જામનગરની આ કોલેજમાં લાઇન લાગી છે અભ્યાસ કરવા વિદેશીઓની, જાણો

0

ભારત દેશ એ એક ખેતી પ્રધાન દેશ છે. પરંતુ હાલ જોઈએ તોભારત દેશ તેના જૂના ખાજનાને લઈને દેશ વિદેશમાં તો ઠીક પણ આખા વિશ્વમાં જાણીતો બની ગયો છે. અને એમાંય ભારતમાં જેટલા વિદેશી પ્રવાસીઓ આવે છે ફરવા માટે એ સૌને ગુજરાતની સંસ્કૃતિ ને ગુજરાતી પ્રકૃતિ ખૂબ જ ગમે છે. એ લોકો પોતાના દેશમાં જાય તો પણ ગુજરાતી લહેકો તો શીખીને જ જાય છે..; કેમ છો ‘? આજકાલ ગુજરાતમાં દેશ વિદેશના ઘણા યુવાનો અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. અને આજકાક આ અભ્યાસક્રમે તો ગુજરાતને વીદેશમાં પણ પ્રસિદ્ધ કરી દીધું છે.
ગુજરાતમાં એવી ઘણી યુનિવર્સિટી આવેલી છે જે તેના અભ્યાસક્રમ માટે જાણીતી છે. આવી જ એક યુનિવર્સીટી છે જમાનગરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટી. જેમાં અત્યારે વિદેશીઓનો અભ્યાસ કરવા આવવાનો ક્રેજ દિવસે ને દિવસે વધતો જાય છે.

જામનગરમાં આવેલ આ યુનિવર્સિટી માં ગુજરાતી યુવાનો સહિત ઉચ્ચ વિદેશમાંથી પણ યુવાનો લોકેશન ગોતતા ગોતતા જામનગર પહોંચી જાય છે. જેમાં કોરિયા, નેપાળ, ઈટાલી અને ફ્રાન્સનો સમાવેશ થાય છે આ સાથે શ્રીલંકા તો ખરું જ.
આઝાદી પહેલા જમાનગરના રાજા દિગ્વિજયસિંહજી એ એક મંદિર બનાવ્યું હતું જેને ધન્વંતરિ મંદિર એવું નામ આપવામાં આવ્યું હતું, બાદમાં એ મંદિર ઇ.સ 1946માં આયુર્વેદ કોલેજ બની જાય છે. ધીરે ધીરે આ કોલેજને ગુલાબ કુંવર મહા વિદ્યાલય એવું નામ આપવામાં આવ્યું હતું.
જે આજે પણ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. જામનગર જિલ્લામાં આવેલી આ કોલેજને ઇ.સ. 1967માં વિશ્વની સૌ પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીનું નામ આપવામાં આવ્યું હતું.
આજે આયુર્વેદથી થતાં લાભને આખા વિશ્વએ જાણ્યું ને તેઓ પણ આ અભ્યાસ પાછળ પોતાનું ભવિષ્ય બનાવવા જામનગરની આ આયુર્વેદ યનીવારસીટીના કેમ્પમાં અભ્યાસ કરવા તરફ પ્રેરયા. આજકાલ હઠીલા ને જીવલેણ રોગો સામે ટકી રહેવું ખૂબ જ કઠિન બની ચૂક્યું છે. ડાયાબિટીસ, કેન્સર, હાર્ટ પ્રોબ્લ્મ, કિડની પ્રોબ્લેમ, આ બધા જ રોગોની સામે લડવા માટે આયુર્વેદ જ ઉતમ સાબિત થયું છે ને આયુર્વેદથી જ યોગ્ય ને પરફેક્ટ રિજલ્ટ મળી રહ્યું છે. ગુજરાતમાં હાલમાં અગિયાર આયુર્વેદ કોલેજઆ યુનિવર્સિટીની સાથે સંકળાયી છે.જો કે ભારતમાં મુખ્ય ત્રણ આયુર્વેદ સિક્ષણ કેન્દ્ર એકલા જામનગરમાં આવેલા છે.
જામનગરમાં આવેલી આ આયુર્વેદ યુનિવર્સિટી માં 3 મહિના થી માંડી પૂરા સાડા પાંચ વર્ષનો બીએ એમએસ, એમડીજેવા આયુર્વેદ સર્ટીફિકેટ અને ડિગ્રીઓ ધારવાયા કોર્સ ચાલે છે.અહીંયા હોસ્ટેલ ની વ્યવસ્થા ઉપરાંત જમવા ની પણ વ્યવસ્થા છે ને અહીના સંચાલકો વિદેશના યુવાનોને પૂરતો સપોર્ટ પણ કરી રહ્યા છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here