જન્મતા વેત જ માં ને લપેટી ગઈ બાળકી, જોઈને તમે પણ ભાવુક થઇ જાશો….

0

દુનિયાની દરેક યુવતી માં બનવાનું સુખ ઉઠાવવા માંગતી હોય છે, માટે તે તેને 9 મહિના પોતાના ગર્ભમાં રાખીને ઘણું એવું દર્દ સહન કરીને બાળકને જન્મ આપતી હોય છે. એવું માનવામાં આવે છે કે જે સમયે એક મહિલા પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે તેનો બીજો જન્મ થાય છે અને ભયંકર દર્દ સહન કર્યા પછી તેના ખોળામાં પોતાનું બાળક આવે છે ત્યારે તે પોતાનું દરેક દુઃખ, દર્દ ને ભૂલી જાય છે. જે સાચું કરી બતાવ્યું એક બાળકી એ, જયારે જન્મ થયા પછી તેને તેની માં ની પાસે રાખવામાં આવી તો તે પોતાની માં ને ચીપકી જ ગઈ હતી. જન્મતા વેંત જ માં ને લપેટાઈ ગયેલી બાળકી, અને તેનો આ લગાવ જોઈને તમારું પણ મન ભરાઈ આવશે. જન્મતા વેત જ માં ને વળગી પડી બાળકી:

એક ગર્ભવતી મહિલા જયારે બાળકને પોતાના ખોળામાં રાખે છે ત્યારે જ તેનો બાળક સાથે નો અતૂટ રિશ્તો બની જાય છે. જ્યારે કોઈ માં પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે ડોકટર્સ એ વાતને પ્રોત્સાહિત કરે છે જે બાળક અને માં શારીરિક તરીકાથી કેવી રીતે એક-બીજા સાથે જોડાયેલા છે અને એક બાળક કેવી રીતે પોતાની માતા ની નજીક હોય છે. તેને લીધે જ જન્મ થતા જ બાળકને માતા ના ખોળામાં આપવામાં આવે છે, ડોકટર્સ ના આધારે, જન્મ લીધા પછી બાળકને માતા ની છાતી સાથે એટલા માટે લગાડવામાં આવે છે જેનાથી કેમિકલ હોર્મોન જેને ઓક્સીટોસિન કહેવામાં આવે છે, તે ભાવના માં અને બાળકની અંદર જાગી જાય.બાળકની માં ‘બ્રેન્ડા કોલહુ’ એ જણાવ્યું કે તેની બાળકી એ જે રીતે તેના ગાલ પકડ્યા હતા તે એક અદ્દભુત અહેસાસ હતો અને તેના તો હોંશ જ ઉડી ગયા હતા કેમ કે આજ સુધી કોઈ બાળકે આવું નહિ કર્યું હોય. તે બાળકી પોતાની માં ને છોડવા માંગી રહી ન હતી અને ડોકટર્સ તેને સાફ કરવા માટે લઇ જાવા માગતા હતા પણ બાળકી તો જાણે માતા ને છોડી જ રહી ન હતી. જયારે ડોકટર્સ તેને જબરદસ્તી થી લઇ ગયા તો તે રડવા લાગી. જો કે તેને સાફ કર્યા પછી તરત જ તેને તેની માં ની પાસે સુવળાવી દેવામાં આવી અને તે તેની માં ને લપેટી જ રહી.

Video:

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

ગર્ભ સંસ્કાર શું છે? આપણી સંસ્કૃતિ માં 16 સંસ્કારો ની વાત કરવા માં આવી છે.. વાંચો આર્ટિકલ

ભારતીય સંસ્કૃતિ માં કહ્યા અનુસાર સંતાન ને જન્મ આપવો એ એક પ્રાકૃતિક ઘટના જ નહિ પરંતુ માતા-પિતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઉત્તરદાયિત્વ છે. આ માટે જ ગર્ભ ધારણ કરવો અને એક નવા જીવાત્મા ને આ સંસાર માં લાવવા માટે નું પૂર્ણ વિધાન આપેલું છે. આપણી સનાતન સંસ્કૃતિ માં 16 સંસ્કારો ની વાત કરવા માં આવી છે. તેમાં આ ગર્ભ સંસ્કાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ માતા-પિતા સંતાન પ્રાપ્ત કરવા માંગે છે તો તેમણે ઓછા માં ઓછા ત્રણ મહિના પહેલા જ માનસિક, બૌધ્ધિક અને શારીરિક રૂપ થી પોતાને આ ઘટના માટે તૈયાર કરવા જોઈએ.

