જાહ્નવી નું આની જોડે ચાલી રહ્યું છે ચક્કર, જાહ્નવી એ ખુદ ખુલાસો કરતા કહ્યું કે..

0

બૉલીવુડ ની ધડક ગર્લ જાહ્નવી કપૂર અમુક દિવસો પહેલા પિતા બોની કપૂર અને નાની બહેન ખુશી કપૂર ની સાથે તિરુમાલા મંદિર પહોંચી હતી. જેની અમુક તસ્વીરો અને વિડીયો સામે આવી રહ્યા છે. બૉલીવુડ માં ડેબ્યુ કરવાના પહેલા જાહ્નવી કપૂર ની તેના બાળપણ ના મિત્ર અક્ષત રાજન ની સાથે પાર્ટી કરતી અને કિસ કરતી અમુક તસ્વીરો વાઇલર થઇ હતી. જેના પછી એક વાર ઈશાન ની સાથે પણ જાહ્નવી નું નામ પણ જોડાયું હતું.એવામાં જાહ્નવી એ એક ઇન્ટરવ્યૂ માં આ વાત નો ખુલાસો કર્યો છે અને પોતાના રિલેશનશિપ વિશે વાત કહી હતી. જાહ્નવી એ આ બાબત પર કહ્યું કે,”તેના ઘરમાં કોઈની સાથે ડેટ કરવી હંમેશા થી એક વિષય રહ્યો છે. મમ્મી અને પપ્પા હમેંશાથી આ બાબત વિશે ખુલ્લા વિચારો વાળા રહ્યા છે. મારા માતા પિતા મને હંમેશા થી કહેતા આવ્યા છે કે જો તને કોઈ છોકરો પસંદ આવે તો અમને કહી દેજે આમેં તારા લગ્ન તેની સાથે જ કરાવશું. તેના પર મેં કહ્યું કે જો મને કોઈ છોકરો પસંદ પણ છે તો હું તેની સાથે લગ્ન કરવા નથી ઇચ્છતી.
પોતાના અને ઈશાન ખટ્ટર ના રિલેશન પર જાહ્નવી એ કહ્યું કે,”તે ઈશાન ને ડેટ નથી કરી રહી. અફવાહ તો એ પણ છે કે હું મારા બાળપણ ના મિત્ર અક્ષત રાજન ને ડેટ કરી રહી છું.સાચું કહું ને તો હવે તેને મારી સાથે બહાર આવવામાં પણ બીક લાગવા લાગી છે. તેને લાગે છે કે જો લોકો એ તેને બહાર એકસાથે જોઈ લીધા તો બંને કેમેરામાં આવી જાશેઅને બંને ના સંબંધ ની અફવાઓ ફેલાવા લાગશે. જયારે તે મારા પિતા ના જન્મદિવસ પર આવ્યો હતો ત્યારે પણ મીડિયા ને જોતા જ તે તેનાથી સંતાવા લાગ્યો હતો. આ સિવાય તે ત્યારે વધારે સમય રોકાયો પણ નહિ અને ઘરે ચાલ્યો ગયો”.
જણાવી દઈએ કે હવે ધડક ગર્લ ફાઈટર પાયલટ ગુંજન સક્સેના ની બાયોપિક માં નજરમાં આવવાની છે. સોશિયલ મીડિયા પર જાહ્નવી નો પહેલો લુક વાઇરલ થઇ રહ્યો છે. જાહ્નવી પાઇલોટ ની ડ્રેસ માં નજરમાં આવી રહી છે. આ ફિલ્મમાં જાહ્નવી ફાઈટર પાઇલોટ ગુંજન સક્સેના નો કિરદાર નિભાવતી નજરમાં આવશે. જણાવી દઈએ કે ગુંજન સક્સેના ને ભારતની પહેલી લડાકુ મહિલા હોવાનું પણ ગૌરવ પ્રાપ્ત છે.તેમણે વર્ષ 1999 ની કારગિલ લડાઈ માં પોતાના જીવ ની ચિંતા કર્યા વગર પોતાના ઘણા સાથીઓ નો જીવ બચાવ્યો હતો. ગુંજન ને તેની બહાદુરી માટે સૂર્યવીર પુરસ્કાર થી પણ સમ્માનિત કરવામાં આવી ચુકી છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here