જન્નત નો અનુભવ કરાવે છે ભારત ના આ 10 પ્રાકૃતિક નજારાઓ….પસંદ આવે તો લાઈક કરજો

0

પૃથ્વી ઘણા ચીજો ને મળી ને બની છે. જે બધા ને લીધે આ એક એવા ગ્રહ ન નિર્માણ થયું જ્યા જીવન શક્ય બન્યું છે, આજે આપણી આસપાસ એક દુનિયા છે, ક્યાંક મોટી મોટી ઇમારતો છે તો ક્યાંક હરિયાળી અને કોઈક જગ્યાઓ પર કારખાના માંથી નીકળતા ધુમાડા છે તો ક્યાંક શાંતિ એ પોતાનો વસવાટ નીલા આકાશ નીચે પાથરી રાખ્યો છે.

આજે અમે તમને પ્રકૃતિ ના એવા નજારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જોયા પછી તમને પણ જન્નત નો અનુભવ થાશે.

1. રૂપકુંડ ઝીલ:ઉત્તરાખંડ ના ગઢવાલ માં વાદીઓના નજારાઓ તમારું મન મોહી લેશે. રૂપકુંડ ઝીલ ના ચારે બાજુ જામેલી બરફ સુંદરતા માં અનેક ગણો વધારો કરે છે. અહીં ઘણા વર્ષો થી લોકોના કંકાલ પણ મળતા આવ્યા છે. માટે આ સુંદરતા રહસ્યમય પણ બની જાય છે.

2. પૈંગોંગ ઝીલ:આ ઝીલ લેહ થી લગભગ 160 કિમિ ના અંતર પર છે, બાઈકર્સ ની વચ્ચે આ ખુબ જ પ્રચલિત છે. આ ઝીલ ની આસપાસ તમને યાક અને પારંપરિક પોશાક પહેરેલા લોકો જોવા મળશે. અહીંના જેવી શાંતિ તમને બીજે ક્યાંય પણ નહિ મળે.

3. ખજર:તેને ભારત નું મીની સ્વિટ્ઝરલેન્ડ પણ કહેવામાં આવે છે. જે હિમાચલ પ્રદેશ માં છે. અહીં ના ઘેરા જંગલો અને પક્ષીઓ ના અલગ અલગ અવાજો તમારું મન મોહી લેશે.

4. ડીઝૂકો વેલી:આ ઘાટી પર સફર કરવાની મજા કઈક અલગ જ છે. જ્યા સુધી નજર પહોંચે ત્યાં સુધી હરિયાળી જ હરિયાળી અને લીલાછમ પહાડો જોવા મળે છે.

5. નોહકલિકાઈ ધોધ:જે ચેરાપુંજી ની પાસે જ છે. 1100 ફૂટ ની ઊંચાઈ થી પડતા પાણી ને જોવાની એક અલગ જ મજા છે. તેના નામની પાછળ એક ઐતિહાસિક કારણ પણ છે. Nohkalikail, Ka-Likai નામની મહિલા ના નામ પરથી આ ધોધ નું નામ પડ્યું છે. અમુક પારિવારિક કારણો ને લીધે આ મહિલા એ આ ધોધ માં કૂદી ને પોતાનો જીવ આપ્યો હતો.

6. બોરા કેવ્સ:જે આંધ્રપ્રદેશ માં છે. પહાડીઓ ની વચ્ચે બનેલી આ ગુફા ખુબ જ જૂની હોવા છતાં પણ લોકો માટે તે આશ્ચર્ય બનેલી છે. જે અન્નથગિરી પહાડીઓ માં સ્થિત છે.

7. ચાદર ઝીલ:આ ઝીલ કાશ્મીર ના ખોળા માં વસેલું છે. અહીં ગરમીઓ માં એક નદી હોય છે પણ ઠંડી ની ઋતુ આવતા જ આ નદી  પર બરફ જામ થઇ જાય છે જેના પર લોકો ચાલીને એક અલગ જ અનુભવ નો આનંદ લે છે.

8. અરુણાચલ પ્રદેશ ની ઘાટીઓ:ઇટાનગર થી લઈને બોમડીલા સુધી પૂરો પ્રદેશ ઘાટીઓની છાયા માં વસેલો છે. અહીં તમેં જ્યા પણ નજર કરશો તો વૃક્ષો ની હરિયાળી ઓ અને ફુલો ની સીધે સીધી ખુશ્બુ તમારું મન મોહી લેશે.

9. Athirapally Waterfalls:કેરળ ના કોચી માં લગભગ 78 કિમિ ના અંતર પર આવેલો છે આ વોટર ફોલ. જંગલો ની વચ્ચે તમિલનાડુ ના તરફ થી જાતા રસ્તા માં તમને અનેક હાથીઓ અને ઝરણાઓ મળશે.

10. માર્બલ રોક્સ:ઝીલ ની વચ્ચે કશ્તી અને ચારે બાજુ ઉભેલી પહાડીઓ ને જોવાનો એક અલગજ અનુભવ થાય છે. જો તમારે પણ આ અનેરા આનંદ ની મજા લેવી હોય તો એકવાર આ જગ્યાઓ પર ચોક્કસ જાઓ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક પર્યટન માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!