વાળનો ગ્રોથ વધારવાથી લઈને કોલેસ્ટ્રોલ દૂર કરવા માટે જામફળના પાનનો ઉપાય અકસીર સાબિત થશે, આજે જ નોંધી લો આ હેલ્થ ઉપયોગી માહિતી કામ ખુબ કામ આવશે …..

0

જામફળ એ એવું ફળ છે કે તે નાનકા ભૂલકાઓથી લઈને મોટા સુધીના સૌને ખૂબ ભાવે છે. અને બધા હોંશે હોંશે ખાય પણ છે. કેટલાક લોકો તો જંફળનું શાક બનાવીને પણ ખાતા હોય છે. મિત્રો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જેટલું જામફળ આપણી હેલ્થ માટે ગુણકારી છે તેટલા જ ગુણકારી જામફળના ઝાડના પાન પણ છે. એ પણ તમને હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે.

આપણાં આયુર્વેદમાં ત્વચાની સુંદરતાથી લઈને વજન ઘટાડવા અને ડાયાબિટીસ જેવા રોગોમાં જામફળના પાનનો ઉપાય બતાવવામાં આવ્યો છે. એકવાર જો તમે જામફળના પાનનો ઉપયોગ કરશો તો પછી ક્યારેય તમારે ડોક્ટર પાસે નહી જાવું પડે. તો જાણી લો આજે જામફળના પાનનો અકસીર ઉપાય.

જામફળ ના પાન ના ફાયદા

1. વજન ઘટાડવામાં ઉપયોગી :
જામફળ ના પાનમાં એવું તત્વ રહેલું છે જે આપણાં શરીરને નૂકશાન કરતાં સ્ટાર્ચ હોય છે જે ખોરાકને શુગરમાં ફેરવી ડેટા હોય છે. જેનાથી વ્યક્તિનું શરીર વધવા લાગે છે. જો આવી સમસ્યા હોય કે એકાએક જ વજન વધી ગયું છે તો જામફળના પાનાને સૂકવીને તેનો પાઉડર બનાવવાવો ને રોજ સવારે 1 ચમચી ગરમ કે ઠંડા પાણી સાથે લેવાથી
વજન આપોઆપ ઘટવા લાગે છે. .

2. સંધિવામાં રાહત
જો તમે સંધિવાની પીડાતી પીડાઈ રહ્યા હોય તો જે જગ્યાએ દુખાવો તહતો હોય એ જગ્યાએ જામફળના પાનાને વાટીને તેનો લેપ લગાવવો.થોડા દિવસ આ ઉપાય અજમવાથી તમને રાહત મળશે.

3. સ્વપ્નદોષની બીમારી થશે દૂર

જો તમને સ્વપ્ન દોષની બીમારી હોય તો જામફળના પાનનો રસમાં ખડી સાકર ટેસ્ટ મુજબ મિક્સ કરી પીવાથી તમને તે બીમારીમાં રાહત મળશે.

4. લ્યૂકોરિયા જેવી બીમારીમાં રાહત :
જો તમે લ્યોકોરિયા નામની બીમારીથી પીડાઈ રહ્યા છો તો તમે તાજા જામફળ ના પાનનો રસ બનાવો ને રોજ એક એક ચમચી સવારે અને સાંજે લેવાનું રાખો તમને થોડા જ સમયમાં લ્યુકોરિયામાં રાહત મળશે.

5. કોલેસ્ટ્રોલ મટાડે છે :
નિયમિત રીતે જામફલના પાનનું જ્યુસ બનાવી પીવાથી લીવર એકદમ સાફ થાઈ જાય છે અને શરીરમાંથી નકામા ઝેરી કચરાને પણ કાઢે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને કરે છે શરીરમાંથી સાફ.

6. અતિસારની તકલીફ કરશે દૂર :
જો તમને પાચનશક્તિની કોઈ તકલીફ હોય અને તમને વારે વારે ઝાડાની તકલીફ રહેતી હોય તો જામફળના પાનનો ઉકાળો બનાવી ને પીવાથી તમને તરત જ અતિસારની બીમારીમાં રાહત મળશે.

7. પાચનશક્તિ સુધારે :
જામફળ ના પાનનો રસ કાઢીને એ રસ પીવાથી પચનશક્તિ ખૂબ જ સ્ટ્રોંગ બને છે.

8. દાંતનો દુખાવો થશે દૂર :
જ્યારે દાંતનો દુખાવો થતો હોય કે પેઢાનો દુખાવો થતો હોય તો જામફળના પાનની પેસ્ટ બનાવીને તેને જ્યાં દાંતનો દુખાવો થતો હોય એ ભાગ પર એ પેસ્ટને લગાવી રાખવાથી તમને દાંતના દુખાવામાં તાર જ રાહત થશે.

9. ડેંગ્યુ મટાડે છે

જો તમને ડેંગ્યુની અસર હોય તો જામફળના રસનો રોજ રસ પીવો. આ પ્રયોગ કરવાઠી ડેન્ગ્યુનો તાવ મટે છે.

10. એલર્જી મટે છે :

જામફળના પાનમાં એવું તત્વ રહેલું છે કે એનો રસ પીવાથી શરીરની બધી જ એલર્જી દૂર થાય છે.

11. મોઢાનાચાંદામાં રાહત :

જો તમને મોઢામાં વારે વારે ચાંદા પડતાં હોય તો તમારે કાથાને જામફળના પાન પર લગાવી ચાવવાથી તરત જ ચાંદામાં રાહત મળશે.

12. ખીલ ની સમસ્યા થશે દૂર
જામફળ ના પાન માં ખૂબ એન્ટિસેપ્ટિક ગુણ રહેલું છે. માટે જો તમને ખીલ થયા હોય તો ખીલવાળા ભાગ પર માટે તાજા પાનને પીસી તેને ખીલ પર લગાવવાથી થોડા ક જ દિવસોમાં ખીલ જતા
રહે છે.

13. વાળનો ગ્રોથ વધારે છે
જામફળના પાનમાં ઘણા બધા પોષક દ્રવ્યો તેમજ એન્ટીઓક્સિડન્ટ હોય છે, માટે જાયફળના પાનાને વાટીને તેના પાનનો રસ માથામાં પેથીએ પેથીએ લગાવો. વાળનો એકદમ ગ્રોથ વધે છે.

14. ડાયાબિટીસમાં મળે રાહત :
એક સર્વ મુજબ, જામફળના પાનમાં આલ્ફા ગ્લૂકોસાઇડિસ એન્જાઈમ ભરપૂર હોવાથી તે લોહીમાં રહેલા સુગરને ઘટાડે છે.તેમજ તેમાં રહેલ સુક્રેઝ અને લેક્ટોઝ જે શરીરને શોષાતું રોકી રાખે છે. માટે જામફળના પાનનો પાઉડર બનાવીને રોજ પાણી સાથે લેવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here