના છેલ્લા 10 અઠવાડિયામાં બાળક પોતાની માં નો અવાજ પણ સાંભળી શકે છે.

3. હિંચકીઓ લેવી:

ગર્ભાવસ્થાના પહેલા ચક્ર દરમિયાન શિશુ હિંચકીઓ લેવાનું પણ શરુ કરી છે. જો કે તમને તેનો અહેસાસ નહીં થાય પણ ગર્ભાવસ્થાના છેલ્લા પડાવ માં તમને એ વાતનો અહેસાસ પણ થવા લાગશે. જો તમે ધ્યાન આપશો તો તમને ઘણીવાર બાળક્ની આ હિંચકીઓનો અનુભવ જરૂર થાશે.

4. ગર્ભમાં હસવું:

ગર્ભાવસ્થાના 26 માં અઠવાડિયામાં બાળક ઘણી ચીજો પર પોતાની પ્રતિક્રિયા આપવા લાગે છે. આ દરમિયાન બાળક હસે પણ છે.

5. આંગળાઇ લેવી:

ગર્ભની અંદર બાળક આંગળાઇ પણ લેતું હોય છે. આવું એટલા માટે કેમ કે ગર્ભમાં બાળક સૌથી વધુ સુવે છે અને જ્યારે તે ગર્ભની અંદર ફરે છે તો થાકી જાય છે અને તે આંગળાઇ લેવા લાગે છે.

6. ગર્ભમાં આંખો ખોલવી:

ગર્ભાવસ્થાના 28 માં હફતાંમાં બાળક ગર્ભમાં આંખો પણ ખોલતો હોય છે. તે તેજ રોશની પર પ્રતિક્રિયા પણ આપવા લાગે છે. પણ તેમાં ચિંતા કરવાની કોઈ જ વાત નથી.

7. ખોરાકનો સ્વાદ લેવો:

માં જે પણ ખાઈ છે તે બાળકને જાય છે અને એમિનેટેડ ફ્લુઇડ દ્વારા બાળક તેના ફ્લેવરનો સ્વાદ લે છે. કહેવામાં આવે છે કે 15 માં હંફતામાં ભ્રુણ ને મીઠો સ્વાદ પસંદ આવવા લાગે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here