જલારામ બાપાએ એક ઘરડા સંત સાથે મોકલી આપ્યા હતા એમના ઘરના લક્ષ્મીને સેવા કરવા વાંચો એવા જીવતા જાગતા દેવ જલારામ બાપા વિશે ….

0

જલારામ બાપાના ધમને કોણ નથી જણાતું ? સૌરાષ્ટ્રની પાવન ભૂમી પર આવેલ વીરપુર ગામ એટ્લે સંત જલારામ ધામ. સંત જલારામમાં જીવતે જીવ ભગવાનના દર્શન થયા છે એવા સંત જલારામ બાપાનો જન્મ આજના દિવસે એટ્લે કે 14 નવેમ્બરના દિવસે થયો હતો. તો ચાલો આજે જાણીએ જલારામ બાપાના સંપૂર્ણ ઇતિહાસ વિશે ” ગુજ્જુ રોક્સનાં” માધ્યમથી.


દુખિયાના બેલી અને દયાના સાગર એવા જલારામ બાપાના પરચાથી કોણ પરીચીત નથી ? જીવતા જાગતા માણસને પણ મોતના મુખમાંથી ઉગારે છે ને ખાલી સ્મરણ કરતાં જ સમરે સાથ આપે એવા જલારામ બાપાને ત્યાં એક ઘરડા સંત આવે છે ને ભિક્ષા માંગે છે. ત્યારે જલારામ બાપા ભિક્ષા આપે છે તો એ સંત કહે હું ઘરડો છુ. મારે તો મારી સેવા કરવા માટે તારા ઘરની નાર જોઈએ..જે મારી સેવા કરે ને તરત જ જલારામ આપાના એક ઇશારે એમના ધર્મ પત્ની એ સાધુ સાથે જવા તૈયાર થઈ ગયા.
આ વાત વાયુ વેગે પ્રસરી જાય છે ને ગામના લોકો આ વાત સાંભળી દોડતા દોડતા બાપા પાસે પહોંચી જાય છે. બાપને મનાવવા લાગે છે. પણ કોણ જાણે કેમ બાપા તો કોઈનું કશું સંભળતા જ નથી ને વીરબાઈ પણ પોતાના પતિની આબરૂ કાજેય વીરબાઈ એ સંત સાથે હાલી નીકળે છે. ગામના પાદરે પહોંચતા પહોંચતા તો સાધુ એ વીરબાઈને પોતાની ઝોળીઅને હાથમાં રહેલ લાકડી વીરબાઈને આપી ને કહ્યું, વીરબાઈ આ સાચવો હું થોડીવારમાં આવું છુ. કહીને સાધુ તો થોડે દૂર જઈને અદ્રશ્ય થઈ જાય છે. વીરબાઈ ઘણી વાર રાહ જોવે છે પણ ક્યાંય સાધુ દેખાતા નથી. વીરબાઈને સાધુના પગલાં કંકુ વાળા જમીન પર દેખાયા ને તે પગલે પગલે હળવા લાગ્યા પરંતુ એ પગલાં થોડા અંતરે અદૃશ્ય હતા. વીરબાઈએ ગામમાં આવીને વાત કરી કે એ સાધુ નહી પણ ખુદ પરમાત્મા હતા……એ પછી જલારામ બાપાની ભક્તિ જોઈને પરમાત્મા પ્રસન્ન થયા ને જીવતા જીવ ભગવાન થઈને પૂજાવાનું વરદાન આપ્યું જલારામ બાપાના સપનામાં આવીને…આજે પણ જલારામ બાપાનીમુર્તિ સાથે સાથે એ સંતે આપેલ લાકડી ને ઝોળીની પણ પૂજા નિત્ય કરવામાં આવે છે.

ચાલો આજે જોઈએ દયાના સાગર જલારામ બાપાનું આખું જીવન :

વિક્રમ સંવત કારતક મહિનાની સાતમના દિવસે અને 11 નવેમ્બર 1799 ના રોજ વીરપૂરના લુહાણા પરિવારમાં જલારામ બાપાનો જન્મ થયો. તેમના માતાનું નામ રાજાબાઈ હતું. નાનપણથી જ તેઓ એક જ મંત્રનું રટણ કર્યા કરતાં ..સીતારામ સીતારામ….સીતારામ. જલારામ બાપાના પીતા મોટા વેપાર સાથે સંકળાયેલ હતા…હિસાબ કિતાબ પણ મોટો હતો એટ્લે જેવા જલારામ બાપા મોટા થયા કે તેમને ભણવા બેસાડયા હતા. પણ જલારામ બાપા તો ખુદ પરમાત્માનો અવતાર, એમને ભણવા સાથે શું સંબંધ. એ તો આખો દિવસ સીતારામ…સીતારામ જ રટ્યા કરતાં.

