જાપાનની એક સત્યઘટના જે બહુ મોટો પાઠ ભણાવી જાય છે – વાંચવા જેવી છે તમારું જીવન બદલી દેશે..

0

જાપાનની એક સત્યઘટના જે બહુ મોટો પાઠ ભણાવી જાય છે.

એક જાપાનીઝ ભાઈએ એક વર્ષ પહેલાં ખરીદેલા એના રહેઠાણના ઘરના એક ભાગમાં જાતે જ થોડા ફેરફાર કરવા માટે એક દીવાલ તોડવાનું ચાલુ કર્યું. એ એક જાણીતી વાત છે કે જાપાનમાં વારંવાર થતા ધરતીકંપને લીધે મકાનોની લાકડાની બે દીવાલો વચ્ચે થોડી જગા રાખવામાં આવતી હોય છે .

આ જાપાનીઝ જ્યારે લાકડાની આ દીવાલ તોડવાનું કામ કરતા હતા ત્યારે દીવાલના અંદરના ભાગમાં એમણે એક મોટી ગરોળી (Lizard ) ને ફસાએલી જોઈ.એક વર્ષ પહેલાં એમનું આ ઘર જ્યારે બનતું હશે ત્યારે બહારથી દીવાલોમાં જે ખીલીઓ મારવામાં આવી હશે એમાંની એક ખીલી દીવાલની અંદરના ભાગે અકસ્માતે આ ગરોળીના એક પગની મધ્યમાં લાગી ગઈ હશે .આને લીધે એ ત્યાંથી જરા પણ ચાલી કે ખસી શકે એમ ન હતી .એ ગરોળી એક વર્ષ પછી પણ હજુ જીવિત હતી .

આ ભાઈએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે પહેલાં તો એને આ નાના પ્રાણી ઉપર દયા આવી . એની સાથે એને મનમાં એક આશ્ચર્ય પણ થયું કે એક વર્ષ પહેલાં જ્યારે આ ઘર બાંધવામાં આવેલું એ વખતે આ ખીલી મારવામાં આવેલી તો આ ગરોળી એક વર્ષ સુધી બે દીવાલો વચ્ચે ખોરાક વિના જીવી કેવી રીતે ! એના માટે આ એક કોયડો બની ગયો કે આ ગરોળીના પગમાં ખીલીને લીધે એ જરા પણ ટ્સ કે મસ્ ન થઇ શકે એવી સ્થિતમાં એ જીવી કેવી રીતે ?

આ જાપાનીઝ ભાઈએ દીવાલ તોડવાનું કામ થંભાવી દીધું. ત્યારબાદ એ આ ગરોળીનું નિરીક્ષણ કરવા લાગ્યો કે એ શું ખાય છે અને ખોરાક ક્યાંથી મેળવે છે .

એ જ્યારે આ નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યાં એણે જે જોયું એથી એના આશ્ચર્યનો પાર ન રહ્યો .એણે જોયું કે કોણ જાણે ક્યાંથી એક બીજી ગરોળી એના મોંઢામાં ખોરાક લઈને આ ફસાયેલી ગરોળીની નજીક આવી રહી હતી .એ ગરોળી એના આ દુખી પ્રિય પાત્રના મુખમાં ખોરાક મુકીને ત્યાંથી સરકી ગઈ .જાપાનીઝ્ને તુર્ત જ સમજાઈ ગયું કે ખીલીમાં ફસાઈ ગયેલી ગરોળીને એક બીજી ગરોળી ખોરાક લાવી એને ખવડાવીને એક વર્ષથી જીવાડી રહી હતી . એક મૂઢ પ્રાણીએ એના પ્રિય પાર્ટનરના જીવન માટેની આશા જીવંત રાખી હતી .મુશ્કેલીમાં પણ એનો ત્યાગ કર્યો ન હતો .

આ એક નાનો અમથો અબુધ જીવ મનુષ્ય જાત માટે કેવો મહાન સંદેશ આપી જાય છે ! ભગવાને દરેક જીવમાં પ્રેમ અને ત્યાગની લાગણી મૂકી હોય છે એનો આ બે ગરોળીઓની સાચી પ્રેમકથા એક પુરાવો છે .જીવ જીવમાં શિવ હોય હોય છે એ દરેકે સમજવું જોઈએ.આપણે સૌ બુદ્ધિશાળી કહેવાતા માનવો આ નાના મૂઢ અને અબુધ પ્રાણીઓ જેવો પ્રેમ અને અરસપર મદદની ભાવના બતાવી જાણીએ તો કેવું સારું !

લેખક: Shailesh Sagpariya

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!