જાંબુના ઠળિયા ના ફાયદા સાંભળીને તમે દંગ બની જશો… હવે જાંબુના ઠળિયા ફેંકવાને બદલે આ રીતે તેનો ઉપયોગ કરો.

0

જાંબુ બધાના પ્રિય છે. જાંબુ ખાધા પછી તમે ઠળિયાને ફેંકી દો છો. જાંબુના ઠળિયામાં વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે

સૌપ્રથમ જાંબુના ઠળિયાને સારી રીતે ધોઈ કાઢો. હવે તેને તાપ માં રાખીને સુકાવા મૂકી દો. પછી ઠળિયા ઉપરની છાલ કાઢી દો. હવે તેના નાના નાના ટુકડા કરી લો અને તેને મિક્સરમાં ક્રશ કરી દો. જેથી જાંબુના ઠળિયાનો પાવડર બની જશે. આ પાવડરને એક બોટલમાં ભરી દો.

ડાયાબિટીસના દર્દી માટે આ પાવડર ખૂબ જ ઉપયોગી છે તે શુગર લેવલને કંટ્રોલ કરે છે. રોજ સવારે વહેલા ઉઠીને ગરમ પાણીમાં આ પાવડર નાખીને પીવાથી શુગર-લેવલ કંટ્રોલ થશે.

કિડની સ્ટોન માં problem- જે લોકોને કિડની સ્ટોન નો પ્રોબ્લેમ હોય તે લોકો રોજ સવારે પાણીમાં એક ચમચી પાવડર નાખી અને પીવાથી કિડની સ્ટોન નો પ્રોબ્લેમ દૂર થાય છે.

જે લોકોને પીરિયડ્સ દરમિયાન પેઇન થતું હોય, તેમજ વધારે બ્લીડિંગ થતું હોય તેવા લોકોએ ઠંડા પાણીમાં એક ચમચી આ પાવડર નાખીને દિવસમાં બે વાર પીવાથી રાહત મળશે.

જે લોકોને દાંતનો દુખાવો હોય અથવા તો દાંતમાંથી બ્લીડિંગ થતું હોય તેવા લોકોએ દંતમંજનની જગ્યાએ આ પાઉડર ઉપયોગ કરવો. નિયમિત રીતે આ પાવડરને દંતમંજન રીતે ઉપયોગ કરવાથી આ સમસ્યા દૂર થશે.

જો શરીર પર કોઈ જલન,ઘાવ હોય તેવી જગ્યાએ આ પાવડર લગાડવાથી રાહત મળશે.

કેટલાક બાળકોને બિસ્ટર પલાળવાની ટેવ હોય, અથવા તો કપડા પલાળવાની હોય તેના માટે બાળકોને દિવસમાં બે વાર અડધી અડધી ચમચી આ પાવડર પીવડાવવાથી આ સમસ્યાનો છુટકારો મળશે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here