જો શરીર નું સ્વાસ્થય અને માનસિક સંતુલન ના હોય અને જો સંતાન ઉત્પન્ન થાય તો તે આવનાર સંતાન અનેક રોગો થી ગ્રસ્ત થઈ શકે છે. અને આજે આપણે જોઈએ છીએ કે આજ ના બાળકો માં જન્મ થી જ અનેક રોગો જોવા મળે છે. તેનું મુખ્ય કારણ એ જ છે કે માણસ પોતાના જીવન માં બનનારી આ વિશેષ ઘટના માટે કોઈ પણ તૈયારી નથી કરતો. અને ગર્ભ ધારણ કોઈ પણ જાત ની જાગરુકતા વગર એક દુર્ઘટના ના રૂપ માં થાય છે. વાસ્તવ માં આ એટલો ગંભીર અન વિસ્તૃત વિષય છે કે ગર્ભ ધારણ નો સમય, સ્થાન, અને તેની પૂર્વે કરેલી સાધના નું અત્યંત મહત્વ છે. પરંતુ અહી આપણે માત્ર આયુર્વેદિક પક્ષ માં જ તેની ચર્ચા કરીશું. આયુર્વેદ માં સુપ્રજ જ્ઞાન નું વર્ણન આવે છે જેમાં કહ્યા અનુસાર સંતાન માટે ઇચ્છુક માતા-પિતા શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક રૂપ થી તૈયારી કરવી જોઈએ. વાસ્તવ માં ગર્ભ ધારણ પછી માતા ની જવાબદારી પિતા કરતાં વધુ હોય છે. કેમ કે સંતાન નો ભ્રૂણ તેના શરીર માં હોય છે. આ માટે જ ગર્ભ ધારણ સંસ્કાર બનાવ્યો છે. જેની અંદર માતા ને એવી શિક્ષા આપવા માં આવે છે કે જેમાં એ એક સ્વસ્થ, તેજસ્વી, અને યોગ્ય બાળક નો જન્મ આપી શકે. સુપ્રજ જ્ઞાન ની શરૂઆત પિંડ શુધ્ધિ અથવા અંડકોષ અને શુક્રાણુ ની શુધ્ધિકરણ થી થાય છે.

જો માતા અથવા પિતા બંને માથી કોઈ પણ માનસિક રૂપ થી શાંત અને પ્રસન્ન ના હોય તો ગર્ભ ધારણ ના કરવું જોઈએ. કેમ કે માતા-પિતા ની માનસિક અવસ્થા નો પ્રભાવ આવનાર સંતાન ઉપર થાય છે.આથી માતા-પિતા એ પોતાના મન માં સત્વ ગુણ ની અભિવૃધ્ધિ કરવી જોઈએ. એ માટે સાત્વિક આહાર, અને ઉચિત દિનચર્યા નું વિશેષ મહત્વ હોય છે. તીખું, મસાલેદાર ભોજન અને માદક પદાર્થ નું સેવન કરવું જોઈએ નહીં.

ગર્ભ માં પોષિત થતો જીવાત્મા માત્ર કોઈ માસ નો ટુકડો નહીં પરંતુ એક સ્વતંત્ર જીવ છે જે તેની આસપાસ બનતી દરેક ઘટના અને સંવેદના ને અનુભવી શકે છે, તેના થી પ્રભાવીત પણ થાય છે, અને પોતાની પ્રતિક્રિયા પણ આપે છે. આથી માતા-પિતા ની જવાબદારી બને છે કે તે ગર્ભિત શિશુ ને ઉચિત, પ્રસન્નતા પૂર્ણ ધ્વનિ અને મંગલમય કર્મો થી ભરેલું વાતાવરણ આપે.

થોડા સમય પછી બાળક સાથે સંપર્ક પણ સાધી શકાય છે. આયુર્વેદ માં ગર્ભ ધારણ કરેલી સ્ત્રી માટે નિશ્રિત કરેલી દિનચર્યા આપેલી છે. તેને ખાસ પૌષ્ટિક આહાર સિવાય યોગ,મંત્ર, જપ, તેમજ વિશિષ્ટ દિનચર્યા નું પાલન કરવું જોઈએ. માતા દ્રારા સાંભળેલી ધ્વનિ નો પ્રભાવ બાળક ના માનસ પર પડે છે, આથી વિશિષ્ટ ગર્ભ ધારણ સંસ્કાર સંગીત ને સાંભળવું અને મંત્ર ઉચ્ચારણ કરવું ગર્ભ વતી સ્ત્રી માટે ખૂબ જ જરૂરી છે. ગર્ભવતી સ્ત્રી એ વિશેષ પ્રકાર ના સાહિત્ય અને પુસ્તકો નું વાંચન પણ કરવું જોઈએ.
માતા-પિતા અને બાળક વચ્ચે નો સંબંધ
ધ્યાન, ધારણા, વિચાર-સમ્મોહન, કલ્પનાશક્તિ ના પ્રયોગ ની થોડીક વિધિ થી બાળક સાથે સંપર્ક સાધી શકાય છે. સૌથી મહત્વપૂર્ણ છે કે બાળક સુધી શુભ ભાવના અને સંસ્કારો નો સંચાર થવો જોઈએ. સફેદ રંગ ની રોશની ઉપર કરેલી ધારણા ખૂબ લાભદાયક છે.

સંગીત નો પ્રભાવ
સંગીત માં મસ્તિષ્ક ને પ્રભાવિત કરવા ની અદભૂત શક્તિ હોય છે. આથી વિશિષ્ટ પ્રકાર નું સંગીત બાળક માટે લાભદાયક અને તેના વિકાસ માટે ઘણું યોગદાન આપે છે.

માતા ની જીવનચર્યા
ગર્ભવતી સ્ત્રી એ ભયાનક દ્રશ્ય અને ધ્વનિ વાળી ફિલ્મો, ટેલિવિજન ની સિરિયલો ના જોવી જોઈએ. પ્રીતિકર અને મધુર સંગતિ માં રહેવું જોઈએ. સુંદર કલાકૃતિઓ, પ્રાકૃતિક દ્રશ્યો અને સારા સાહિત્ય નું વાંચન કરવા થી બાળક પર સારો પ્રભાવ પડે છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here