જન્નત છે ભારત ના આ 5 સુંદર ગામ, બીજા નંબર વાળા ગામમાં જવાની લોકોની ઈચ્છા….જાણવા જેવું

0

ગામ નું નામ આવતા જ વડીલો કે વૃદ્ધો પોતાના જમાનામાં ચાલ્યા જાત હોય છે, જ્યારે તેઓનું બાળપણ ગામ ની કોઈક ગલીઓમાં વીતતું હતું. ભારત ની આત્મા તો ગામમાં જ વસ્તી હોય છે. અહીં ની પોતાની એક સુંદરતા, પોતાની કાર્યશૈલી, પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાઓ હોય છે. ગ્રામીણ ક્ષેત્રો માં માટી માં તમને શુદ્ધતા અને તેની ભીની ભીની સુગંધ દરેક નું મન મોહી લેતા હોય છે. તેની સુંદરતા એટલી અદ્દભુત હોય છે કે દરેક કોઈ તેની મજા લેવા માગતા હોય છે પણ આજના ભાગા ભાગી ભરેલા જીવનમાં કોઈ આવા વાતાવરણ માં રહી નથી શકતા. જન્નત છે ભારતના આ 5 સુંદર ગામ, તમે પણ જુઓ આ ગામ ની સુંદરતા.1. શિલોન્ગ:
શિલોન્ગ થી લગભગ 90 કિમિ ના અંતરે વસેલું ના નાનું એવું ગામ, જ્યાં વૃક્ષો ના લાકડા થી બનેલા મજબૂત પુલ, સુંદર ઝરણાં, 85 ફૂટ ઊંચી પહાડીઓ પર બેસીને સંમોહિત કરી દેનારા દ્રશ્યો જોવા મળે છે.ખાસ કરીને ત્યાંની સુંદર સુંદર પહાડીઓ તમારું મન મોહિ લેશે. આ ગામની અસલ ઓળખાણ તેની સુંદરતા છે અને અહીં બિલકુલ પણ ગંદકી નથી. અહીંના દરેક વર્ગ ના લોકો પુરા મન થી પોતાના ગામને સ્વચ્છ રાખે છે.

2.ખોનોમાં:ખોનોમાં ને એશિયા નું સૌથી પહેલું હર્યું ભર્યું ગામ ઘોષિત કરવામાં આવ્યું છે. આ ગામ કોહિમો થી 20 કિમિ દૂર ખોનોમાં ની લીલીછમ વાદીઓ માં સ્થિત છે. અહીં પર 100 થી વધુ અલગ અલગ પ્રજાતિ વાળા વન્ય પ્રાણીઓ અને જીવ જંતુ ઓ રહે છે જે અહીં પર આવનારા લોકોને આકર્ષિત કરે છે. અહીં દરેક ઘરના દરવાજા પર એક ખાસ પ્રકારનું શિંગડું લટકાવવા માં આવે છે જે ગામના લોકોને સુરક્ષા પ્રદાન કરે છે. આ ગામ અલગ અલગ પ્રકારની ખેતી માટે પણ જાણવામાં આવે છે.

3. મિરિક:દાર્જિલિંગ ના પશ્ચિમમાં સમુદ્ર તળથી લગભગ 4905 ફૂટ ની ઊંચાઈ પર વસેલું મિરિક એક નાનું એવું ગામ છે. જ્યાં પ્રકૃતિ એ પોતાના ચરમ પર સૌંદર્ય વિખેર્યા છે. હિમાલય ની વાદીઓમાં દેવદાર થી ઘેરાયેલા મિરિક ઝીલ અહીં ના નજારા ને સુરમ્ય બનાવી દે છે. ચા થી ઘેરાયેલા બાગ, જંગલી ફૂલો ની ચાદર, ક્રિપ્ટોમેરિયા ના વૃક્ષ અહીં આવનારા લોકોને પોતાના તરફ ખેંચી રાખે છે.

4.મલાના:આ ગામ મલાના નદી ના કિનારાની પાસે સુંદર વાદીઓના કિનારે વસેલું છે. અહીં આબાદી ઓછી અને કુદરતી કરિશ્માઓ વધુ છે. અહીંના અદ્દભુત નજારાઓ લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. આજ કારણ છે કે અહીં લોકો શાંતિ ની શોધ માં દેશ-વિદેશ થી આવે છે.

5. સ્મિત:મેઘાલય ની રાજધાની શિલોન્ગથી લગભગ 11 કિમિ દૂર પહાડો પર વસેલું સ્મિત ગામ ખુબ જ સુંદર છે. સ્મિત ની હવામાં શુદ્ધતા અને તાજગી નો અહેસાસ થાય છે. જેના લીધે આ ગામને પ્રદુષણ મુક્ત ગામ નો દરજ્જો પણ આપવામાં આવેલો છે. સ્મિત ની પ્રકૃતિ માં ચકિત કરી દેનારા નજારા છે જે તમારી આંખો માં શુકુન પ્રદાન કરશે. અહીં શાકભાજી અને મસાલા ની ખેતી થાય છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here