આમ ને આમ જલારામ મોટા થતાં ગયા. તેમના પિતાને તેમના આ આધ્યાત્મિક સ્વભાવના કારણે મનમાં એક પ્રકારનો ડર લાગવા લાગ્યો કે મારો દીકરો ક્યાંક ભગવો ણ પહેરી લે. એટ્લે એમને સંસારમાં મન ખૂંચે એટ્લે વીરબાઈ સાથે લગ્ન કરાવી નાખ્યા. ને પોતાનો વેપાર પણ જલારામ બાપાને સોંપી દીધો.

જલારામ બાપા જેટલા સત્સંગી એટલા જ સત્સંગી વીરબાઈ. પતિ ધર્મ નિભાવી ને પતિની ભક્તિમાં સાથ આપે.ગામમાં કોઈપણ સાધુ સંતોને પ્રેમથી જમાડે ને પાણી પીધા વગર તો ના જ જવા દે. આમ ને આમ ચાલતું રહ્યું.એટ્લે તેમના પીતાએ કંટાળીને એમને ઘરથી અલગ કરી નાખ્યા. એમને થયું કે આ આખું ઘર જ દાનમાં ણ આપી દે.

તેમનું મન તો હવે બધેથી ઉઠી ગયું. નાની ઉંમરે જ જલારામ બાપા યાત્રાધામ કરવા જતાં રહે છે. અઢાર વર્ષની ઉંમર થતાં થતાં તો તેમણે આખા ભારતમાં આવેલ બધા જ યાત્રાધામે યાત્રા કરી લીધી હતી.

જલારામ બાપાની ભક્તિ જોઈને ખુદ ભોજા ભગતે બનાવ્યા બાપાને તેમના શિષ્ય :

જલારામ બાપા જ્યારે જાત્રા કરીને પાછા ફર્યા ત્યારે જલારામ બાપા અને તેમના પત્નીને ભોજા ભગતે ગળામાં ગુરુ કંઠી પહેરાવી. હવે તો આખો દિવસ બાપા અને વીરબાઈ રામનું નામ લેતા જાય ને

વીરબાઈ રોજ રાંધે, ઘંટીએ રોજ દરણાં દળે ને બાપા રોજ ભૂખ્યા સાધુ સંતોને જમાડે. આમ ને આમ દિવસે ને દિવસે લોકોની અને સાધુસંતોની સંખ્યા વધતી જાય છે. ને બાપા અને વીરબાઈ હોંશે હોંશે એમને જમાડી પોતાની જાતને ધન્યતા અનુભવે છે.

બાપનું આ સદાવ્રત વરસોનાં વર્ષો ચાલ્યું..એક દિવસ વીરબાઈએ બાપાનો સાથ છોડી ચાલ્યા ગયા…પરમધામમાં. બાપા એ વીરબાઈને યાદ કરી આઠ આઠ દિવસ સુધી અંખંડ રામધૂન રાખી. હવે વીરબાઈ વગર બાપાને આ મનમાં ને મનમાં સતત સતાવ્યા કરતું.
વિ. સં.1935ના કારતક વદ નોમ, સોમવારે વીરબાઈમાએ દેહ ત્યાગ કર્યો’. બાપાએ સાત દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી. બાપાને પણ હવે હીરાબાઈ વગર આ ભક્તિરસ સતાવતો હતો ને આમ ને આમ બાપા પણ એક દિવસ એટ્લે કે 23/2/1881 ના રોજ પરમાત્મામાં સમાઈ ગયા. બાપાને એક દીકરી હતા જમણા બાઈ એમના દીકરાના દીકરાને વારસ બનાવ્યો ને બાપાની પાછળ મોટા મેળાનું આયોજન કર્યું ણ લાડુ બનાવ્યા મેળામાં બધા આવનારને પ્રસાદ રૂપે આપવા. એ જ સમયે એક ]સાધુ રસોડામાં આવે છે ને એક લાડુ હાથમાં લઈને જલારામબાપાને યાદ કરીને એ લાડુને રસોડાની ચારે દીશામાં વેરી દે છે. બસ, એ જ સમયે થયો ચમત્કાર…ત્યારથી લઈને આજ સુધી ત્યાં અન્ન નો અખૂટ ભંડાર ભરાયેલો જ રહે છે.
આજે પણ હજારો લોકો રોજ જમી રહ્યા છે. પણ એક રૂપિયો દાનનો લેવામાં આવતો નથી. ને રોજ રસોડાની આટલી બધી સામગ્રી ક્યાંથી આવે છે એ પણ કોઈ જાણતું નથી. જલારામ બાપા આજેય અજે અમર છે.

જો તમને પણ દુખ પડે તો યાદ કરજો સાચી શ્રદ્ધાથી જલારામ બાપાને…બાપા આવી ચડશે તમને મદદ કરવા….!!
કોમેંટમાં જય જલારામ લખવાનું ભૂલતા નહી. ને આજે બને એટલો વધારે ને વધારે આ આર્ટીકલ શેર કરી જલારામ બાપાને વંદન કરજો મનોમન…આવા સાચા મનમાં માણસો આ દુનિયામાં ખૂબ ઓછા જન્મે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here