જમીન પર બેસીને જ કરવું જોઈએ ભોજન, રહેશે કેટલીય ખતરનાક બિમારી તમારાથી દૂર ને તમે રહેશો એકદમ સ્વસ્થ

0

જો તમે સ્વસ્થ અવસ્થામાં વધારે જીવવા માણગો છો તો આજથી જ ડાઇનિંગ ટેબલ ના બદલે જમીન પર પલોઠી લગાવેને બેસીને જમવાની આદત પાડો, આનાથી પીઠ અને ઘૂંટણની પીડાથી આ રાહત મળશે સાથે, બ્લડ પ્રેશર અને તમારું વજન પણ નિયંત્રિત રહેશે. જમીન પર બેસીને ખોરાક ખાવાછી પાચનતંત્ર યોગ્ય કામ કરે છે. તમે જાણો છો કે જ્યારે પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરશે ત્યારે ઘણી બિમારીઓથી તમે દૂર રહી શકશો. જમીન પર ખાવાથી થતાં ફાયદા જાણ્યા પછી તમે ચોક્કસપણે જમીન પર બેસીને જ જમવાનું શરૂ કરશો. તો ચાલો જાણીએ ફાયદાઓ.

માપમાં જ જમવું જોઈએ –
જ્યારે તમે જમીન પર બેસીને જમો છો ત્યારે તમારા પેટ અને પગની મુદ્રા કઈક એવી રીતે બને છે કે તમને થોડા ખોરાકમાંમાં જ પેટ ભરાઈ ગયાનો અહેસાસ થશે. અને આના કારણે તમે જરૂર કરતાં ઓછું જમશો.

પાચન બરાબર થાય છે-
જ્યારે તમે જમીન પર બેસીને જમો છો ત્યારે તમારી પાચનશક્તિ પણ મોટી માત્રામાં સુધારે છે.

હૃદયને મજબૂત કરે છે
જ્યારે તમે જમીન પર બેસીને જમો છો ત્યારે રક્તનો સાચી દિશા પકડે છે. અને આનાથી હૃદય અને પાચનની ક્રિયા માટે કામ કરતાં બધા જ અવયવોને લોહીને પહોચાડી દે છે. જ્યારે ખુશી પર બેસીને જમવાથી લોહીનો પ્રવાહ ઊંધી દિશા તરફ ગતિ કરે છે.

વધતી જાય છે ઉંમર
જમીન પર બેસીને જમવાની આદતના કારણે ઉંમર હશે તેના કરતાં વધી જાય છે. જમીન પર બેસીને તમે જે મુદ્રામાં જમો છો તેને સુખાસન કહેવાય છે. અને તમે રોજ સુખાસન કરો છો. જેના કારણે તમારા શરીરને લચીલું રાખવામા મદદ મળી રહે છે. આને તમે કોઈપણ સહારા વગર ઊભા પણ થઈ શકો છો. માંસપેશીઓ પણ યોગ્ય રીતે કામ કરતી થઈ જાય છે.

બોડી પોશ્ચર કરે છે ઠીક –
જો તમે પપદ્માસન અથવા સુખાસનમાં જમીપ પર બેસીને જમવાનું જમશો તો તમારી બોડીનું પોશ્ચર સુધરે છે. જેના કારણે શરીરમાં લચીલા પણું આવશે ને સ્વાસ્થ્યમાં થશે સુધારો.

બ્લડ પ્રેશર ઘટાડે છે-

જમીન પર બેસી ખોરાક જમતી વખતે કરોડરજ્જુના નીચલા ભાગ પર ભાર મૂકે છે. અને તે શરીરને આરામ આપે છે. આનાથી શ્વસન પ્રાકરિયા થોડી ધીમી બને છે, સ્નાયુનું ખેચાં થોડું ઓછું થાય છે અને બ્લડ પ્રેશરમાં પણ ઘટાડો થાય છે.

પીઠનો દુખાવાને મટાડે છે –

જમીન પર બેસીને જમવામાં આપણે પદ્માસનની અવસ્થામાં બેસવું પડે છે. જેનાથી આપણું પેટ, પીઠનો નીચલો ભાગ અને નિતંબની માંસપેસીઓમાં ખેંચાવ અનુભવાય છે. અને આના કારણે જ દર્દમાંથી છૂટકારો મળે છે. જો આ માંસપેશીઓનો ખેંચાવ બની જ રહેશે તો સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે.

વજન માટે –
જમીન પર બેસવું અને ઉઠવું એ એક સારી કસરત ગણાય છે. જમીન પર ખોરાક માટે બેસવું અને ફરીથી ઊભું થવું એ તમારા શરીરને અર્ધ-પદ્મસનનો ફાયદો આપે છે. આ સરળ કસરત તમને ધીમે ધીમે ખાવું અને તેના પાચનમાં મદદ કરે છે.

ઘૂંટણ માટે –
નીચે બેસીને જમવાથી શરીર તંદુરસ્ત બને છે અને પાચન કાર્ય પણ સારી રીતે કાર્ય કરે છે. આ ઉપરાંત, ઘૂંટણને જમીન પર બેસવામાં ઘૂંટણનો પણ ઉપયોગ કરવામાં આવે. જેથી ઘૂંટણની કસરત પણ થાય છે. આમ કરવાથી ઘૂંટણમાં લચીલા પણું આવે છે ને સાથે દર્દ પણ મટી જાય છે.

પથારીમાં બેસીને ક્યારેય ન જમો –

પથારી પર ભોજન કરવાથી પથારીના જે બેક્ટેરિયા હશે તે આપણા ખોરાકમાં આવી જાય છે. જેની અસર આપણાં આરોગ્ય પર જોવા મળે છે. ભોજન ક્યારેય પ્લેટમાં લઈને ઊભા ઊભા પણ ન કરવું જોઈએ. આમ કરવાથી પાચનતંત્ર બારોબાર કામ કરતું નથી. અને વ્યક્તિને ગેસ , કબજિયાત અથવા ડિસ્પેપ્સિયા જેવા સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે લોકો પલંગ પર બેસે છે અને તેઓ ટેલિવિઝનની સામે ખોરાક જમે છે, તેઓને ખોરાકનો સંપૂર્ણ ફાયદો ક્યારેય નથી થતો. ખોરાક હંમેશાં શાંત મને અને જમીન પર બેસીને જ જમવો જોઈએ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here