તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતની આ ગુફામાં બને છે હૂબહૂ અમરનાથ જેવુ જ સ્વયંભૂ શિવલિંગ…

અત્યારે શ્રાવણ માસ ચાલે છે એટ્લે જ્યાં જુઓ ત્યાં શિવ મહિનાના જ ગુણગાન ગાવામાં આવે છે. એમાય જો કોઈ મહાદેવના મંદિરમાં સ્વયંભૂ શિવલિંગના દર્શન થતાં હોય તો ભક્તોના ટોળે ટોળાં દર્શન કરવા ઉમટી પડે છે. મહાદેવને ભોળાનાથ પણ કહેવામા આવે છે. બધા ભગવાનોમાં મહાદેવ એક જ એવા ભગવાન છે જે તરત જ પોતાના ભક્તને વરદાન આપી દે છે. ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. કોઈ ભક્ત ખાલી હાથ કે નિરાશ મને મહાદેવના દરબારમાંથી પાછો વળતો નથી. તો ચાલો આજે આપણે જોઈએ આવા જ એક ચમત્કારી શિવલિંગ વિષે.
રામાયણ અને મહાભારત કાળમાં સ્થાપિત કરેલા ઘણા શિવલિંગ ને શિવમંદિરો આજે પણ દેશભરમાં જોવા મળે છે. આપણાં ગુજરાતમાં પણ એક મંદિર પોરબંદર પાસે આવેલું છે.પોરબંદર જીલ્લામાં રાણાવાવમાં રામાયણ સમયમા બનાવવામાં આવેલી ખૂબ પ્રાચીન જાંબુવતીની ગુફાઑ આવેલી છે. જેમાં એક મહાદેવનું અતિ પ્રાચીન મંદિર પણ આવેલું છે. જેમાં એક નહી પણ અનેક સ્વયંભુ શિવલિંગ એ પણ અમરનાથ જેવી જ બને છે. જે લોકો અમરનાથ નથી જઈ શકતાં એ લોકો અહિયાં આવીને આ સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. એટ્લે જ અહિયાં પ્રવાસન વિભાગ દ્વારા આ સ્થળને પર્યટક સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

અહીનું વિશાળ શિવ મંદિર, પૌરાણિક ગુફાઓ અને આજુબાજુનું કુદરતી વાતાવરણ બધુ જ એકસાથે જોઈ શકાય ને કુદરતની ખીલેલી પ્રકૃતિનો ભરપૂર આનંદ માણી શકાય એટ્લે લોકો દૂર દૂરથી અહિયાં આવે છે. કોઈ પિકનિક પેલેસ સમજીને તો કોઈ ધાર્મિક સ્થળ સમજીને તો કોઈ ઐતિહાસિક સ્થળ સમજીને. અહિયાં આવનાર પર્યટકો ની સગવડતા જળવાઈ રહે એટ્લે અહિયાં પ્રસાદમાં ભોજનની પણ વ્યવસ્થા અહીના સંચાલકો દ્વારા કરવામાં આવી છે. તેમજ આ સ્થાન પર આપણાં હિન્દુ ત્યોહારો દરમ્યાન ભંડારો, ને હોમ હવન પણ કરવામાં આવે છે, જેમાં હજારોના દાન પણ આવે છે ને હજારો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. અહિયાં આવનારને કોઈ અગવડતા ન થાય એની કાળજી લેવામાં આવે છે.

તો ચાલો આજે જાણીએ આ પ્રાચીન ગુફાનો અદભૂત ઇતિહાસ :

આ ગુફા જાંબુવંતની દીકરી જાંબુવંતીની છે. એવી માન્યતા છે કે આ ગુફા કૃષ્ણ ભગવનાનાં સમયની છે. આ ગુફાની પોરબંદર ,સોમનાથ અને દ્વારિકામાં પણ નીકળે છે. ગુફા એક જ છે પણ બધી જગ્યાએ ગુફા અંદરથી જઈ શકાય છે. આ ગુફામાં ગુપ્ત માર્ગ પણ છે. પણ એ પહેલાના જમાનામાં હતા. અત્યારે કયો માર્ગ ક્યાં જાય છે ગુફામાંથી એ કોઈ જણાતું નથી. આ જગ્યા પર શ્રી ક્રુષ્ણ અને જામવંતનું મહા યુદ્ધ થયું હતું ને એ યુદ્ધ પછી ખુદ જામવંતે પોતાની દીકરી જાંબુવંતીનો હાથ કાયમ માટે કૃષ્ણ ભગવાનના હાથમાં સોંપી દીધો હતો. બસ, ત્યારથી આજ સુધી આ ગુફાને જાંબુવંતીની ગુફાના નામથી જ ઓળખવામાં આવે છે. .

એક પાણીની બુંદથી બને છે સ્વયંભૂ શિવલિંગ :

જે પણ એકવાર આ ગુફામાં બનતી શિવલિંગના દર્શન કરશે એ વારંવાર આ ચમત્કાર જોવા જશે જ. કેમકે આ મંદિરની ગુફામાં એક ગાય બિરાજમાન છે. ને એ ગાયના આંચળમાંથી દૂધ નહી પણ પાણી ટપકે છે. એ એ એક પાણીની બુંદમાંથી બને છે શિવલિંગ. કેમ અને કેવી રીતે એ પાણીની બુંદમાંથી શિવલિંગ બને છે એ આજ સુધી કોઈ જાણી શકાયું નથી. આ ગુફામાં જેમ જેમ તમે અંદર જાવ એમ એમ આ ગુફા ચાંદીની હોય એમ ચમકે છે. લોકો તો એવું પણ કહે છે કે આ ગુફા ચાંદી અને સોનામાંથી જ બની છે. આ ગુફામાં તમને શંખ, આ ગુફામાં શંખ, ગણપતિ, ગૌમુખ શિવલીંગો બને છે. ઉપરાંત ત્રણ શિવલિંગ ભેગી છે. જેમાં એક રુદ્રાક્ષ શિવલીંગ તરીકે ઓળખાય છે. બીજી માતા પાર્વતી છે. અને ત્રીજી શિવલિંગમાં સાક્ષાત ગણેશ જ શિવલિંગ રૂપે બિરાજમાન હોવાનું માનવામાં આવી રહ્યું છે.

એક લોકવાયકા મુજબ, અહિયાં જેના લગ્ન નથી થતાં એવા લોકો જો આવીને માનતા માણી જાય તો લગ્ન પણ થઈ જાય છે. એટ્લે અહિયાં ભગવાન કૃષ્ણ અને જામુવંતીના આ સ્થળ પર જ લગ્ન થયા હોવાથી આ સ્થળે કુંવારાની મનોકામના વહેલી પૂરી થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!