જન્મ થતા જ સેલિબ્રિટી બની ગયો આ બાળક, પ્રેગ્નન્સી ટેસ્ટ કરતી વખતે નર્સે એ મહિલાને આપી હતી આ ખુશખબરી, બાળકનો જન્મ…વાંચો

0

ઇંગ્લેન્ડ માં એક બાળક જન્મ થવાની સાથે જ સેલિબ્રિટી બની ગયો. આ બાળકની ખાસિયત તેના વાળ છે, જે કોઈ સામાન્ય બાળકની તુલનામાં અનેક ગણા વધારે છે. આ સિવાય આ બાળકના જન્મ પહેલા આજ વાળ ને લીધે હોસ્પિટલ વાળા પણ તેને છોકરી સમજી બેઠા હતા. હાલ આ બાળક 5 મહિનાનો થઇ ચુક્યો છે, અને લાંબા વાળને લીધે લોકો તેને સેલિબ્રિટી ની જેમ ટ્રીટ કરે છે. આટલા વાળ જોઈને છોકરી સમજી બેઠા નર્સ:

આ સ્ટોરી મર્સીસાઈડ ના લિડીએટ કસ્બા માં રહેનારી રશેલ(30 વર્ષ) અને ગૈરેથ કાર્ટર ના દીકરા બોબી કાર્ટર ની છે. જેનો જન્મ જુલાઈ 2017 માં થયો હતો.    બોબી જયારે પણ રસ્તા પરથી નીકળે છે તો તેના મોટા અને ઘેરા વાળને લીધે લોકોની ભીડ લાગી જાય છે. ઘણા લોકો તો તેને છોકરી સમજી લે છે. રશેલ નું કહેવું છે કે લાંબા વાળ ને લીધે લોકો તેને X-મેન ફિલ્મ ના કેરેક્ટર વુલ્વરિન સાથે પણ તુલના કરે છે. બોબી ના જન્મ પહેલા 20 અઠવાડિયા ની પ્રેગ્નેન્ટ રશેલ જયારે જેન્ડર ટેસ્ટ કરાવા માટે પહોંચી હતી, તો તેને કહેવામાં આવ્યું હતું કે તે એક દીકરી ની માં બનવાની છે. કેમ કે ગર્ભવસ્થ નવજાત ના વાળને લીધે તેને ભૂલ થઇ ગઈ હતી. તેની માતા ના આધારે, ‘જયારે તેનો જન્મ થયો, તો સેલિબ્રિટી બની ગયો હતો. ડોકટર્સ આસપાસ ના લોકોને ફોન કરીને તેને જોવા માટે બોલાવતા હતા.

પિતા જેવો જ છે વાળો નો કલર:રશેલ નું કહેવું છે કે, ‘હું જયારે પણ તેને લઈને બહાર નીકળું છું તો તેને જોવા માટે લોકો રોકાઈ જાય છે. એક મહિલા એ તો ટ્રાફિક ની વચ્ચે પોતાની કાર ને રોકી દીધી હતી અને જોરથી કહ્યું હતું, હે ભગવાન, તે બાળકના વાળ તો જુઓ’. મારો મોટો દીકરો ફ્રેન્કી પણ વધુ વાળની સાથે જન્મ્યો હતો પણ એટલા નહિ જેટલા બોબી ના છે. મારી માં એ પણ કહેતી હતી કે હું વધુ લાંબા વાળની સાથે જન્મી હતી, પણ બોબી ના વાળનો કલર તેના પિતા ના વાળ જેવો જ છે.
બાળકના માતા-પિતાનું કહેવું છે કે તે જયારે પણ તેને લઈને સુપરમાર્કેટ જાય છે, તો તેને બેબી સિટર ની બહાર નથી કાઢતા. કેમ કે તેને જોવા માટે લોકોની ભીડ લાગી જાય છે અને પછી અમારે કલાકો સુધી ત્યાં જ રહેવું પડે છે. રશેલ ના આધારે લોકોને આસપાસ જોઈને તે પહેલા ખુબ જ ડરી જાતો હતો, પણ લોકોથી મળતા એટેંશનને લીધે તેણે હવે ધીમે ધીમે ફ્રેન્ડલી થવાનું શરૂ કરી દીધું છે. રશેલ અને ગૈરેથ એ પોતાના બાળકના સુંદર વાળ દુનિયાભર ના લોકોને દેખાડવા માટે ઈનસ્ટાગ્રામ પેજ પણ બનાવ્યું છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here