જન્માષ્ટમી પર આ 5 ઉપાય કરો, ઘરમાં ક્યારેય નહિ આવે ધન દોલત ની કમી -ફાયદાકારક માહિતી વાંચો

0

કૃષ્ણજન્મ આપણા પુરા દેશમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી ના દિવસે લોકો મંદિરોમાં ઉજવણી કરે છે. લોકો ઘરે ઘરે ઉત્સાહથી કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવે છે. જન્માષ્ટમી ના દિવસે લોકો આખા દિવસનો ઉપવાસ કરે છે અને રાત્રે 12 વાગે કૃષ્ણજન્મ ઉજવે છે. આજના દિવસે લોકો કૃષ્ણમય બનીને ભક્તિ કરે છે અને ભગવાન કૃષ્ણ પોતાના દરેક ભક્તની ઈચ્છા પૂરી કરે છે.

આજે અમે તમને એવા થોડા ધાર્મિક ઉપાય બતાવીશું જે તમારે આજના દિવસે કરવાના રહેશે. આ ઉપાય કરવાથી તમારા અને તામારા પરિવાર પર આવતી દરેક મુશ્કેલીઓનો અંત આવશે. અને જીવન સુખ શાંતિથી વિતાવી શકશો. તો આવો જાણીએ એ પાંચ ઉપાય.

૧. શંખ

ભગવાન કૃષ્ણ પોતાના દરેક ભક્તો ખુબ પ્રેમ કરતા હોય છે. જો જન્માષ્ટમીના દિવસે શંખમાં દૂધ ભરીને તે શંખ દ્વારા કૃષ્ણના બાળ સ્વરૂપ પર અભિષેક કરશો તો તમારા જીવનની દરેક સમસ્યા પૂર્ણ થઇ જશે.

૨. તુલસી

તુલસીજી પણ આપણા હિન્દુ ધર્મ માં ખુબ મહત્વપૂર્ણ છે. ભગવાન કૃષ્ણને પ્રસાદમાં જો તમે તુલસી અર્પણ કરો છો એ તો યોગ્ય છે જ પણ સાથે તમારે કૃષ્ણ ભગવાનની પૂજા સમયે પણ તુલસીના પાન મુકવાનું ભૂલતા નહિ. આ ઉપાય કરવાથી તમને તમારા દરેક કામમાં સફળતા મળશે.

૩. માખણ મિશ્રી

ભગવાન કૃષ્ણને માખણ સૌથી વધુ પસંદ છે એ તો આપણે બધા જ જાણીએ છીએ. માટે ભગવાનને પ્રસાદ ધરાવો તો તેમાં માખણ અને મિશ્રી પણ જરૂર ધરાવજો. આ ઉપાય કરવાથી ભગવાન કૃષ્ણ તમારી દરેક ઈચ્છા પૂરી કરશે.

૪. પીળું કપડું અને મોરપંખ

ભગવાન કૃષ્ણે પીળા રંગના કપડા ખુબ પસંદ હોય છે. તો જન્માષ્ટમીની પૂજામાં પીળા રંગના કપડા સાથે મોરનું પીછું પણ અચૂક મુકજો. જો તમે પીળા વાઘા અને મોરપંખ વાળું મુકુટ પહેરાવશો તો પણ ચાલશે. આનાથી કૃષ્ણ તમારા પરિવાર ઉપર પણ પ્રસન્ન થશે.

ફળ અને અનાજ

હિન્દુ ધર્મમાં દાનનો મહિમા અપરંપાર છે. જો તમે પણ કૃષ્ણ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો ગરીબોને ફળ અને અનાજનું દાન જરૂર કરજો. આ ઉપાય કરવાથી ભગવાન કૃષ્ણની કૃપા તમારી પર બની રહેશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here