જન્માષ્ટમીની રાત્રે આ જગ્યા પર રાખો મોરના પીંછા, જડમૂળથી તમારી પરેશાનીઓ થઇ જશે દૂર – ફાયદાકારક માહિતી વાંચો

0

જન્માષ્ટમી એટકે કે કાળા ગોવાળિયા કાના નો જન્મ દિવસ. સાથે જ આનંદ, ઉત્સાહ અને નવા નવા પકવાનો નો તહેવાર એટલે જન્માષ્ટમી. આ દિવસ ની લોકો તદન આતુરતા થી રાહ જોતા હોય છે કે ક્યારે જન્માષ્ટમી આવે અને ઉજવણી કરીએ. કૃષ્ણ ની કથા અનુસાર રાત્રે બાર વાગે કૃષ્ણ ગોપાલ નો જન્મ થાય છે અને લોકો ધામ ધૂમ થી ઉજવે છે. આ દિવસે શાળા મા રજા નો દિવસ હોય છે જેથી બાળકો પણ આનંદ ઉત્સાહ મા હોય છે.  આ એક એવો સમય છે જ્યારે તમે કાનાને ખુશ કરી શકો છો. કૃષ્ણનું નામ આવતા જ તેના મુગટ પર શોભતું મોરનું પીંછું આંખની નજર સામે જ આવી જાય. મોરનું પીંછું તમામ નવ ગ્રહોનું પ્રતિનિધત્વ કરે છે અને જન્માષ્ટમીની રાત્રે જો તમે એક નાનકડો ઉપાય કરશો તો આ મોરનું પીંછું તમારી તમામ પરેશાનીઓને જડમૂળથી દૂર કરી દેશે.

આ દિવસ નિમિતે લોકો જાત જાત ને ભાત ભાત ના પકવાન બનાવે છે અને મટકી ફોડ નો કાર્યક્રમ પણ લોકો દ્વારા યોજવામાં આવે છે.ઘણી જગ્યાએ ભગવાન કૃષ્ણ ના પારણા પણ બાંધવામાં આવે છે અને તેમાં કૃષ્ણ ની મૂર્તિ રાખી ને તેમને જુલાવે છે અને અનેરો આનંદ પ્રાપ્ત કરે છે.

ભગવાન કૃષ્ણ તમારી બધી સમસ્યા નું હલ કરી શકે છે બસ નીચે આપેલી ટીપ્સ ને અપનાવવાની જરૂર છે.

જો તમને સંપત્તિથી સંબંધિત કોઇ સમસ્યા, અટકનું નામ, ધન અને યશને નુકસાન થઇ રહ્યું હોય તો આ મોરનું પીંછું તમારા માટે સાક્ષાત ઠાકુરજીનો પ્રસાદ છે. જન્માષ્ટમીની રાત્રે રાધારાણીના મંદિરમાં જઇને ભગવાન કૃષ્ણના મુગટ પર મોરના પીંછાની સ્થાપના કરાવો અને તેની પ્રતિમાની પૂજા કરો. 40મા દિવસ બાદ મોરનું પીંછું તમારા ઘરની તિજોરીમાં મૂકી દો. પછી જુઓ ચમત્કાર, કેવી તમારી તિજોરી ભરાવાની શરૂ થઇ જશે.

આ ઉપાય કરવાથી તમારી તિજોરી ધન થી છલોછલ ભરાઈ જાશે.

મોર ના પીછા ને ખુબજ શુકુન વંતુ માનવામાં આવે છે અને સાથે જ તમારી અનેક સમસ્યાઓ નું પણ સમાધાન કરી શકે છે.

તમને દરેક સમયે શત્રુનો અહેસાસ થઇ રહ્યો હોય અથવા તો કોઇ શત્રુ તમને નુકસાન પહોંચાડી રહ્યો હોય તો જન્માષ્ટમીની રાત્રે મોરના પીંછા પર તમારા શત્રુનું નામ લખી દો અને ઠાકોરજીના મંદિરમાં આખી રાત મૂકી દો. સવારે ઉઠીને ન્હાયા વગર અને કોઇને કહ્યા વગર આ પીંછાને વહેતા પાણીમાં પધરાવી દો. જો પાણીમાં વહાવી ના શકો તો કોઇ ઝાડ નીચે દબાવી દો. આમ કરવાથી તમારો શત્રુ મિત્ર બની જશે. જે દરેક ડગલે તમારી મદદ કરવા માટે તૈયાર રહેશે.

સાથે જ તમારી કુંડળી મા ના દોષ ને પણ મોર નું પીછું દુર કરી શકે છે.

કુંડળીમાં કાલ સર્પ દોષ કે પછી બીજા કોઇપણ પ્રકારનો દોષ હોય. મોરનું પીંછું આ તમામ દોષોને દૂર કરી દે છે. કુંડળીના દોષોને દૂર કરવા માટે જન્માષ્ટમીની રાત્રે તમારા તકિયા નીચે સાત મોરનાં પીંછા મૂકી દો. મોરના 11 પીંછાથી બનેલ પંખાને બેડરૂમની પશ્ચિમી દિવાલ પર લગાવો અને પછી દરરોજ એક વખત આ પંખાથી તમારી જાતે જ પવન નાંખો. આમ કરવાથી નસીબ તમને સાથ આપશે.

હાલ જન્માષ્ટમી આવવાની તયારી મા જ છે. તો તમે આ ઉપાય અજમાવી ને તમારી સમસ્યા થી મુક્તિ મેળવી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here