જન્મદિવસ પહેલા સૈફ-બેબોના લાડકા તૈમુરનો જોવા મળ્યો કઈક આવો નવાબી ઠાઠ, જુઓ શાનદાર ફોટોસ….

0

દોસ્તો, બોલીવુડની રંગીન દુનિયા અને તેમાંના રંગીન અને લાજવાબ સ્ટાર્સ હંમેશા મીડિયામાં છવાયેલા જ રજે છે. સાથે જ બોલીવુડ સ્ટાર કિડ્સની વાત કરીએ તો બધાના મનમાં સૌથી પહેલું નામ કરીના-સૈફના લાડકા દીકરા તૈમુર અલી ખાનનું  જ આવશે. તૈમુરને બોલીવુડમાં સૌથી ક્યુંટેસ્ટ ચાઈલ્ડ માનવામાં આવે છે.

જન્મથી લઈને આજ સુધીની તૈમુર સાથે જોડાયેલી અનેક ખબરો ચર્ચામાં રહી છે. તે પછી તૈમુર ની 2 લાખની કિંમતની ડંગરીની વાત હોય કે પછી તેના રોજના ભોજનની વાત હોય. અમુક સમય પહેલા જ સૈફ અલી ખાને ચિલ્ડ્રન્સ  ડે પર પોતાના લાડકા તૈમુરને શાનદાર કાર ગીફ્ટ કરી હતી. જેની કિંમત એટલી હતી કે તેમાંથી સામાન્ય માણસ આરામથી પોતાનું જીવન પસાર કરી શકે.

તૈમુરની ક્યુટેસ્ટ સ્માઈલ હર કોઈને પ્રેમ ઉભરાવી શકે છે. સાથે જ કરીના-સૈફ આજના દિવસોથી જ તૈમુરના આવનારા ઉજ્વળ ભવિષ્ય માટે પ્લાનિંગ કરી રહ્યા છે.

થોડા સમયમાં જ તૈમુરનો પહેલો જન્મદિવસ આવી રહ્યો છે. આ દિવસની રાહ હર કોઈ આતુરતાથી જોઈ રહ્યા છે. નાની બબીતા તથા માસી કરિશ્મા પણ જન્મદિવસ માટે પ્લાનિંગ કરી રહ્યા છે. 20 ડીસેમ્બરના રોજ તૈમુરના જન્મદિવસ માટે પટૌદી પેલેસને ખુબ શાનદાર રીતે સજાવવામાં આવ્યું છે. જન્મદિવસની પૂર્વ તૈયારીમાં તૈમુર કઈક અલગજ અંદાજ માં જોવા મળ્યો હતો. તેનો નવાબી ભરેલો આ ઠાઠ અત્યંત જોવા લાયક છે.

સૈફ-કરીના અને સાથે માસી કરિશ્મા પણ આ દિવસ ને સેલીબ્રેટ કરવા માટે હરિયાણાના પેલેસમાં પહોંચી ગયા છે. કરિશ્માએ તૈમુરની લેટેસ્ટ ફોટો શેઈર કરી છે જેમાં તે રેડ સ્વેટર પહેરેલો નજરમાં આવે છે. જેમાં તે પોતાના પાપા સૈફ સાથે ઘોડેસવારી કરતો નજરમાં આવે છે. સાથે મમ્મી કરીના પણ આ ફોટોમાં નજરમાં આવી રહી છે. કરીના અને સૈફ કેઝુઅલ લુકમાં જોવા મળે છે.

જણાવી દઈએ કે તે પહેલા તૈમુરને મુંબઈ એઈરપોર્ટ પર જોવા મળ્યો હતો તે સમયે તે પાપા સૈફના ખોળામાં રમતો નજરમાં આવ્યો હતો.

કરીના દ્વારા પોસ્ટ કરેલા આ ફોટોમાં ખુબ સારી રીતે જોઈ શકાય છે કે કેવી રીતે કપૂર ફેમીલી જન્મદિવસના સેલીબ્રેશના માટે પુરા મૂડ અને જોશમાં છે. માટે જન્મદિવસ પહેલા બધા સાથે મળીને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. આ સમયે કરિશ્માને પણ પોતાના બાળકો સાથે સ્પોટ કરવામાં આવી હતી.

કરીનાએ પોતાના આગળના ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે જન્મદિવસ પર તૈમુર પોતાના સ્ટાઈલીશ અને ક્યુટ અંદાજમાં જોવા મળશે. જો કે કરીના તેમને બેબી આઉટફીટ જ પહેરાવશે કેમ કે કરીનાનું માનવું છે કે સ્ટાઇલીશની સાથે સાથે કમ્ફર્ટ રહેવું પણ તેટલુજ જરૂરી છે.

જણાવી દઈએ કે સેલિબ્રેશનમાં ખાન અને કપૂર પરિવારના ઘણા કરીબી લોકો ઉપસ્થિત રહેવાના છે. જાણકારી પ્રમાણે સેલિબ્રેશનમાં શાહરૂખ ખાન પોતાના દીકરા અબરામ અને કરન જોહર પોતાના ટવીન્સ બેબીસ યશ અને રુહી સાથે ઉપસ્થિત રહેવાના છે. સૈફ અલી ખાનનો આ પટૌડી પેલેસ હરિયાણાના ગુડગાવમાં પટૌડી નામની જગ્યા પર આવેલો છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.