સ્મૃતિ ઈરાની ને શ્રી દેવી ની દીકરી જ્હાન્વી કપૂરે આંટી કહીને બોલાવી, મળ્યો આ જવાબ….

0

દિવંગત અદાકારા શ્રીદેવી ની દીકરી જ્હાન્વી કપૂરે અમુક દિવસો પહેલા જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ને આંટી કહી દીધું હતું. આ ઘટના એયરપોર્ટ પર થઈ હતી જયારે સ્મૃતિ અને જ્હાન્વી એકબીજાની સામસામે આવી ગયા હતા. બંને એ ઘણા સમય સુધી ઘણી વાતો કરી હતી. આ દરમિયાન વાતચીત ના સમયે જ્હાન્વી એ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ને આંટી કહીને સંબોધન કર્યું હતું. જો કે તેના પછી તરત જ જ્હાન્વી એ આ બાબતની માફી માગી લીધી હતી. જો કે જ્હાન્વી દ્વારા આંટી કહેવું અમૃતિ ઈરાનીને ખરાબ લાગ્યું ન હતું, સ્મૃતિ પણ ફિલ્મી બેકગ્રાઉન્ડ થી જ આવે છે અને જ્હાન્વી મોટાભાગે તેને આંટી કહીને જ બોલાવ્યા કરે છે. જ્હાન્વી નો આ અંદાજ સ્મૃતિ ને ખુબ જ પસંદ આવી ગયો. સ્મૃતિ ઈરાની એ જ્હાન્વી ની સાથે બૂમરેંગ વિડીયો શેયર કર્યો છે.

વિડીયો શેયર કરવાની સાથે સ્મૃતિ એ લખ્યું કે,”જયારે જ્હાન્વી એ મને આંટી કહ્યું અને ખુબ જ શાંત સ્વભાવે સોરી કહ્યું”.મેં કહ્યું,”કઈ વાંધો નહીં બેટા”.

જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાની મોટાભાગે સોશિયલ મીડિયા પર કઈક ને કઈક પોસ્ટ કરતી રહે છે. તેનો દેખાવ અને અંદાજ હંમેશા હલકો-ફુલકો જ રહે છે, જો કે સ્મૃતિ ને પસંદ કરનારા લોકોને તેનો આ જ અંદાજ ખુબ પસંદમાં આવે છે. તેની પહેલા પણ સ્મૃતિ એ એક વિડીયો શેયર કર્યો હતો. આ વિડીયો ત્યારનો હતો જયારે તે 35 વર્ષ પછી પોતાના જુના ઘર ગુરુગ્રામ પહોંચી હતી.જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાની એ વર્ષ 1997 માં મિસ ઇન્ડિયા પ્રતિયોગિતા ના ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી.બે બાળકો ની માં સ્મૃતિ ઈરાની એ પોતાના બાળપણ ના મિત્ર અને ઉંમરમાં 10 વર્ષ મોટા જુબિન ઈરાની સાથે વર્ષ 2001 માં લગ્ન કર્યા હતા અને આજે તે નરેન્દ્ર મોદી સરકારની કદ્દાવર મંત્રી છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here